SearchBrowseAboutContactDonate
Page Preview
Page 558
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯/૧૧૪૫ ૧૦૫ મારે ન કરવા એવા પ્રકારના ધર્મ પ્રતિ ઉત્સાહિત થાય, પૂર્વે બાંધેલ પાપકમોંને નિર્જરા પ્રતિ લઈ જાય છે - વિનાશ કરે છે અથવા પાપ કર્મ એટલે જ્ઞાનાવરણ આદિને અપૂર્વ અનુપાર્જન વડે મોક્ષને માટે ઉધત થાય છે. પૂર્વબદ્ધ કર્મોની નિર્જરણા કરે છે. • સૂત્ર - ૧૧૪૬ - ભગવાન ! સંભોગ પ્રત્યાખ્યાનથી જીવને શું કામ થાય છે? સંભોગ પ્રત્યાખ્યાનથી પરાવલંબનાદિનો ક્ષય કરે છે. નિરાલંબનને આરતાર્થ યોગો થાય છે. સ્વર્યના લાભથી સંતુષ્ટ થાય છે. પરલાભને આસ્વાદનો નથી, તેથી કલ્પના - હા કે પ્રાર્થના કરતો નથી. અભિલાષા કરતો નથી. તેમ ન કરતો તો તે, બીજી સુખશય્યાને પામીને વિચરણ કરે છે. • વિવેચન • ૧૧૪૬ - વિષયનિવૃત્ત ક્યારેક સંભોગ પ્રત્યાખ્યાન વાન સંભવે છે. તે કહે છે - સં એટલે સ્વ પર લાભ મળવા રૂપથી ભોગ તે સંભોગ અર્થાત એક મંડલીમાં ભોજનાદિ કરવા. તેનું પ્રત્યાખ્યાન - ગીતાર્થ અવસ્થામાં જિનકલ્યાદિ અમ્યુધિત વિહારની પ્રતિપત્તિથી પરિહાર તે સંભોગ પ્રત્યાખ્યાન, તેના વડે ગ્લાનાદિને તિરસ્કારીને, સદા ઉધતત્વથી વીચારને જ અવલંબે છે. નિરાલંબનને મોક્ષ કે સંયમ જ પ્રયોજન હોવાથી તે આયતાર્થિક વ્યાપારવાળા થાય છે. તથા પોતાના લાભથી નિરભિલાષ થાય છે. બીજાના લાભની કલ્પના, સ્પૃહા, પ્રાર્થના કે અભિલાષા કરતા નથી. તેમાં કલ્પના એટલે મનમાં આ મને આપે તેવા વિકલ્પો. સ્પૃહા - તેની શ્રદ્ધાથી આત્માનું આવિકરણ, પ્રાર્થના - વયન વડે “મને આપો” તેવી યાચના. અભિલાષા - તેની લાલસાપૂર્વકની વાંછા. અથવા આ બધાં એકાઈક શબ્દો છે. એવા પ્રકારના ગુણોને જે પામે છે, તેને જ ઉક્તનો અનુવાદ કરતા કહે છે - બીજાના લાભની આશા ન કરતો, ન આસ્વાદતો, ન ભોગવતો. કલાના આદિ ન કરતો બીજી સુખશા પામીને વિચરે છે. બીજી સુખ શય્યા એટલે - તે મુંડ થઈને ગૃહ છોડી શણગારિતાથી પ્રવજિત થઈને પોતાને મળતા લાભથી સંતુષ્ટ રહે. બીજાના લાભને ન આસ્વાદે, ન વિકલ્પ ન સ્પૃહા ન કરે, ન પ્રાર્થે, ન અભિલાષા કરે અને તેમ ન કરતો મનમાં રાગ દ્વેષ ન પામે, ન વિનિઘાત પ્રાપ્ત થાય. - *-- • સૂત્ર - ૧૧૪૭ - ભગવન 1 ઉપાધિ પ્રત્યાખ્યાનથી જીવને શું પ્રાપ્ત થાય છે? ઉપધિ પ્રત્યાખ્યાનથી જીવ આપતિમયને પામે. નિરપબિક જીત નિકાસ થાય, ઉપધિના અભાવમાં સંકલેશ ન પામે. • વિવેચન - ૧૧૪૭ - સંભોગ પ્રત્યાખ્યાનવાળાને ઉપાધિ પ્રત્યાખ્યાન પણ સંભવે છે, તે કહે છે. તેમાં ઉપધિ એટલે ઉપકરણ. તેમાં હરણ અને મુહપત્તિ સિવાયની વસ્તુનું પ્રત્યાખ્યાન કે “મારે તે ગ્રહણ ન કરવું” એ પ્રમાણે નિવૃત્તિ રૂપ ઉપાધિ પ્રત્યાખ્યાન તેનાથી પરિમલ્થ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.009080
Book TitleAgam 43 Uttaradhyayana Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 43, & agam_uttaradhyayan
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy