SearchBrowseAboutContactDonate
Page Preview
Page 592
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨/૧૨૪૩. ૧૩૯ ક્ષણ. • x- તેમાં અહીં આરંભ ક્ષણ રૂપ અંત પરિગ્રહણ કરીએ છીએ. તથા અત્યંત - અનાદિ કાળ જેનો છે, તે આ અત્યંત કાળ. સહ મૂલે -- કષાય અવિરતિ રૂપથી વર્તે છે તે સમૂલક. સંપૂર્ણ દુઃખમય સંસાર, અહીં અસાતાને જ દુઃખરૂપે ગ્રહણ કરવી. આ પક્ષમાં મૂળ રાગ અને દ્વેષ, તેને પ્રકર્ષથી છોડે છે તે પ્રમોક્ષ, તે આત્માના દુઃખના અપગમ હેતુ છે. હવે તેનું પ્રતિપાદન કરે છે. અથવા પ્રમોક્ષ - દૂર કરવું તેને કહેનારના, પ્રતિપૂર્ણ ચિત કે વિચારો વડે સાંભળો. એકાગ્ર - એક આલંબનના અર્થથી ચિત્તનો ભાવ તે ધ્યાન. અને તે ધર્મ આદિ ધ્યાન, એકાંત હિતકર છે. હિરા - તત્ત્વથી મોક્ષ જ છે. • સૂત્ર - ૧૨૪૮ - સંપૂર્ણ જ્ઞાનના પ્રકાશનથી માન અને મોહના પરિહારથી, રાગઢષના પૂર્ણ ક્ષયથી - જીવ એકાંત સુખરૂપ મોક્ષને પ્રાપ્ત કરે છે. • વિવેચન - ૧૨૪૮ - Sાકાં - આભિનિબોધિકાદિના, સંપૂર્ણ અને પાઠાંતથી અવિતથના પ્રભાસન અર્થાત્ નિર્મલીકરણ વડે. આના વડે જ્ઞાનાત્મક મોક્ષ હેતુ કહ્યો. અજ્ઞાન - મતિ જ્ઞાનાદિ, મોહ - દર્શન મોહનીય. આ અજ્ઞાન અને મોહનો પરિહાર. મિથ્યાશ્વત શ્રવણ અને કુદષ્ટિ સંગ પરિત્યાગદિ વડે કરવો. આના વડે તેને જ સમ્યગદર્શન રૂપ કહ્યો. તથા ઉત્તરૂપ રાગ-દ્વેષના વિનાશથી, તેના જ ચાસ્ત્રિપણાનું અભિધાન છે. રાગ દ્વેષના જ કષાયરૂપત્નથી તેના ઉપઘાતકત્વનું અભિધાન છે. તેનો આ અર્થ છે - સમ્યગદર્શન જ્ઞાન ચારિત્ર વડે એકાંત સુખ એવો મોક્ષ પ્રાપ્ત કરે છે. આ દુઃખના પ્રમોક્ષના અવિનાભાવીથી ઉપલક્ષિત છે. . જ્ઞાનાદિ વડે દુ:ખનો પ્રમોક્ષ છે, આનો પ્રાપ્તિ હેતુ શો છે? • સૂત્ર - ૧૨૪૯ • ગુરુજનો અને વૃદ્ધોની સેવા કરવી, અજ્ઞાની લોકોના સંપર્કથી દૂર રહેવું, સ્વાધ્યાલ કરવો, એકાંતમાં નિવાસ કરવો, સૂત્ર અને અર્થનું ચિંતન કરવું, વૈર્ય રાખવું. એ દુઃખોથી મુક્તિનો ઉપાય છે. • વિવેચન - ૧૨૪૯ - આ જે અનંતર મોક્ષ ઉપાય કહ્યો. અનંતર કહેવાનાર માર્ગની પ્રાપ્તિનો હેતુ, જે યથાવત્ શાસ્ત્રાભિધાયક ગુરુ અને શ્રુત કે પયયાદિ વૃદ્ધ છે તેની સેવા - પર્યાપાસના કરવી. આ ગુરુકૂળવાસનું ઉપલક્ષણ છે. તેમાં જ્ઞાનાદિ સુપ્રાપ્ય થાય છે. • x- Xગુરફળવાસ હોવાથી કુસંસર્ગ થતો જ નથી. પાર્થસ્થાદિનો વિશેષથી પરિહાર કરવો. કેમકે તેનો અલ્પ પણ સંગ મહાદોષના નિબંધનત્વથી અભિહિત છે. તેનો પરિવાર કર્યા પછી પણ સ્વાધ્યાય તત્પરતા વિના જ્ઞાનાદિની પ્રાપ્તિ ન થાય. સ્વાધ્યાય અર્થે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.009080
Book TitleAgam 43 Uttaradhyayana Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 43, & agam_uttaradhyayan
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy