SearchBrowseAboutContactDonate
Page Preview
Page 523
Loading...
Download File
Download File
Page Text
________________ ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/3 વળી બીજું જે કોઈ ગુરુ- આચાર્યાદિથી ફુલવાલક માફક પ્રતિકુળ છે, શબલ ચાસ્ત્રિના યોગવાળા છે, ગુરુ આદિને અસમાધિ કરાવનાર છે. તેથી જ તે પાપી કલહ કરવાના સ્વભાવવાળા છે, સદનુષ્ઠાન પ્રતિ પ્રેરવા છતાં લડવાને ઉભા થઈ જાય છે, તેઓ સર્વાના શાસનમાં “ખલુંક' જ કહેવાય છે. તથા પિશન છે. તેથી જ બીજાને ઉપતાપ કરે છે, વિશ્વસ્ત લોકોએ કહેલ રહસ્યનો ભેદ કરે છે, બીજાનો કોઈને કોઈ પ્રકાર અભિભાવ - પરાભવ કરે છે. યતિકૃત્યોથી કંટાળી ગયેલા છે અથવા જે ઉપદેશવાક્ય રૂપથી નિર્ગત છે તેવા નિર્વચનીય છે, તેથી માયાવી છે. તેમને સર્વજ્ઞના શાસનમાં શઠ કહેલા છે. આવા ખલુંકો હોય છે. • નિર્યુક્તિ - ૪૯૯ - તેથી આવા દોષવાળા ખલુંક ભાવને છોડીને બુદ્ધિમાન પુરુષ કે સ્ત્રીએ વર્તવું જોઈએ. મતિ-બુદ્ધિ વડે સળ ભાવવાળા થવું જોઈએ. નામ નિષ્પન્ન નિક્ષેપ કહ્યો. હવે સબને કહે છે - • સૂત્ર - ૧૦૫૯ - ગાર્સ મુનિ સ્થવિર, ગણધર અને વિશારદ હતા. ગુણોથી યુક્ત હતા, ગણિભાવમાં સ્થિત હતા અને સમાધિમાં પોતાને જોડેલા હતા. • વિવેચન - ૧૦૫૯ - ધર્મમાં અસ્થિરને સ્થિર કરે છે તે સ્થવિર, nણ - ગણ સમૂહને ધારણ કરે છે • આત્મામાં અવસ્થાપિત કરે છે, તે ગણધર. ગાર્ચ - ગર્ગ ગોત્રમાં થયેલ, મુનિ - સર્વસાવધવિરતિને જાણનાર, વિશારદ - સર્વ શાસ્ત્રોમાં કે સંગ્રહ- ઉપગ્રહમાં, અફીણ - આચાર્યના ગુણોથી કે આચાર, શ્રત સંપદા વડે વ્યાસ. ગષ્ટાભાવ - આયાર્યપણામાં સ્થિત. સામાથિ - સમાધાન તે બે ભેદે - દ્રવ્યથી અને ભાવથી. તેમાં દ્રવ્ય સમાધિ, જેના ઉપયોગથી સ્વાધ્ય થાય છે. ભાવ સમાધિ તે જ્ઞાનાદિ, તેના ઉપયોગની અનુપમ સ્વાધ્યયોગથી થાય. તેથી અહીં ભાવ સમાધિ ગ્રહણ કરેલ છે. તેથી સમાધિ કર્મોદયથી ત્રુટિતને પણ તે શિષ્યો સંઘટ્ટ કરે છે. સમાધિને ધારણ કરીને આ શિષ્યોને ઉપદેશ કરે છે. તે કહે છે - • સૂત્ર - ૧૦૬૦ - વાહનને સમ્યફ વહન કરનાર બળદ જેમ કાંતારને સુખપૂર્વક પાર કરે છે. તે જ રીતે યોગમાં સંલગ્ન મુનિ સંસારને પાર કરી જાય છે, વિવેચન - ૧૦૬૦ - જેના વડે ભાર વહન કરાય તે ગાડું, તેમાં જોડેલ જાણવો. સમ્યક પ્રવર્તમાન, આગળ ખલુંકનું ગ્રહણ કરવાનું હોવાથી અહીં વિનીત બળદ. આદિ લીધા. વાહક અરણ્યને સુખપૂર્વક સ્વયં જ અતિક્રમે છે- પાર કરે છે. આ દષ્ટાંત છે. તેનો ઉપનય છે • સંયમ વ્યાપારમાં પ્રવર્તમાન આચાદિથી પ્રવર્તકને સંસાર સ્વયં અતિકમિત થાય છે. આ યોગવહનની અશઠતા છે. તે જ પૂર્વે અધ્યયનના અર્થપણાથી ઉપવર્ણિત છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.009080
Book TitleAgam 43 Uttaradhyayana Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 43, & agam_uttaradhyayan
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy