SearchBrowseAboutContactDonate
Page Preview
Page 389
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૨ ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ • વિવેચન - ૫૧ - પૂર્વાસ્મિન - ગૃહસ્થ અવસ્થા કાળમાં, રતા - સ્ત્રી આદિ સાથે વિષય અનુભવ રૂપ પૂર્વરત. સ્ત્રી આદિ સાથે પૂર્વકાળમાં રમણ કરેલ તે પૂર્વ ક્રિીડિતનું અનુચિંતન ન કરે તે નિર્ગળ્યું છે. હવે સાતમું સ્થાન - • સૂત્ર - ૫૧૮ - જે પ્રણિત અથવા સયુક્ત પૌષ્ટિક આહાર કરતો નથી, તે નિગ્રન્થ છે. એમ કેમ? આચાર્ય કહે છે - જે રસયુક્ત પૌષ્ટિક ભોજન, પાન કરે છે, તે બ્રહ્મચારી નિગ્રન્થને બ્રહાસના વિષયમાં શંકા, કાંક્ષા કે વિચિકિત્સા ઉત્પન્ન થાય છે, બ્રહ્મચર્યનો વિનાશ થાય છે, ઉન્માદ ઉત્પન્ન થાય છે, દીર્ઘકાલિક રોગાતક થાય છે અથવા તે કેવલી પ્રરૂપિત ધર્મથી થાય છે. તેથી નિન્જ પ્રણિત આહાર ન કરે. • વિવેચન - ૫૧૮ - પ્રારા - ગલત બિંદુ, ઉપલક્ષણથી બીજાં પણ અત્યંત ધાતુ પુષ્ટિકારક અશનાદિ આહારનો ભોક્તા થતો નથી તે નિર્ગળ્યું છે. પ્રણિત પાન-ભોજનને છોડવા તે અહીં પાન ભોજનનું ગ્રહણ એટલા માટે કરેલ છે, કેમકે સાધુ દ્વારા મુખ્યતાએ તેનો આહાર થાય છે, અન્યથા ખાધ, સ્વાધ પણ વર્જનીય કહ્યા હોત. હવે આઠમું સ્થાન - • સૂત્ર : ૫૧૯ - જે અતિ માત્રાથી પાન ભોજન કરે છે, તે નિબ્ધ છે. એમ કેમ ? આચાર્ય કહે છે - જે અતિ માત્રાથી ખાય-પીએ છે, તે બ્રહ્મચારી નિન્થને બહાસર્ષના વિષયમાં શંકા, કાંક્ષા, વિલિકિત્સા ઉત્પન્ન થાય છે અથવા જહાચર્યનો વિનાશ થાય છે, ઉન્માદ ઉત્પન્ન થાય છે, દીર્ધકાલિક રોગાતક થાય છે અથવા તે કેવલી પ્રરૂપિત ધર્મથી ભ્રષ્ટ થાય છે. તેથી નિર્મળ અતિમાત્રામાં ન ખાય - પી. • વિવેચન - પદ - માત્રાથી અતિરિક્ત, તેમાં માત્રી - પરિમાણ. તે પુરુષને બત્રીશ કોળીયા અને સ્ત્રીઓને અઢાવીશ કોળીયા હોય છે. તેનાથી અધિક આહાર ભોગવતા ન હોય તે નિર્ગસ્થ કહેવાય છે. હવે નવમું સ્થાન - • સૂત્ર - પ૨૦ • જે શરીરની વિભષા કરતો નથી. તે નળ્યું છે. એમ કેમ ? આચાર્ય કહે છે - જે વિભૂષા નિમિત્તે શરીરની વિભૂષા કરે છે, તેથી તે સ્ત્રીજનોને અભિલાષણીક થાય છે. તેથી સ્ત્રીઓ દ્વારા કચ્છતા તે બ્રહાયારીના બ્રહ્મચર્યમાં શંકા, કાંક્ષા, વિચિકિત્સા થાય છે. તેના બ્રહ્મચર્યનો વિનાશ થાય છે, ઉન્માદને પામે છે, દીર્ઘકાલિક રોગાતક ચાલે છે અથવા કેવલિ જ્ઞમ ઘર્મશી ભ્રષ્ટ થાય છે. તેથી નભ્યોએ વિભૂષા અનુપાતી થવું ન જોઈએ, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.009080
Book TitleAgam 43 Uttaradhyayana Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 43, & agam_uttaradhyayan
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy