SearchBrowseAboutContactDonate
Page Preview
Page 266
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૨૨૨ ૩૯ પગલે તેનો ભ્રંશ સંભવે છે. અનંતર કહેલા કામભોગોમાં અભિરિત સ્વરૂપમાં રસ - અત્યંત આસક્તિરૂપ, તેનાથી વૃદ્ધ - તેની આકાંક્ષાવાળા તે કામભોગ સમૃદ્ધો અથવા રસ – પૃથક્ જ શૃંગારાદિ, ભોગનો અંતર્ગત છતાં તેનું પૃથક્ ઉપાદન, અતિગૃદ્ધિ વિષયતા જણાવવા માટે છે. તેઓ અસુરનિકાસમાં ઉત્પન્ન થાય છે. અતિ આવા તેઓ કંઈક ક્યારેક અનુષ્ઠાનથી અનુતિષ્ઠ છતાં પણ અસુરોમાં જ ઉપજે છે - ૦ પછી શું થાય ? • સૂત્ર - ૨૨૩ - ત્યાંથી ઉદ્ભવતન પણ તેઓ સંસારમાં ઘણો કાળ સુધી ભમે છે ઘણાં અધિક કર્મોથી લેવાવાને કારણે તેમને બોધિધર્મની પ્રાપ્તિ દુર્લભ છે. • વિવેચન - ૨૨૩ - અસુર નિકાયાથી નીકળીને બીજે અનુર્ગતિરૂપ વિપુલ કે વિસ્તીર્ણ સંસારમાં ભટકે છે. અથવા ઘણાં પ્રકારે ચોયશિી લાખમાં સાતત્યથી ભટકે છે - અનુસરે છે. અનંતાથી તે ઘણાં કમ -ક્રિયમાણપણાથી જ્ઞાનાવરણ આદિ ઘણાં કર્મોના લેપ અથતિ ઉપચય, તેના વડે લિસ અર્થાત્ ઉપચિત થઈને જિનધર્મની પ્રાપ્તિરૂપ બોધિ તેમને અતિશય દુપ્રાપ્ય થાય છે. - x x- જે કારણે આ ઉત્તરગુણ વિરાધનામાં દોષ છે, તે કારણે તેની આરાધનામાં પ્રયત્ન કરવો જોઈએ. (શંકા) આ દ્રવ્યશ્રમણો જાણવા છતાં પણ કેમ આવા લક્ષાણાદિ પ્રયોજે છે ? (સમાધાન) લોભથી, તેથી જ આકુલિત આત્મની દુપૂરતા કહે છે. • સૂત્ર - ૨૨૪ - પતિપૂર્ણ એ આ સમગ્ર ઊંક પણ જે ફક્ત એકને આપી દેવાય, તો પણ તે તેનાથી સંતુષ્ટ થશે નહીં. (કેમકે) આ આત્મા એટલો દુપુર છે. • વિવેચન • ૨૪ - પરિપૂર્ણ છતાં પણ, જે સુરેન્દ્રાદિ આપ્રત્યક્ષ જગત જે ધન - ઘાન્ય- હિરણ્યાદિ ભરેલ છે, તે આપી દે, ઘણાને શું કામ? કોઈ એકને જ કે જેણે કોઈકને કદાચિત આધિત કરેલ હોય, તેને આપી દે, તો પણ તે સંતુષ્ટ થશે નહીં. - “મને આટલું મળ્યું” એવી તુષ્ટિ પામશે નહીં. - x x- આવા કારણથી દુઃખે કરીને પૂરવા શક્ય તે દુપુર, એવા આ પ્રત્યક્ષ આત્મા છે એમની ઇચ્છા પરિપૂર્ણ કરવી અશક્ય છે. તે કેમ સંતોષ પામતો નથી, તેનો સ્વ સંવિદિત હેતુ કહે છે - • સૂત્ર • ૨૨૫ - જેમ લાભ થાય, તેમ લોભ થાય છે, લાભળી લોભ વધે છે. બે માસા સુવર્ણથી નિષ્પન્ન થનાર કાર્ય કરોડથી પણ પૂર્ણ ન થયું. • વિવન - ૨૨૫ • જે પ્રકારે અર્થની પ્રાપ્તિ થાય તે પ્રકારે લોભ - વૃદ્ધિની આકાંક્ષા થાય છે. તેનાથી શું ? લાભથી લોભ પ્રકર્ષથી વધે છે. અહીં વીસાથે લેવાં જેમ જેમ લાભ થાય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.009080
Book TitleAgam 43 Uttaradhyayana Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 43, & agam_uttaradhyayan
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy