SearchBrowseAboutContactDonate
Page Preview
Page 476
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩ ૨૮૨૮ થી ૮૩૧ યથાજાત રૂપમાં રથનેબએ જોયા. તે ભગ્નાશિત થયા પછી રાજીમતીએ પણ તેમને જોયા. (૮૩) ત્યાં એકાંતમાં તે સંતને જોઈને ડરી ગયા. ભયથી કંપતા પોતાની બંને ભ્રમથી શરીર આવૃત્ત કરી બેસી ગયા. • વિવેચન ૮૨૮ થી ૮૩૧ - રાજીમતી પ્રજિત થયા પછી ત્યાં દ્વારકાપુરીથી ઉજ્જયંત પર્વતે જતા હતા. શા માટે? ભગવંતના વંદનાર્થે. વૃષ્ટિ વડે તેણીના વસ્ત્રો અને પોતે પણ આખા ભીના થઈ ગયા કયાં? માર્ગમાં વરસાદ ચાલુ જ હતો પ્રકાશ ચાલ્યો ગયો હતો. મધ્યમાં કોઈ ગુફા આવી. ત્યાં રાજીમતી અસંયમથી બચવા રહ્યા. તેના કપડા આદિ વસ્ત્રો વિસ્તાર છે. તેનાથી વસ્ત્ર વિહિન દશામાં થઈ ગયા. એવા સ્વરૂપે તેણીને જોઈને રથનેમિ નામે મુનિ સંયમથી ભગ્ન પરિણામી થઈને તેણીના ઉદાર રૂપને જોઈને તેણીની અતિ અભિલાષા જન્મતા પરવશમનવાળા થયા. પછી રાજીમતીએ પણ તેમને જોયા. અંધકાર પ્રદેશને કારણે તેઓ પ્રથમ પ્રવેશેલા છતાં દેખાયા ન હતા. અન્યથા એકાકી સાધુ - સાધ્વીને વર્ષો હોય તો પણ તે રીતે પ્રવેશવું ન કલ્પે તેમ જણાવે છે. તેણી ડર્યા કે ક્યાંક આ મારો શીલભંગ કરશે. કેમકે ગુફામાં તેણીએ પણ રથનેમિને જોયા. તુરંત જ બંને હાથ પોતાના સ્તનો ઉપર મર્કટબંધની માફક વીંટી દીધા. શીલભંગના ભયથી કંપતી એવી તેણી આશ્લેષાદિ પરિહારાર્થે બેસી ગયા. • સૂત્ર - ૮૩ર થી ૮૩૪ - (૮૩૨) ત્યારે સમુદ્રવિજયના ગજાત તે રાજપુર રામતીને ભયભીત અને કાંપતી જોઈને આવા વચનો કહ્યા. (૮૩૩) હે ભદ્રા હું રસ્થાનેમિ છું. હે સુંદરી ચારુભાષિણી તું મને સ્વીકાર. હે સુતા તને કોઈ પીઝ નહીં થાય. (૩૪) નિશ્ચિત મનુષ્યજન્મ રાતિ દુર્લભ છે. આવા આપણે ભોગ ભોગવીએ. પછી ભક્તભોગી થઈ જિનમાર્ગે દીક્ષિત થઈ. • વિવેચન - ૮૩ર થી ૮૩૪ - - પછી એનેમિ રાજપુત્રએ ડરતી કંપતી રાજીમતીને જોઈને કહ્યું - હું રથનેમિ છું. આના વડે પોતાનું રૂપવાન પણું આદિ અભિમાનથી પ્રકાશીને તેણીને અભિલાષા ઉત્પન્ન કરાવીને, વિશ્વાસ પમાડી બીજી શંકા નિવારવા પોતાનું નામ કહ્યું. હે સુતનુ! તું મને સેવ. તને કોઇ પીડા નહીં થાય. અર્થાત્ સુખના હેતુ વિષય સેવન કર. કેમકે પીડાની શંકાથી ભય થાય છે. આવ, મનુષ્ય જન્મ દુર્લભ છે. તે પામીને તેના ભોગલક્ષણ ફળને ભોગવીએ વૃદ્ધાવસ્થામાં ફરી દીક્ષા લઈશું. ત્યારે રાજીમતીએ શું કર્યું? • સુત્ર - ૮૩૫ થી ૮૨ - (૮૩) સંયમ પ્રત્યે ભરોલોગ તથા ભોગથી પરાજિત રથનેમિને જઈને તેણી સંwાંત ન થઈ. તેણીએ વરલી પોતાના શરીરને ફરી ઢાંકી દીધું. (૮૩૬) નિયમો અને વતોમાં સુશ્ચિત તે શ્રેષ્ઠ રાજકન્યાને જાતિ, કુળ અને શીલની રક્ષા કરતા, રથનેમિએ કહ્યું - For Private & Personal Use Only www.jainelibrary.org Jain Education International
SR No.009080
Book TitleAgam 43 Uttaradhyayana Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 43, & agam_uttaradhyayan
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy