SearchBrowseAboutContactDonate
Page Preview
Page 585
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૨ ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ • વિવેચન - ૧રર૭ થી ૧૨૪૫ - (૧૨૨૩) એક સ્થાનથી વિરતિ અર્થાત્ વિરમવું, ઉપરમવું તે. ધારણ કરે અને એકમાં પ્રવર્તન કરે આને જ વિશેષથી કહે છે - હિંસાદિ રૂપ અસંયમથી નિવૃત્તિ અને પરિહાર રૂપ સંયમમાં પ્રવૃત્તિ કરે. (૧૨૨૮) રાગ અને દ્વેષ એ પાપ - કોપાદિ પાપ પ્રકૃતિરૂપપણાથી પાપકર્મ - મિથ્યાત્વ આદિને પ્રવતવેિ છે. જે ભિક્ષ કથંચિત ઉદિત એવા તેના પ્રકારનું નિરાકરણ કરવા વડે સદા તિરસ્કાર કરે છે, તે મંડલમાં રહેતો નથી. અથત ભ્રમણ કરતો નથી. મંગલ શબ્દથી આતુરંત સંસારનું ગ્રહણ કરવું. અહીં મુક્તિ પદની પ્રાપ્તિ એ હેતુ છે. તેમ આગળ પણ જાણવું. (૧૨૨૯) દંડાય છે અર્થાત્ ચારિત્ર વડે ચર્યાના અપહારથી પસાર કરાય છે, આત્મા જેના વડે તે દંડ- દુપ્રણિહિત માનસાદિ રૂપ તે મનોદંડાદિ. - x- તેની ત્રિક તે મનોદંડ, વયનદંડ, કાયદંડ રૂ૫, તથા ગુરુ - લાભના અભિમાનથી ધમતા ચિત્તવાળો અથવા તેવા અધ્યવસાયયુક્ત તે ત્રણ ગૌરવ - બદ્ધિ ગૌરવ, રસ ગૌરવ, શાતા ગૌરવ રૂપ. જેના વડે પ્રાણીને પીડા થાય, શત્રિત થાય તે શલ્યો, તે માયા, નિદાન અને મિથ્યાત્વશલ્ય રૂપ છે. આ ત્રણે ત્રિકને જે ભિક્ષુ ત્યજે છે, તે સંસામાં ન ભમે. (૧૨૩૦) દિવ્ય - હાસ્ય, દ્વેષ, વિમર્શ, પૃથફ, વિમાત્રા વડે દેવે વિહિત એવા સામીપ્યથી ઉત્પન્ન કરાયેલા તે દિવ્ય ઉપસર્ગો તથા તિર્યંચના - ભય, દ્વેષ, આહાર હેત, બચ્ચાના માળાના સંરક્ષણ હેતુથી કરાયેલા તે તિર્યંચ કૃત ઉપસર્ગ, માનુષ્યોના - હાસ્ય, પ્રદ્વૈષ, વિમર્શ કુશીલ, પ્રતિસેવનરૂપ નિમિત્તથી કરાતા માનુષી ઉપસર્ગો તેમજ આત્મ સંવેદનીય ઘટ્ટન, પ્રપતન, સ્તંભન આદિ તે જે ભિક્ષ સહન કરે (૧૨૩૧) વિરુદ્ધ કે વિરૂપા જે કથા, તે સ્ત્રી, ભોજન, જનપદ અને રાજાના ભેદથી ચાર પ્રકારે હોય છે. કષાય - ક્રોધ, માન, માયા, લોભ રૂપે છે. સંજ્ઞા - આહાર, ભય, મૈથુન, પરિગ્રહ રૂપે છે. ચાર ધ્યાનમાં આર્ત અને રૌદ્ર બે લેવાના. તેને જે ભિક્ષુ પરિહરે છે. (૧૨૩૨) વ્રત- હિંસા, અસત્ય, તેય, બ્રાહા, પરિગ્રહની વિરતિરૂ૫. ઇંદ્રિયશબ્દ, રૂપ, રસ, ગંધ, સ્પર્શ, સમિતિ - પાંચ ઇર્યાદિ. ક્રિયા - કાયિકી, અધિકરણિકી, પ્રશિકી, પારિતાપનિકી, પ્રાણાતિપાત રૂપ. જે ભિક્ષુ યથાવતુ પરિપાલનથી વ્રત અને સમિતિમાં યત્ન કરે છે. ઇંદ્રિયોના અર્થોમાં માધ્યસ્થ રહે છે અને ક્રિયાનો પરિહાર કરે છે તેo (૧૨૩૩) લેશ્યા - છ, કાય • પૃથ્વી આદિ છે, આહારના કારણો છે તેમાં જે ભિક્ષ યથાયોગનિરોધ - ઉત્પાદન રક્ષા અનુરોધ વિધાનથી યન કરે (૧ર૩૪) આહાર ગ્રહણ વિષયક અભિગ્રહરૂપ સંસૃષ્ટકદિમાં અનંતર આધ્યાનમાં કહેલા સાત લેવી. સાત ભય-ભય મોહનીસથી ઉત્પન્ન આત્મા પરિણામની ઉત્પતિ નિમિત્તપણાથી, ઇહલોભય આદિ સાતમાં જે ભિક્ષ પહેલામાં ઉપયોગવાનું થાય, ભયને ન કરીને સંસારમાં ન ભમે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.009080
Book TitleAgam 43 Uttaradhyayana Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 43, & agam_uttaradhyayan
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy