SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૦ ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/૧ જ્યારે તે મિત્ર ઘેર આવ્યો, ત્યારે તેની પત્નીએ બતાવ્યું કે સ્થૂલભદ્ર આચાર્ય પધારેલ હતા. તેણે પૂછયું કે- સ્થૂલભદ્રએ કંઈ કહ્યું? સ્ત્રી બોલી - કંઈ નહીં, માત્ર આ સ્તંભની સામે હાથ દેખાડીને બોલ્યા કે - “આ અહીં છે, તે ત્યાં ભટકે છે” તે મિત્ર પંડિત હતો, તે સમજી ગયો કે અહીં અવશ્ય કંઈક છે. તેણે ખોદવાનું શરૂ કર્યું. તેટલામાં તેણે વિવિધ પ્રકારના રનોથી ભરેલો કળશ જોયો. આ રીતે તેમણે જ્ઞાન પરીષહને સહન ન કર્યો. બીજા સાધુઓએ આમ કર્યું ન જોઈએ. અહીં પ્રજ્ઞા અને અજ્ઞાનના ભાવ અને અભાવ વડે સૂત્રમાં પરીષહપણાથી ઉપવર્ણન છે, નિર્યુક્તિમાં અજ્ઞાન પરીષહમાં તે પ્રમાણે બંને ઉદાહરણનું ઉપવર્ણન કર્યું. અન્યત્ર પણ યથાસંભવ જાણવું હવે અજ્ઞાનથી દર્શનમાં પણ સંશયવાળો ક્યારેક થાય, તેથી દર્શન પરીષહને કહે છે - • સુત્ર - ૯૩, ૧૪. “નિરો જ પરલોક નથી, તારવીની શક્તિ પણ નથી, અથવા હું તૌ ઠગાયો છું” • એ પ્રમાણે સાધુ હિતાવે નહીં. “પૂર્વકાળમાં જિન થયા હતા, વર્તમાનમાં છે અને ભાવિમાં થા” - ઓનું જે કહે છે, તે જૂઠ બોલે છે, એ પ્રમાણે સાધુ વિચારે નીં. • વિવેચન - ૯૩, ૯૪. જન્માંતર નિત્યે વિધમાન નથી. કેમકે શરીર ભૂતચતુષ્કયુક્ત છે તે અહીં જ પડી રહેશે, અને ચૈતન્ય તો ભૂતધર્મભૂતપણાથી છે. તેના સિવાય પ્રત્યક્ષ તો આત્મા ઉપલભ્યમાન નથી. - તપો માહાભ્યરૂપ, કોની? તપસ્વીની. તે આમશૌષધ્યાદિ રૂપ છે, ઇત્યાદિ - X-X-X. તે પણ પ્રાપ્ત થતી નથી. તેથી આમ કહ્યું છે - અથવા - વિશેષ શું કહેવું? હું તો ભોગથી પણ વંચિત થયો છું. કેમકે - આ મસ્તકનું મુંડન, ઉપવાસ આદિ યાતના રૂપ ધર્મ અનુષ્ઠાનથી ઠગાયો છું. આ પ્રમાણે અનંતર કહેવાયેલો ભિક્ષુ વિચારે નહીં. જે પૂર્વે કહ્યું કે- ભૂતચતુટ્યાત્મરૂપ શરીરને જન્માંતરનો અભાવ છે, તે અસત્ છે. કેમકે અમે શરીતે બીજા જન્મમાં જવાનું છે. તે પ્રમાણે કહેલ જ નથી. કેમકે તેને તેવા ધર્મત્વથી આગળનો નિષેધ છે. - તપસ્વીને બદ્ધિ નથી, તે પણ વચનમાત્ર જ છે. આત્મઋદ્ધિના અભાવે અનુપલંભ - અપ્રાપ્તિ હેતુ કહેલ છે, તે પણ સ્વસંબંધી છે કે સર્વ સંબંધી ? તેમાં તે આત્માના અભાવે સ્વસંબંધી અનુપલંભ હેતુ નથી. કેમકે તે સ્વયં “ઘટ' આદિ વાત ઉપલભ્યમાન પણ છે. જેમ ધટ આદિમાં રહેલ રૂપાદિ ઉપલબ્ધ છે, તેમ આત્મામાં રહેલા પણ જ્ઞાનસુખાદિમાં કંઈ મહતું અંતર રહેલ નથી. અશ્વસેન વાચકે કહ્યું છે - આત્મપ્રત્યક્ષ આ આત્મા છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.009080
Book TitleAgam 43 Uttaradhyayana Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 43, & agam_uttaradhyayan
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy