SearchBrowseAboutContactDonate
Page Preview
Page 598
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૫ ૩૨/૧૫૬ થી ૧૨૬૬ શસ્યાસન જ મનિને પ્રશસ્ત છે, તેમ ગણધરાદિ વડે પ્રશંસા કરાયેલ છે. તેથી તેનો જ આશ્રય કરવો જોઈએ. આના સમર્થનને માટે જ સ્ત્રીઓનું દુરતિક્રમવ કહે છે - (૧૨૬3) મુક્તિના અભિલાષીને પણ, ચતુર્ગતિ રૂપ સંસારથી ભય પામેલા તે સંસારભીરુને, શ્રતધમદિમાં સ્થિત હોય તો કંઈ દુસ્તર દુરાતિક્રમ આ લોકમાં નથી. જે પ્રમાણે સ્ત્રીઓ નિર્વિવેક ચિત્તવાળા અજ્ઞાનીને દુતર છે. અહીં દુસ્તરત્વનો હેતુ બાલમનોહર૫ણું છે. તેથી સ્ત્રીઓના અતિ દુરતરત્વને જાણીને તેના પરિહાર કરવા વડે વિવિક્ત શય્યા અને આસન જ કલ્યાણકારી છે. - જો સ્ત્રીસંગના અતિક્રમને માટે આ ઉપાય ઉપદેયો છે, તો બાકીના સંગના અતિક્રમણાર્થે કેમ કંઈ ઉપદેશ કરતા નથી? તે કહે છે - (૧૨૬૪) સ્ત્રી વિષયક સંબંધોનું ઉલ્લંઘન કરવાથી બાકીના દ્રવ્ય આદિ સંગો ઉલ્લંધિત જ છે. બધાં સંગો રાગરૂષપણામાં સમાન હોવા છતાં આ બધામાં સ્ત્રીસંગ જ પ્રધાનપણે છે. તેનું ષ્ટાંત કહે છે જો કોઈ સ્વયંભૂરમણ સમુદ્રને પાર કરી દે, તો તેને વીતિશયના યોગથી ગંગા સમાન મહાનદી પાર કરવી સરળ છે. તેમ સ્ત્રી સંગના પરિહારથી બીજા સંગોને તજવાનું સરળ છે. - X- ૪ - રાગના પરાજય માટે શા માટે આ પ્રમાણે ઉપદેશ કરેલ છે? તેવી આશંકા કરીને રાગના દુઃખ હેતુત્વને દશવિ છે. (૧૨૬૫) કામ - વિષયો, તેમાં અનુગૃદ્ધિ • સતત અભિકાંક્ષા, અનુભવ, અનુબંધ ઇત્યાદિ. તે કામગૃદ્ધિથી ઉત્પન્ન દુ:ખ કે અસાતા લોકના બધાં પ્રાણીગણને છે. તે દુ:ખ કેવું છે? કાયિક - રાગ આદિ, માનસિક - ઇષ્ટ વિયોગાદિથી જન્ય. આ બંને દુ:ખનો અંત વીતરાગતા - કામાનુગૃદ્ધિના ચાલી જવાથી થાય છે. તેવું કહેલ છે. “કામ' સુખરૂપ પણે જ અનુભવાય છે, તો શા માટે કામાનુગૃદ્ધિથી ઉત્પન્ન દુખ એમ કહેલ છે ? (૧૨૬૬) જેમ કિંપાક - વૃક્ષ વિશેષ, તેના ફળો મનોમ - હૃદયંગમ અને આસ્વાધ, રુચિર રક્તાદિ વર્ણવાળા, સુગંધવાળા હોય છે છતાં તેના ભોગવતા જીવિતનો અંત લાવે છે. તે અધ્યવસનાદિથી કે ઉપક્રમ કારણોથી વિનાશ કરવાને માટે સમર્થ છે. તેથી તે જીવિત - આયુને વિપાક અવસ્થા પ્રાપ્ત કરવામાં - મરણાંત દુઃખદાયીતામાં સમર્થ છે. આ ઉપમાથી સમજાવે છે કે કામગુણો કિપાક ફળ સમાન છે, વિપાક - ફળ પ્રદાન કાળમાં. કિંપાક ફળની માફક આ કામભોગો પણ ભોગવતી વેળા મનોરમ છે, પણ વિપાક અવસ્થામાં તે નરકાદિ દુર્ગતિના દુખ આપવા પણાથી અત્યંત દારુણ જ છે. તેથી દેખાવમાં મનોરમ હોવાથી ભલે સુખદાયી દેખાય, પણ પરિણામે અન્યથા ભાવવાળા જ છે. ફિ9/10] Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.009080
Book TitleAgam 43 Uttaradhyayana Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 43, & agam_uttaradhyayan
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy