SearchBrowseAboutContactDonate
Page Preview
Page 449
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૨ ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ મોહ - મિથ્યાત્વ, હાય આદિ રૂપ કે અજ્ઞાન ગ્રહણ કરાય છે. આત્મા વડે ગત તે આત્મગુમ - કાચબાની જેમ સંકુચિત સર્વાગ વાળા, આના વડે પરીષહ સહન ફરવાનો ઉપાય કહેલ છે. સંયત પૂજા કે ગહમાં સંગ ન ધારણ કરે. તેમાં અનુન્નત કે અવનતત્વ એટલે કે પૂજામાં ઉન્નત ન થાય, ગહમાં અનિત ન થાય. પૂર્વવત્ અભિરુચિનો નિષેધ જાણવો. પણ તે બાજુમાવ - આર્જવતાને અંગીકાર કરીને સંયત સમ્યગ દર્શનાદિ રૂપ વિરત થઈને વિશેષથી નિર્વાણ માગને પ્રાપ્ત કરે છે. - ત્યાર પછી તે ત્યારે શું કરે છે? તે કહે છે - સંયમ અસંયમ વિષયમાં અરતિ-સતિને સહન કરે. તેનાથી બાધિત ન થાય. તે અરતિરતિસહ. સંસ્તવ - પૂર્વ કે પશ્ચાત્ સંસ્તવ રૂપ અથવા વચન સંવાસ રૂપ ન કરે. કોની સાથે? ગૃહસ્થો સાથે. પ્રધાન એવો જે સંયમ મુક્તિના હેતુ પણાથી જેને છે તે પ્રધાનવાન અથવા પરમ પુરુષાર્થવાન થાય. પરમાર્થ એટલે મોક્ષ, તે જેના વડે જણાય તે પરમાર્થ પદો - સમ્યગ દર્શનાદિ, તેમાં અવિરાધક્તાથી રહે. છિન્ન શોક અથવા છિન્ન સ્રોત છે તેવો. શ્રોત એટલે મિથ્યાદર્શન આદિ છેદેલા છે જેણે તે છિન્ન શ્રોતા. તેથી જ અમમ અને અકિંચન છે. અહીં આ સંયમના વિશેષણો છે. • *- ૪- તથા વિવિક્તલયન અર્થાત્ સ્ત્રી આદિ રહિત ઉપાશ્રય રૂ૫. નિરુપલેપ - ભાવથી આસકિત રૂપ ઉપલેપ વર્જિન, દ્રવ્યથી પણ તે માટે ઉપલિપ્ત નહીં લેવા. સંસ્કૃત - બીજાદિ વડે અભિવ્યાપ્ત, તેથી જ નિર્દોષતાથી મુનિ વડે આસેવિત છે. - x x ફરી ફરી પરીષહ “સ્પર્શન' નામે છે તે અતિશય જણાવવાને માટે છે. તેનાથી સમુદ્રપાલ મુનિ કેવા પ્રકારના થયા? સમુદ્રપાલ મુનિ શ્રુતજ્ઞાન વાળા થયા. યથાવત કિયાકલાપથી મુક્ત થયા. શોભન એવા અનેક રૂપ જ્ઞાનો - સંગ ત્યાગ, પર્યાય ધર્મ યિ, તત્ત્વાદિનો અવબોધ, તેના વડે યુક્ત થયા. ધર્મ સંચય - ક્ષમા આદિ યતિ ધર્મનો સમૃદય. અનુસાર જ્ઞાન - કેવળ જ્ઞાન, તેને ધારણ કરવાથી અનુત્તર જ્ઞાનધર થયા. - x x x- X-. તેથી જ યશસ્વી, અંતરિક્ષમાં સૂર્યની જેમ પ્રકાશ કરતા, જેમ આકાશમાં સૂર્ય અવભાસે છે, તેમ આ ઉત્પન્ન કેવલજ્ઞાનથી અવભાસે છે. હવે અધ્યયનના અર્થનો ઉપસંહાર કરતાં તેનું ફળ કહે છે - • સૂત્ર - ૯૬ • સમુદ્રપાલ મુનિ પુન્ય પાપ બંનેને ખપાવીને, સંયમમાં નિશ્ચલ અને સર્વથા વિમુક્ત થઈને સમુદ્ર જેવા વિશાળ સંસાર પ્રવાહને તરીને પુનરાગમન સ્થિતિમાં - મોક્ષમાં ગયા. - તેમ હું કહું છું. . • વિવેચન - ૯૬ - બે ભેદે - ધાતિકર્મ અને ભવોમગ્રાહી કર્મના ભેદથી, પુન્ય પાપ- શુભ અશુભ For Private & Personal Use Only www.jainelibrary.org Jain Education International
SR No.009080
Book TitleAgam 43 Uttaradhyayana Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 43, & agam_uttaradhyayan
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy