SearchBrowseAboutContactDonate
Page Preview
Page 578
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦/૧૨૦૨ થી ૧ર૧ર ૧૨૫ કોળીયો લેવો. તેનાથી જે જૂન ભોજન કરે. આ પ્રમાણે દ્રવ્યથી જે ભોજન તે ઉણોદરી કહેવાય છે. તેમાં જઘન્યથી એક સિક્યુ ઓછું લેવું. જધન્યથી એકથી આઠ કોળીયા ઓછો આહાર કરે, ઉત્કૃષ્ટથી બાર કે તેથી વધુ કોળીયા ઓછો આહાર કરે. બીજી રીતે અલ્પાહાર, અપાઈ, દ્વિભાગ આદિ ઉણોદરી જાણવી. ક્ષેત્રથી ઉણોદરી કહે છે - નામ - ગુણોને ગ્રસે છે તે અથવા જ્યાં અઢાર પ્રકારના કરો વિધમાન છે તે ગામ, નગર - જેમાં કર નથી તે. રાજarot - રાજા વડે ધારણ કરાય અને રાજાનું પીઠિકા. નિગમ • જ્યાં અનેક વિધ ભાંડનો વેપાર થાય, ઘણાં વણિજોનો નિવાસ છે તે. આકાર- ખાણ, સોના આદિનું ઉત્પત્તિ સ્થાન. પલ્લી - જેમાં દુકૃત કરનારા લોકો ધારણ કરાય છે કે પાલન કરાય છે તે. અથવા ગહન વૃક્ષાદિમાં આશ્રિત પ્રાંતજનોનો નિવાસ, ખેટ - જેમાં શત્રુઓને ત્રાસ પહોંચાડાય છે તે અથવા ધૂળના પ્રકારોથી પરિક્ષિત. કબૂટ - કુનગર, દ્રોણમુખ - નાવ એ મુખ જેનું છે છે. અથવા જળ અને સ્થળનો નિર્ગમ પ્રવેશ પત્તન • જેમાં ચારે દિશાથી લોકો આવે છે, તે પતન, તેમાં જળપાન અને સ્થળપતન બંને હોય છે. મડંબ - બધી દિશામાં અઢી યોજન સુધી જ્યાં ગામ હોતું નથી તેવું સ્થળ. અાશ્રમ - ચોતરફથી જયાં તપ કરાય છે તે આશ્રમ. અથવા તાપસ, આવસથાદિને આશ્રીને જે પદને સ્થાનને આશ્રમપદ કહે છે. વિહાર - ભિક્ષ નિવાસ કે દેવગૃહ. સંનિવેશ - યાત્રાદિથી આવેલા લોકોનો આવાસ સમાજ - પથિકોનો સમૂહ, ઘોષ - ગોકુળ. ઉચ્ચ ભૂમિભાગે ચતુરંગ બલ સમૂહ રૂપ સૈન્યની છાવણી. સાર્થ - ગણિમ, પરિમાદિથી ભરેલ વૃષભાદિનો સંઘાત, જ્યાં એકઠો થયેલ હોય તે, કોટ્ટ- પ્રાકાર. આ સમાજ આદિ બધાં તે અહીં ક્ષેત્ર' કહેલ છે. વાS - વાટ કે પાટક અથવા વૃત્તિ વરંડો આદિથી પરિક્ષિમ ગૃહ સમૂહ રૂપ. રચ્યા - શેરી, ગલી, આવી વિવાથી નિયત પરિમાણવાળું જે છે, તેને ક્ષેત્ર કહેવાય છે, તેમાં ભિક્ષાર્થે ચટન કરે. * ** ** હવે બીજી રીતે ક્ષેત્ર ઉણોદરીતાને કહે છે :- પોષio ઇત્યાદિ. અહીં પરંપરા એવી છે કે પેડા • તે પેટીની જેમ ચતુષ્કોણ હોય. અદ્ધપS1 • અર્ધ સંસ્થિત ઘરની પરિપાટી, ગોમુદ્રિકા • વક્ર આવલિકા, પતંગવિથી - પતંગીયાના ઉડવા સમાન અનિયત. શંબુકાવર્ત - શંખના આવાd માફક. તે પણ બે ભેદે છે - બાહ્ય શબૂકાd અને અત્યંતર બંધૂકાવર્ત. તથા આયરલ - સ્વ : પ્રત્યારાસ - અહીં આયત એટલે દીર્ઘ - લાંબે જઈને નિવ. (શંકા) અહીં ગોચર રૂ૫ત્વથી ભિક્ષાચર્યાત્વ છે. તેમાં અહીં ક્ષેત્ર ઉણોદરી કઈ રીતે થઈ?” મારે ઉણોદરીતા છે” એ પ્રમાણે અવધારે તો તેમાં કંઈ દોષ નથી. - ક- પૂર્વે ગ્રામાદિ વિષયના અને આગળ કાલ આદિ વિષયનો નિયતપણાનો અભિગ્રહ કરીને ભિક્ષાચર્યા કરવાથી તે ઉણોદરીકા થાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.009080
Book TitleAgam 43 Uttaradhyayana Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 43, & agam_uttaradhyayan
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy