SearchBrowseAboutContactDonate
Page Preview
Page 414
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯/૬૧૮, ૬૨૨ ૧૮૩ ચરમ ભવધારી હતો. તે રમ્ય એવા નંદન નામક પ્રાસાદમાં નંદિત થતાં હૃદયથી પ્રમદાઓની સાથે દોર્ટુગક દેવની માફક ક્રીડા કરતો હતો. તેમાં કોઈ દિવસે પ્રાસાદતલ ઉપર રહેલા તેણે નગરના માર્ગ ઉપર ગુણ સમગ્ર એવા મુનિને જોયા. રાજપથ ઉપર જતાં તે સંયત શ્રમણને જોયા, જે તપ-નિયમ-સંચમના ધારક, શ્રુતસાગરના પારગ અને ધીર હતા. ત્યારે તે રાજપુત્રને શ્રમણને અનિમેષ દૃષ્ટિથી જોતો વિચારે છે કે - મેં પૂર્વ જન્મમાં આવું રૂપ ક્યાંક જોયું છે. એ પ્રમાણે અનુચિંતન કરતાં ત્યાં જ સંજ્ઞિજ્ઞાન ઉત્પન્ન થયું. મેં પણ પૂર્વ ભવમાં આવું શ્રામણ્ય પાળેલ છે, તે જાણ્યું, ગાથાર્થ કહ્યો. વિશેષ એ કે કૃમિા ્ - ચિત્ત સ્વાસ્થ્યવાળા, ચરમ ભવધારી - પર્યન્ત જન્મવર્તી, ઉશંદમાણ - પ્રબળતાથી આનંદને પામતા મનવાળો, રુન્દ - વિસ્તીર્ણ, ગુણ - ઋજુત્વ, સમત્વ આદિ, સમગ્ર - પરિપૂર્ણ આ બધાં વડે ભાવભિક્ષુત્વ બતાવ્યું - × – x - જાતિ સ્મરણ થયા પછી શું કર્યું? • સૂત્ર - ૬૨૩ • વિષયોથી વિરક્ત અને સંયમમાં અનુરક્ત મૃગાપુત્રએ માતાપિતાની સમીપ આવીને આ પ્રમાણે કહ્યું “ • વિવેચન - ૬૨૩ વિષય - મનોજ્ઞ શબ્દાદિમાં આસક્તિ ન કરતાં, સંયમમાં રક્ત થઈને માતાપિતા પાસે આવીને હવે કહેવાનાર આ વચનો કહ્યા - - . • સૂત્ર - ૬૪ મેં પાંચ મહાવ્રતોને સાંભળેલા છે, નરક અને તિર્યંચ યોનિમાં દુઃખ છે. હું સંસાર રૂપ સાગરથી નિર્વિ થઈ ગયો છું. હું પ્રવ્રજ્યા ગ્રહણ કરીશ. હે માતા! મને અનુજ્ઞા આપો. • વિવેચન - ૬૨૪ - અન્ય જન્મમાં મેં સાંભળેલ છે, હિંસા વિરમણ આદિ પાંચ સંખ્યક મહાવ્રતો છે. તથા નરકમાં અસાતા છે, તે અહીં જ કહેવાશે. તિર્યંચ યોનિમાં પણ દુઃખ છે, ઉપલક્ષણથી દેવ અને મનુષ્ય ભવમાં પણ દુઃખ છે. તેથી શું? તે કહે છે - હવે હું અભિલાષથી પ્રતિનિવૃત્ત થયેલો છું. શેનાથી? સંસારરૂપ મહાસમુદ્રથી. જો એમ છે, તેથી મને અનુમતિ આપો. કે હું પ્રવ્રજ્યા લઈશ. અમ્મા - પૂજ્યતરત્વથી અને વિશિષ્ટ પ્રતિબંધપણાથી માતાને આમંત્રણ છે. જેથી ભવિષ્યનું દુઃખ ન આવે અથવા તે દુઃખ આવે તો તેને પ્રતિકાર કરવા કહ્યું. હું તો ઉભયથી વિજ્ઞ છું. તો શા માટે દુઃખ પ્રતીકારના ઉપાય રૂપ મહાવ્રત રૂપ પ્રવજ્યાને સ્વીકારીશ. આ જ અર્થને નિર્યુક્તિકાર કહે છે નિયુક્તિ - ૪૧૭ + વિવેચન - તે મૃગાપુત્ર બોધિલાભ - જિનધર્મ પ્રાપ્તિરૂપને પામીને, માતા-પિતાના પગે વંદન કરીને કહે છે - આ આત્માને મુક્ત કરાવવાની મને અભિલાષા છે. તેને માટે હું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.009080
Book TitleAgam 43 Uttaradhyayana Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 43, & agam_uttaradhyayan
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy