SearchBrowseAboutContactDonate
Page Preview
Page 374
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪/૪૮૨ થી ૪૮૯ ૧૪૩ તે પ્રમાણે વિષયો વડે પીડિત ન થવા માટે સંયમની આસેવના કરીએ. પછી શું? જેમ હાથી સાંકળ આદિના બંધનને છેદીને પોતે વિંધ્ય અટવી પ્રતિ જાય છે, એ પ્રમાણે તમે પણ કર્મબંધનોને હણીને કમરહિત થઈને શુદ્ધ થઈ, જ્યાં આત્માનું અવસ્થાન છે, તે મુક્તિમાં જઈને રહે. આના વડે પ્રસંગથી દીક્ષાનું ફળ કહ્યું. એ પ્રમાણે ઉપદેશ આપીને નિગમન કરતાં કહે છે - હે પ્રશસ્ય ભૂપતિ ઇષકાર! જે મેં કહ્યું છે તે હિતકારી છે, તે મેં સ્વબુદ્ધિથી કહેલ નથી,પણ સાધુની પાસેથી અવધારેલ છે. એ પ્રમાણે તે વચનો સાંભળીને પ્રતિબદ્ધ થયેલ રાજાએ શું કર્યું? • સૂત્ર - ૪૯૦, ૪૬૧ - વિશાળ રાજ્યને છોડીને, દુન્યજય કામભોગને તજીને, તે રાજ અને રાણી પણ નિર્વિષય, નિરામિષ, નિઃસ્નેહ અને નિયરિગ્રહી થઈ ગયા... ધર્મને સમ્યફ જાણીને, ઉપલબ્ધ શ્રેષ્ઠ કામગુણોને છોડીને, બંને યથોપદિષ્ટ ઘોર તપ સ્વીકારીને સંયમમાં ઘોર પરાક્રમી બને. • વિવેચન ૪૯૦, ૪૫૧ - વિસ્તીર્ણ રાષ્ટ્રમંડલ કે રાજ્યને છોડીને, ઉક્તરૂપ કામભોગો જે દુષ્યપરિહાર્ય છે. તે શબ્દાદિ વિષય વિરહિત બને, તેથી નિરામિષ થયા. અથવા દેશથી વિરહિત, રાષ્ટ્રનો પરિત્યાગ અને કામભોગના ત્યાગથી આસક્તિના હેતુથી વિરહિત થયા. તેથી નિસ્નેહાદિo - પ્રતિબંધ સહિત, પરિગ્રહ સહિત, અવિપરીત શ્રત ચાત્રિ રૂપ ધર્મને જાણીને વિશેષથી સમજીને શબ્દાદિ કામગણોને છોડીને, અનશનાદિ તપને સ્વીકારીને, જે પ્રકારે તીર્થકસદિ વડે કહેવાયેલ છે. તે અતયત દુરનુચર ઘોરકર્મ કરી. ધર્મવિષયક સામર્થ્ય રૂપ તે રાણી - રાજા તે પ્રમાણે જ કર્યું. હવે ઉપસંહાર - • સૂત્ર - ૪૯૨ થી ૪૯૪ એ પ્રમાણે તે બધાં ક્રમશઃ બદ્ધ થયા. ધર્મપરાયણ થયા, જન્મ અને મૃત્યુના ભયથી ઉદ્વિગ્ન થયા, તેથી જ દુઃખનો અંતગવેષી થયા. જેમણે પૂર્વ જન્મમાં અનિત્યાદિ ભાવનાઓથી પોતાનો આત્મા ભાવિત કરે છે. તે બધા રાજ, રાણી, બ્રાહ્મણ, પુરોહિત, તેની પત્ની અને તેના બંને પુત્રો વીતરાગ અé¢ શાસનમાં મહોને દૂર કરી થોડાં સમયમાં જ દુઃખનો અંત કરીને મુક્ત થઈ ગયા - એ પ્રમાણે હું કહું છું. વિવેચન - ૪૯૨ થી ૪૯૪ - આ પ્રકારે અનંતર કહેવાયેલા એવા છ એ પણ અભિહિત પરિપાટીથી તત્ત્વોને જાણીને, સર્વ ધર્મ એકનિષ્ઠ થઈને, પરંપરાથી ધર્મ જેને છે તે પરંપરધમ, તે કહે છે - સાધુના દર્શનથી બંને કુમારો, કુમારના વચનથી તેના માતા-પિતા, તેના અવલોકનથી કમલાવતી, ત્યારપછી પરંપરાએ રાજાને ધર્મપ્રાપ્તિ થઈ. જન્મ અને મૃત્યુના ભયથી ઉદ્વિગ્ન થઈને અસાતાનો અંત, તેના ગવૈષક થયા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.009080
Book TitleAgam 43 Uttaradhyayana Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 43, & agam_uttaradhyayan
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy