SearchBrowseAboutContactDonate
Page Preview
Page 272
Loading...
Download File
Download File
Page Text
________________ માધ્ય. ૯ ભૂમિકા ૪૫ તેઓએ આ જીર્ણ વૃષભ બતાવ્યો. તેને જોઈને સજાને વિષાદ પ્રાપ્ત થયો. તે અનિત્યતાની વિચારણા કરતો બોધ પામ્યો. આ પ્રમાણે પ્રત્યેક બુદ્ધ - ૧ - “કરી ને જણાવ્યો. (૨) દુર્મુખ - આ તરફ પાંચાલ જનપદમાં કંપીલપુર નગર હતું. ત્યાં દુર્મુખ નામે રાજ હતો. તેણે ઇંદ્રધ્વજને જોયો. લોકો તેની પૂજા કરતા હતા. અનેક હજાર પતાકાઓ વડે તે મંડિત હતો, ખૂબ રમ્ય લાગતો હતો. રાજા પાછો ફરે છે, ત્યારે જુએ છે - એ ઇન્દ્રધ્વજ વિલુપ્ત છે. નીચે પડેલો છે, તે પણ મળ અને મૂત્રની મધ્યમાં. આ જોઈને દુર્મુખ રાજાને પણ વૈરાગ્ય ઉત્પન્ન થયો (આવી અનિત્યતા જગતમાં છે, તે પણ બોધ પામી ધ્વજિત થયો. એ પ્રત્યેકબુદ્ધ - ૨ - “મુંબ” ને વૃત્તિકારે સંક્ષેપમાં કહેલ છે. (3) નમિાજર્ષિ - આ તરફ વિદેહ જનપદમાં મિથિલા નગરીમાં નમિ રાજા હતો. તેને શરીરમાં દાહ ઉપડ્યો. સણીઓ ચંદનનો લેપ કરે છે. તે વખતે તેણીના વલયો અવાજ કરે છે. રાજા બોલ્યો “ મને આ કંકણનો આવાજ કાનમાં ભટકાય છે. સણીએ એક એક કરીને બધાં કંકણો કાઢી નાંખ્યા, માત્ર એક જ કંકણ રહેવા દીધું. તેણીને રાજાએ પૂછ્યું- હવે તે વલયોનો ખખડાટ કેમ સંભળાતો નથી? તેણી બોલી - કંકણો કાઢી નાંખ્યા. રાજા તે દુઃખથી આહત થઈને પરલોકાભિમુખ થઈને ચિંતવે છે - ઘણામાં દોષ છે, એકમાં દોષ નથી. જો આ રોગમાંથી મુક્ત થઈશ, તો પ્રવજ્યા સ્વીકારીશ. ત્યારે કારતક પૂર્ણિમા વર્તતી હતી, એ પ્રમાણે વિચારતા તે સુઈ ગયો. વહેલી પરોઢે એક સ્વપ્ર જોયું - શ્વેત નાગરાજ મેરુની ઉપર પોતાને આરૂઢ કરે છે, પછી નંદીઘોષના નાદથી વિબોધિત થયો - જામ્યો હર્ષિત અને સંતુષ્ટ થઈને વિચારે છે - અહો !પ્રધાન સ્વ. મેં જોયું. ફરી વિચારે છે કે આવો ગુણજાતીય પર્વત પૂર્વે જોયેલ છે, એમ વિચારતા તેને જાતિ સ્મરણ જ્ઞાન થયું. પૂર્વે મનુષ્યભવમાં શ્રામાણ્ય પાળીને તે પુષ્પોત્તર વિમાનમાં ઉત્પન્ન થયેલ હતો. ત્યાં દેવત્વમાં મેરુ પર્વત ઉપર જિનમહિમાદિ માટે આવેલ. એ પ્રમાણે પૂર્વભવ જોયો, તે બોધ પામ્યો દીક્ષા લીધી. એ પ્રમાણે પ્રત્યેષુદ્ધ - ૩ - નમિરાજર્ષિ કહ્યા. (૪) નખ્ખતી રાજા - આ તરફ ગાંધાર જનપદમાં પરપુર નામે નગર હતું. ત્યાં નગ્નતી નામે રાજા હતો. તે કોઈ દિવસે અનુયાત્રાએ નીકળ્યો. તેણે પુષિત થયેલ એવી આશ્રમંજરી જોઈ. તેણે તેમાંથી એક મંજરી તોડી. એ પ્રમાણે આખા લશ્કરે એક-એક મંજરી તોડી. છેલ્લે ત્યાં માત્ર ઝાડનું ઠંડુ રહ્યું. પાછો ફરતા સજાએ પૂછ્યું કે - તે આમ્રવૃક્ષ ક્યાં ગયું? અમાત્યએ કહ્યું કે- આ જ તે વૃક્ષ છે. રાજાએ પૂછ્યું- તો લાકડાનું છું કેમ થઈ ગયું? અમાત્ય બોલ્યો- તમે એક મંજરી લીધી, પાછળ બધાંએ તેમ કર્યું. રાજા વિચારે છે - આવી આ સજયની લક્ષ્મી છે. જ્યાં સુધી હદ્ધિ છે, ત્યાં સુધી શોભે છે. વૈરાગ્ય વાસિત થઈ રાજા બોધ પામ્યો, તે પણ પ્રવજિત થયો. આ પ્રમાણે પ્રત્યેકબુદ્ધ - ૪ નાગતિ કહો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.009080
Book TitleAgam 43 Uttaradhyayana Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 43, & agam_uttaradhyayan
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy