SearchBrowseAboutContactDonate
Page Preview
Page 604
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨/૧ર૬૮ થી ૧૩૪૫ ૧૫૧ - બીજાના સંબંધી રૂપવત્ વસ્તુમાં લોભ કે ગૃદ્ધિથી આકુળ થઈને તે અદત્તને ગ્રહણ કરે છે. બીજાની વસ્તુને ચોરી લે છે. આના વડે રાગની અતિ દુષ્ટતા જણાવીને પરિગ્રહથી દોષદર્શન છતાં પણ વિશેષથી તેમાં આસક્તિ દોષાંતર આરંભને બતાવેલ છે. તો શું આના આટલા જ દોષ છે કે બીજા પણ છે ? એવી આશંકાથી ઉક્ત દોષના અનુવાદથી બીજા દોષ પણ કહે છે - તૃષ્ણા કે લોભથી અભિભૂત એવો તે અદતને ગ્રહણ કરવાના સ્વભાવવાળો એવો તે અદત્તાદારી થઈને રૂપ વિષયક પરિગ્રહ કરે છે. પછી તેમાં પણ અસંતુષ્ટ થઈને માયાપ્રધાન મૃષા અર્થાત માયામૃષાવાદની વૃદ્ધિ પામે છે. તે લોભના અપરાધથી લુબ્ધ થયેલો બીજાનું અદત્ત ગ્રહણ કરીને, તેને ગોપવવામાં તત્પર બનીને માયામૃષાવાદ સેવે છે. આના વડે લોભ જ સર્વે આશ્રવોમાં મુખ્ય છે, તે હેતુ કહેલ છે. • • - મૃષા ભાષણમાં પણ તે અસાતા દુઃખથી વિમુક્તિ પામતો નથી. પરંતુ દુઃખનો ભાગી જ થાય છે. એવો ભાવાર્થ અહીં છે. દુઃખની અવિમુક્તિ કેમ કહી ? મૃષા અથત જૂઠું બોલ્યા પછી, જૂઠું બોલતા પહેલાં કે જૂઠું બોલતી વખતે તે દુઃખી થઈને, તેની પછી પશ્ચાત્તાપથી, ચિંતા વ્યાકુળતાથી, ક્ષોભથી વધુ દુઃખી થાય છે. તેમજ અંતે તે જન્મમાં અનેક વિડંબનાથી વિનાશ પામે છે અને બીજા જન્મમાં નરકાદિને પામીને તે પ્રાણી સંસારને ઘણો દુરંત કરે છે. એ પ્રમાણે અાદાનના મૃષા દ્વારથી દુ:ખ હેતુવ કહ્યું. હવે ઉપસંહાર કરતા કહે છે - . ઉક્ત દોષવાળા બધાં લોકોથી ઉપેક્ષણીય થાય છે. કોઈપણ સંબંધીના ચાવખંભથી રહિત થાય. આ ઉપલક્ષણથી મૈથુનરૂપ આશ્રવ છે. સગીને તે પ્રસિદ્ધ હોવાથી સાક્ષાત તેને કહેલ નથી. અથવા રૂપસંભોગ પણ મિથુનકર્મત્વથી દેવોની જેમ મૈથુન જ છે. - x- એ પ્રમાણે આગળ પણ સ્ત્રીગત શબ્દાદિ સંભોગોનું મેયુનત્વ સંભવે છે. ઉક્ત અર્થનું નિગમન કરતાં કહે છે - રૂપાનુરક્ત મનુષ્યને ઉક્ત પ્રકારે જરાપણ સુખ ક્યાંથી હોય ? અતિ સર્વદા દુઃખ જ હોય. - - - આ પ્રમાણે રાગની અનર્થ હેતતા કહીને દ્વેષની પણ તેના અતિદેશથી કહે છે. જે પ્રમાણે રૂપમા અનુરક્ત કહ્યા તે પ્રમાણે જ હેપવાળા પણ ઉત્તરોત્તર દુખ સમૂહરૂપ પરંપરાને પામે છે તથા પ્રદુષ્ટએટલે પ્રકર્ષથી દ્વેષયુકત ચિત્ત જેનું છે. તેવા પ્રકારનો તે કર્મોને બાંધે છે. તે કર્મો શુભ પણ હોઈ શકે તેથી કહે છે - તે કમ વિપાક અસ્થતિ અનુભવકાળમાં દુ:ખહેતુક આભવમાં અને પરભવમાં પણ થાય છે. અશુભ કર્મોપચય હિંસાદિ આશ્રવ સાથે અવિનાભાવી સંબંધવાળા છે. એ રીતે આના વડે તેનો હેતુ પણ કહ્યો. આ પ્રમાણે રાગદ્વેષના અનુર્ધારણમાં દોષને જણાવીને, તેના ઉદ્ધરણનો હેતુ પણ કહે છે - રૂપથી વિરક્ત ઉપલક્ષણથી અદ્વિષ્ટ મનુષ્ય શોકરહિત થઈને તેના નિબંધનકર્તા રાગ-દ્વેષનો અભાવવાળો થતો હોવાથી અનંતર કહેલા અનંતર દુઃખોના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.009080
Book TitleAgam 43 Uttaradhyayana Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 43, & agam_uttaradhyayan
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy