SearchBrowseAboutContactDonate
Page Preview
Page 270
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૩ અધ્ય. ૯ ભૂમિકા વનની અભિમુખ ચાલ્યો. લોકો તેની પાછળ પહોંચી ન શક્યા. બંને જ અટવીમાં પ્રવેશ્યા. રાજા વટવૃક્ષ જોઈને રાણીને કહે છે - આ વડની નીચેથી જશે. ત્યારે તું વડની શાખા પકડી લેજે. તેણીએ તે વાત સ્વીકારી, પણ શાખા પકડી ન શકી. રાજા હોશીયાર હતો. તેણે શાખા પકડી લીધી. તે શાખાએથી ઉતરીને આનંદરહિત થયેલો એવો ચંપાનગરીએ ગયો. તે રાણી પણ મનુષ્ય રહિત અટવીમાં હાથી વડે લઈ જવાઈ. તેટલામાં તેણીને તરસ લાગી, તેણીએ માહામોટું દ્રહ જોયું. ત્યાં ઉતરીને હાથી રમવા લાગ્યો. રાણી પણ ધીમેથી તળાવથી ઉતરી. દિશાને જાણતી નથી. એક જ દિશામાં સાગાર ભક્ત પ્રત્યાખ્યાન કરીને ચાલી. થોડે દૂર પહોંચી તેટલામાં તાપસે રાણીને જોઈ. તાપસે તેને અભિવાદિત કરીને પૂછ્યું - હે માતા ! આપ અહીં ક્યાંથી આવ્યા ? ત્યારે રાણી બોલી કે - હું ચેટક રાજાની પુત્રી છું. ચાવત્ હાથી વડે અહીં લવાઈ છું. તે તાપસ ચેટકનો સ્વજન હતો. તેણે રાણીને આશ્વાસિત કરતા કહ્યું - ડરશો નહીં. ત્યારે તેણીને વનના ફળો આપ્યા. એક દિશાથી અટવીમાંથી બહાર કાઢી. પછી કહ્યું - આ ખેડાયેલ ભૂમિ છે, અમે તેની ઉપર ન ચાલીએ, આ દંતપુરનો દેશ છે. અહીં દંતયક રાજા છે. (તમે પધારો) રાણી તે અટવીથી નીકળીને દંતપુર નગરમાં કોઈ સાધ્વીની પાસે જઈ પ્રવજ્યા લીધી. તેણીએ બધી વાત કરી પણ ગર્ભની વાત ન કરી. પછી જ્યારે જાણ્યું ત્યારે મહત્તરિકા પાસે જઈને આ વૃત્તાંત કહ્યો. બાળકને જન્મ આપ્યો. પછી નામની મુદ્રા અને બલરત્ન સહિત તેનો શ્મશાનમાં ત્યાગ કર્યો. પછી શ્મશાનના ચાંડાલે તેને ગ્રહણ કરીને, પોતાની પત્નીને આપ્યો. તે બાળકનું “અવકીર્ણક' એવું નામ રાખ્યું, તે પદ્માવતી આર્યાએ ચાંડાલણી સાથે મૈત્રી બાંધી. તે સાધ્વીને અન્ય સંયતીઓએ પૂછ્યું - તમારો ગર્ભ ક્યાં ? પદ્માવતી આર્યાએ કહ્યું કે - ગર્ભ મરેલો જન્મવાથી, મેં તેને ફેંકી દીધો. તે બાળક ત્યાં મોટો થવા લાગ્યો. ત્યારે બીજા બાળકો સાથે રમે છે. તે બાળક ત્યાં બીજા બાળકોને કહે છે કે - હું તમારો રાજા છું. તમારે મને કર આપવાનો. તેમને કહેતો કે મને તમે ખંજવાળો. ત્યારથી તે “અવકીર્ણક'' બાળકનું નામ “કંડૂ” કરી દીધું. તે બાળક તેની માતા સાધ્વી પ્રત્યે અનુરાગવાળો હતો. તે સાધ્વી પણ તેને લાડવા આપતા, જે ભિક્ષામાંથી પ્રાપ્ત થયા હોય. કરકંડૂ મોટો થયો, શ્મશાનની રક્ષા કરે છે. ત્યાં બે સાધુઓ તે શ્મશાનમાં કોઈક કારણથી આવી ગયા. તેટલામાં કોઈ વાંસની જાળીમાં વાંસનો દંડો જોયો. તે બે સાધુમાં એક દંડના લક્ષણ જાણતો હતો. તે બોલ્યો કે - જે આ દંડને ગ્રહણ કરશે, તે રાજા થશે. પણ પ્રતીક્ષા કરવી પડશે. કેમકે હજી ચાર આંગળ વધશે, ત્યારે તે યોગ્યલક્ષણ થશે. તે વાત માતંગપુત્રએ સાંભળી અને એક બ્રાહ્મણે પણ સાંભળી. ત્યાર પછી તે બ્રાહ્મણ અલ્પ સાગારિકે તેને ચાર આંગળ ખોદીને છેધો. તે પેલા બાળક (કરઠંડુ) એ જોયું. તેણે બ્રાહ્મણ પાસેથી દંડને છીનવી લીધો. તે બ્રાહ્મણે દંડ આપી દેવા કહ્યું. બાળક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.009080
Book TitleAgam 43 Uttaradhyayana Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 43, & agam_uttaradhyayan
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy