SearchBrowseAboutContactDonate
Page Preview
Page 418
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૬૩૮થી ૬૫૭ ૧૯૧ ભોગી થઈને ધર્મનું આચરણ કરજે, • વિવેચન - ૬૩૮ થી ૬૫૭ - વીસે સૂકો સુગમ છે. વિશેષ એ કે - તે બલશ્રી જેનું બીજું નામ મૃગાપુત્ર છે તે યુવરાજને તેના માતા-પિતા કહે છે કે શ્રામાણ્ય દુશ્વર છે. તેમાં પ્રામાણ્યને ઉપકારક હજારો ગુણો આત્મામાં સ્થાપવા જોઈએ. અર્થાત વ્રતગ્રહણ કરવા જોઈએ. કેવા ગુણ? ભિક્ષ સંબંધી ગુણો ધારવા જોઈએ. સર્વ જીવો પ્રતિસગ હેપમાં તુચતા તે સમતા, શત્રુ અને મિત્ર એટલે કે અપકારી - ઉપકારીમાં ઉદાસીનતા. આના વડે સામાયિક કહ્યું. પ્રથમ વ્રત રૂપ પ્રણાતિપાતથી વિરતિ જાવજીવ માટે દુરનુચર છે. પ્રમત્તનું ગ્રહણ કર્યું કેમ કે નિદ્રાદિ પ્રમાદવશ જીવ જ મૃષા પણ બોલે. સતત ઉપયુક્ત રહેવું કેમકે અનુપયુક્તને અન્યથા પણ ભાષણ સંભવે છે. આ બધું દુષ્કર છે. • - • આના વડે બીજા વ્રતની દુકરતા કહી. દંત શોધન અર્થાત્ અતિ તુચ્છ વસ્તુ પણ અનવધ, એષણીય અને અપાયેલી જ લેવી, તેનાથી ત્રીજા વ્રતની દુષ્કરતા કહી. ઉક્ત રૂપ કામ ભોગ, તેનો આસ્વાદ અથવા શૃંગારાદિ સ તે કામ ભોગ રસને જાણવો. કેમ કે તેનાથી અજ્ઞને તેનો બોધ ન હોવાથી તેના વિષયની અભિલાષા જ ન થાય તથા સારી રીતે પણ થાય. આના વડે ચોથા વ્રતની દુષ્કરતા કહી. પરિગ્રહ - હોય તો સ્વીકારવું, તેનું વર્જન કર્યું. તથા બધાં પણ જે આરંભ- દ્રવ્યોત્પાદન વ્યાપાર તેનો પરિત્યાગ, આના વડે નિરાકાંક્ષાપણું અને નિર્મમત્વા કહ્યું બધે જ મારાપણાની બુદ્ધિનો પરિહાર. આના વડે પાંચ મહાવ્રતની દુક્કરતા કહી. નરકાદિમાં જે જોડે છે તે સંનિધિ - વૃતાદિને ઉરિતકાળ અતિક્રમીને રાખી મૂકવા. તેનો જે સંચય તે સંનિધિ સંચય. તેને વર્જવો પણ દુષ્કર છે. આના વડે છઠ્ઠા વ્રતની દુષ્કરતા કહી સુધા ઇત્યાદિ પરીષહોં બતાવ્યા. અહીં દંશ-મશકથી તેના વડે ખવાતા ઉત્પન્ન થયેલ દુઃખાનુભવરૂપ વેદના. દુઃખ શય્યા-વિષમ કે ઉનૃતત્વાદિ દુઃખ હેતુ વસતિ. તાડના - હાથ વડે મારવું, તર્જના - આંગળી ઘુમાવવી આદિ, વઘ * ચાલુકાદિ પ્રહાર, બંધ - મયૂબંધ આદિ, તે રૂપ પરીષહ. યાચના આ બધામાં દુ:ખ છે. - - કપોત - પક્ષી વિશેષ તેની જે વૃત્તિ - નિર્વાહનો ઉપાય. જેમ તે નિત્ય શક્તિ થઈને કણ-કીટકાદિના ગ્રહણમાં પ્રવર્તે છે. એ પ્રમાણે ભિક્ષુ પણ એષણા દોષની આશંકાથી ભિક્ષાદિમાં પ્રવર્તે તે દુરનુચર હોવાથી કાયરોના મનને વિદારતી હોવાથી દારણ કહી. ઉપલક્ષણ થકી બધાં ઉત્તરગુણો લેવા. બ્રહાચર્યવ્રતની દુર્ધરતા જે ફરીથી કહી છે તે તેના અતિ દુષ્કરત્વને જણાવવા માટે છે. હવે ઉપસંહાર કહે છે - સાતાને ઉચિત તે સુખોચિત, સુકુમાર - અકઠિન દેહ, સુમતિ - સારી રીતે સ્નાન કરેલ. તેથી તું અનંતર કહેલ ગુણના પાલનમાં સમર્થ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.009080
Book TitleAgam 43 Uttaradhyayana Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 43, & agam_uttaradhyayan
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy