SearchBrowseAboutContactDonate
Page Preview
Page 283
Loading...
Download File
Download File
Page Text
________________ ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/૨ * અહીં ગોદાન એ યાગાદિનું ઉપલક્ષણ છે. ઘણાં લોકોએ આચરેલ છે એ પ્રમાણે સંયમના પ્રશસ્યત્વને કહીને યોગાદિનું સાવધત્વ અર્થથી બતાવેલ છે. વળી - x પશુવધમાં કઈ રીતે અસાવધતા હોય ? તથા દાનાદિ પણ અશનાદિ વિષયક ધર્મોપકરણ ગોચર છે તે ધર્મને માટે વર્ણવેલ છે. - x - ૪ - બાકીના સુવર્ણ, ગોભૂમિ આદિ પ્રાણીની હિંસાના હેતુપણાથી સાવધ જ છે, ભોગોનું સાવધત્વ સુપ્રસિદ્ધ છે. તે પ્રમાણે પ્રાણિપ્રીતિ કરવાપણું આદિ અસિદ્ધ હેતુ છે. કેમકે જે સાવધ છે, તે પ્રાણીપ્રીતિકર નથી. જેમ હિંસાદિ સાવધ અને યાગાદિ છે. * સૂત્ર - ૨૬૯, ૨૭૦ - * - * - આ અર્થને સાંભળીને દેવેન્દ્રએ નમિ રાજર્ષિને આમ કહ્યું હે મનુજાધિપ ! તું ગૃહસ્થાશ્રમને છોડીને જે બીજા આશ્રમની ઇચ્છા કરો છો તે ઉચિત નથી. અહીં રહીને જ પૌષધવ્રતમાં અનુરસ્ત રહો. . ♦ વિવેચન - ૨૬૯, ૨૩૦ - આ પ્રમાણે જિનધર્મમાં સ્વૈર્યને અવધારીને પ્રવ્રજ્યા પ્રતિ આ દૃઢ છે કે નહીં તેની પરીક્ષા કરવા શક્રએ આ પ્રમાણે કહ્યું - અત્યંત દુનુચર એવા આ આશ્રમ છે, સ્વ-પર પ્રયોજન અભિવ્યાપ્તિથી ખેદ અનુભવે છે, એમ કરીને ગૃહસ્થ ધર્મ, તે જ અલ્પ સત્વવાળાથી દુષ્કરપણે છે તેમ કહ્યું. કેમકે ગૃહસ્થાશ્રમ સમાન ધર્મ ન હતો, ન થશે. તેને શૂર મનુષ્યો પાળે છે. કાયરો પાખંડનો આશ્રય લે છે. તેને છોડીને - ત્યાગ કરીને બીજા કૃષિ પશુપાલન આદિ અશક્ત કાયર જન વડે અતિ નિંદિતની ઇચ્છા કરે છે. કોને ? પ્રવ્રજ્યા રૂપ આશ્રમને. તમારા જેવાને આ કાયર જેવું આયરણ કરવું ઉચિત નથી. તો શું ઉચિત છે ? તે કહે છે - આ જ ગૃહાશ્રમમાં રહેવું. પૌષધ ધર્મની પુષ્ટિ કરે તે વ્રત વિશેષ, તેમાં આસક્ત, તે પૌષધરત અર્થાત્ અણુવ્રત આદિ વાળા થાઓ. આનુ ઉપાદાન પૌષધ દિનોમાં અવશ્ય ભાવથી તપ-અનુષ્ઠાન ખ્યાપક છે. - - - માટે હૈ રાજન્ ! અહીં ગૃહસ્થ પદથી હેતુને કહ્યાં, તેથી જે જે ઘોર છે, તે - તે ધર્માર્થીએ કરવું જોઈએ, જેમકે - અનશન આદિ. માટે આ ગૃહાશ્રમને અનુસરવો જોઈએ. ♦ સૂત્ર - ૨૧, ૨૭૨ - આ અર્થને સાંભળીને *--- નમિ રાજર્ષિએ દેવેન્દ્રને કહ્યું - જે બાળ સાધક મહિને મહિને તપ કરી, પારણે કુશાગ્ર આહારને ખાય છે, તે સમ્યક્ ધર્મની સોળમી કલાને પણ પામી શકતો નથી. Jain Education International - • વિવેચન - ૨૭૧, ૨૭૨ - મહિને - મહિને એટલે પ્રતિમાસે, મહિને કે પખવાડીયે નહીં, જે કોઈ અવિવેકી પારણે તૃણ માત્ર ખાય, અર્થાત્ જેટલું કુશના અગ્ર ભાગે રહે તેટલું જ ખાય પણ અધિક નહીં અથવા કુશાગ્રથી ઓદનમાત્ર ખાય એટલા સાધકપણાથી વ્યવહાર કરનારો પણ એટલે કે આવો કષ્ટ અનુષ્ઠાયી પણ શોભન સર્વ સાવધવિરતિરૂપ પણાથી For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.009080
Book TitleAgam 43 Uttaradhyayana Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 43, & agam_uttaradhyayan
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy