SearchBrowseAboutContactDonate
Page Preview
Page 474
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૮૧૪ થી ૮૨૦ ૨૧ (૮૧૭) મનમાં આવા પરિણામ થતાં જ તેની યશોચિત અભિનિષ્ક્રમણને માટે દેવતા પોતાની ત્રાદ્ધિ અને પર્ષદા સાથે આવ્યા. (૮૧૮) દેવ અને મનુષ્યોથી પરિવરેલા ભગવાન શિબિકા રનમાં આરૂઢ થયા. દ્વારકાથી નીકળી રેવતક પર્વત ઉપર સ્થિત થયા. (૮૧૯) ઉધાનમાં પહોંચીને, ઉત્તમ શિબિકાથી ઉતરીને ૧૦૦૦ પુરુષો સહિત ચિત્રા નક્ષત્રમાં ભગવંતે નિષ્ક્રમણ કયુ. (૮ર૦) ત્યારપછી સમાહિત ભગવંતે તુરત પોતાના સુગંધગધિત અને ધુંધરાળા વાળનો સ્વયં પોતાના હાથો વડે પંચમુષ્ટિક લોચ કર્યા. • વિવેચન • ૮૧૪ થી ૮૨૦ - સારથીએ ઘણાં પ્રાણીના વિનાશ - હનનના અભિધેયને કહો. આ પ્રાણવિનાશન સાંભળી, જીવોમાં સકરણ ભગવંતે વિચાર્યું - મારા વિવાહના પ્રયોજનમાં ભોજનાર્થપણાથી આ બધાં હણાશે. આટલા બધાં જીવોનું હનન થાય તો તે પાપ હેતુક હોવાથી પરલોકમાં મારું કલ્યાણ થશે નહીં. અહીં ભવાંતરમાં પરલોકમાં ભીરુત્વના અત્યંત અભ્યાસપણાથી આ પ્રમાણે ભગવંતે વિચાર્યું અન્યથા ચરમ શરીર પણાથી અને અતિશય જ્ઞાનીત્વથી ભગવંતને આવા પ્રકારે વિચારવાનો અવસર ક્યાંથી હોય? એ પ્રમાણે ભગવંતના પરિણામોને જાણીને, જીવોને મુક્ત કરાવવા વડે પરિતોષિત ભગવંત જે કર્યું, તે કહે છે - કટિસૂત્ર સહિત બાકીના બધાં આભરણો ઉતારીને સારથીને આપી દીધા. ત્યારે તેમના નિષ્કમાણના અભિપ્રાયને જાણીને ચારે નિકાયના દેવો ઔચિત્યને લીધે નીચે ઉતર્યા. તેઓ સમસ્ત વિભૂતિ સહિત, બાહ્ય-મધ્ય- અત્યંતર ૫ર્ષદા ગણેથી યુક્ત થઈ નિર્ણમાણનો મહિમા કરે છે. કોનો? ભગવંત અરિષ્ટનેમિનો. દેવોએ ઉતરકુર નામક શિબિકા રત્નની રચના કરી. પછી ભગવંત તેમાં આરૂઢ થઈને દ્વારકાપુરીથી નીકળ્યા અને રૈવતક - ઉજ્જયંત પર્વત પહોંચીને અટક્યા. સહસામ્રવનમાં પહોંચ્યા. ત્યાં શિબિકાથી ઉતરીને કે જે શિબિકા હજાર પુરષોથી વહન કરાતી હતી, તેમાંથી નિવૃત્ત થઈ શ્રામાયનો સ્વીકાર કર્યો ક્યારે? ચિત્રા નક્ષત્રમાં, કઈ રીતે? સ્વભાવથી જ સુરભિગંધી, કોમળ કુટિલ વાળને જલ્દી પોતાના હાથેથી જ પાંચ મુષ્ટિ વડે લોચ કર્યો. સમાધિમાન એવા ભગવંતે “મારે સર્વ સાવધ ન કરવું' એ પ્રમાણે પ્રતિજ્ઞા કરી. • ૪• x-, એ પ્રમાણે ભગવંતે ધ્વજ્યા સ્વીકારતા - • સુત્ર - ૮૨૧ થી ૮૨૩ - (૮૨૧) વસુદેવ કૃષ્ણ એ દેશ અને જિતેન્દ્રિય ભગવંતને કહ્યું • હે દમીશ્ચય તમે તમારા અભીષ્ટ મનોરથને શીદ પ્રાપ્ત કરો. (૮૨૨) આપ જ્ઞાન, દર્શન, સાત્રિ, ક્ષમા અને નિલભતા દ્વારા વર્તમાન થાઓ. (૨૩) આ પ્રકારે બલરામ, કેશવ, દશાહ સાદવ અને બીજા ઘણાં લોકો અરિષ્ટનેમિને વંદના કરી દ્વારકાપુરી પાછા ગયા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.009080
Book TitleAgam 43 Uttaradhyayana Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 43, & agam_uttaradhyayan
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy