SearchBrowseAboutContactDonate
Page Preview
Page 514
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬/૧૦૧૯ થી ૧૦૨૧ પણ કહી. પાદચૂન, તેના કાળપણાથી છે, તે જણાવે છે. • સૂત્ર - ૧૦૨૨ - જેઠ, અષાઢ, શ્રાવણમાં છ અંગુલ, ભાદરવા આદિ કણમાં આઠ અંગલ, મૃગશિર આદિ અણમાં દશ ગલ અને ફાગણ આદિ ત્રણમાં આઠ અંગુલ વૃદ્ધિ કરતાં પ્રાંતિલેખન પોરસનો સમય થાય છે. • વિવેચન - ૧૦૨૨ - સૂકાઈ કહેલ છે. વિશેષ વૃત્તિ આ છે • પ્રતિલેખન અર્થાત ઉક્ત કાળને પ્રતિલેખના કાળ જાણવો. તેની સ્થાપનાનું ચત્ર મૂળવૃત્તિમાં જોવું. આ પ્રમાણે દિનકૃત્ય જણાવીને રાત્રિમાં શું કરવું તે કહે છે - • સૂત્ર • ૧૦૨૩, ૧૦૨૪ - વિચક્ષણ ભિક્ષુ સાત્રિના પણ ચાર ભાગ કરે. તે ચાર ભાગોમાં ઉત્તરગુણોની આરાધના કરે... પહેલાં પ્રહરમાં સ્વાધ્યાય, બીજામાં ધ્યાન, ત્રીજામાં નિંદ્રા, ચોથામાં ફરી સ્વાધ્યાય કરે, ૦ વિવેચન - ૧૦૨૩, ૧૦૨૪ - માત્ર દિવસમાં જ નહીં, રાત્રિમાં પણ બીજી પરિસિમાં ધ્યાન ધ્યાવે. સૂત્રના સ્માર્થ રૂપ અથવા પૃથ્વી, વલય, દ્વીપ, સાગર, ભવન આદિનું ધ્યાન કરે. ત્રીજી પોરિસીમાં નિદ્રામોક્ષ કરે અથતિ સુવે. સામાન્ય અર્થથી વિચારતા પહેલા અને છેલ્લા પ્રહરમાં જાગરણ જ કરે. - શયનવિધિ આ પ્રમાણે છે - બહુ પ્રતિપૂર્ણ પરિસિમાં ગુરની પાસે જઈને કહે છે - હે ક્ષમાશ્રમણા હું ચાપનીયતા અને નૈષધિથી પૂર્વક મસ્તક વડે વંદન કરવાને ઇચ્છ છે. પોરિસિ ઘણી પ્રતિપૂર્ણ થઈ છે, સત્રિ સારા માટેની મને અનુજ્ઞા આપો. ત્યારે પહેલા કાયિકી ભૂમિમાં જાય છે. ત્યાર પછી જ્યાં સંતારક ભૂમિ છે, ત્યાં જાય છે પછી ઉપધિને ઉપયોગીપૂર્વક પ્રમાર્જે છે, ઉપધિની દોરી છોડે છે. પછી સંથારો, ઉત્તરપટ્ટો પડિલેહીને બંનેને એકત્ર કરી ખોબામાં રાખે છે, પાછી સંથારા ભૂમિ પ્રમાજો છે પછી સંથારાને પહોળો કરી, ઉત્તરપટ્ટા સહિત પાથરે છે. પછી ત્યાં રહીને મુહપત્તિથી ઉપરની કાયાને પ્રમા છે. અધોકાયાને રજોહરણથી પ્રમાર્જે છે વસ્ત્રોને ડાબા પડખે રાખે છે. પછી સંથારા ઉપર બેસીને બોલે છે - ની રહેલ જ્યેષ્ઠ આય! અનુજ્ઞા આપો. પછી ત્રણ વખત સામાયિક સૂત્ર બોલીને સુવે છે. સંથારાની અનુજ્ઞા આપો. કેવી રીતે? બાહુનું ઓશીકુ કરે, ડાબા પડખે સૂવે, કુકડીની જેમ પગ પ્રસારે, જો તેમ ન કરી શકે તો ભૂમિની પ્રાર્થના કરે. સંદંશક • સાંધા સંકોચે ત્યારે પ્રમાજે ઉદ્વર્તન કરે ત્યારે કાયાની પ્રતિલેખના કરે. જ્યારે જાગે ત્યારે દ્રવ્યાદિનો ઉપયોગ કરે, પછી શ્વાસને નિરોધીને આલોકન કરે. હવે સત્રિના ચોથા ભાગના પરિજ્ઞાનનો ઉપાય દશાવીને સમસ્ત યતિકૃત્ય કહે છે - For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.009080
Book TitleAgam 43 Uttaradhyayana Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 43, & agam_uttaradhyayan
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy