SearchBrowseAboutContactDonate
Page Preview
Page 97
Loading...
Download File
Download File
Page Text
________________ દશવૈકાલિકયુલસબસટીક અનુવાદ • નિયત્તિ - ૧૪ થી ૨૦૬ - વિવેચન ધર્મસંબંધી કથા તે ધર્મકથા. તે ચાર પ્રકારે તીર્થકર અને ગણઘરે બતાવેલી છે. તે આ રીતે - આક્ષેપણી, વિક્ષેપણી, સંવેગ અને નિર્વેદ. - x• આ ગાથાર્થ કહ્યો, હવે ભાવાર્થ કહે છે. આચાર - લોચ, અશનાદિ. વ્યવહાર - દોષ લાગવાથી પ્રાયશ્ચિત લઈ શુદ્ધ થવું તે. પ્રજ્ઞપ્તિ- સંશય પામેલ શિષ્યને મધુર વયનો વડે પ્રજ્ઞાપના. દષ્ટિવાદ • સાંભળનાર હોંશિયાર હોય તો સૂક્ષ્મ જીવાદિનું ભાવ કથન કરવું બીજા કહે છે - આસારાદિનું વર્ણન હોવાથી તે નામના સૂત્રો જ લેવા. - x• શ્રોતાને આશ્રીને આચાર આદિ ભેદોથી આપણા કથા ઘણાં પ્રકારે છે- *- મોહથી છોડાવી તવ પ્રતિ જે કથા વડે ભવ્ય પ્રાણીઓને લઈ જવાય તે આપણી કથા. હવે તેના રસને કહે છે - વિધા એટલે જ્ઞાન, તે અત્યંત અપકારી અજ્ઞાત અંધકારને ભેદનારું છે. ચરણ- ચારિ, સમગ્રવિરતિરૂપ, તપ- અનશન દિ. પુકાર - કર્મ શત્રુ પ્રર્તિ પોતાના વીર્યનો ઉત્કર્ષ સમિતિ, ગતિ - પૂર્વોક્ત જ છે. એ બધાં સાંભળનારની અપેક્ષાએ તેની આગળ કહેવા. એ પ્રમાણે કોઈપણ સ્થળે એ ઉપદેશ આક્ષેપણી કશાનો રસ એટલે સાર છે. આપણી કથા કહી. હવે વિક્ષેપણી કથા કહે છે - વિક્ષેપણા - સ્વ સિદ્ધાંતને કહીને પચી પર સિદ્ધાંતો કહેવા. આ એક ભેદ. અથવા પહેલાં બીજાના સિદ્ધાંતને કહીને પછી રવ સિદ્ધાંતો કહેવા. અથવા મિથ્યાવાદ અને સમ્યગુ વાદ એ બે ભેદો જાણવા. તેથી મિથ્યાવાદને કહીને સમ્યગુવાદ કહે અથવા સમ્યગુવાદને કહીને મિથ્યાવાદ કહે. એ પ્રમાણે શોતાને સન્માર્ગે દોરવા તે વિપાણી કથા જાણવી. ભાવાર્થ વૃદ્ધ વિવરણથી જાણવો, તે આ પ્રમાણે - વિક્ષેપણી કથા ચાર ભેદે છે, તે આ પ્રમાણે - સ્વ સમય કહી પર સમય કહેવો. પર સમય કહી સ્વ સમય કહેવો. સમ્યક્રવાદ કહીને મિથ્યાવાદ કહેવો. મિથ્યાવાદ કહીને સમ્યક્વાદ કહેવો. આતસ્વસમસનાં ગુણો બતાવી પર સમયના દોષો બતાવવા તે પહેલી વિક્ષેપણી કથા. તેથી વિપરીત તે બીજી વિક્ષેપણી કથા. ત્રીજીમાં પર સિદ્ધાંત કહી, તેમાં જિનવયન વિરુદ્ધ જે તેમણએ બતાવેલ હોય તે પહેલા કહી, તેના દોષો બતાવી, તેમાં જિનવયન અનુકૂળ જે કથન હોય તે બતાવે. અથવા મિથ્યાવાદને નાસ્તિતા છે અને સમ્યગુવાદ તે અતિક્તા છે. તેમાં પહેલાં નાસ્તિકવાદનો મત કહીને પાછી આસ્તિકવાદનો મત કહેવો. આ ત્રીજી વિપાણી કથા. ચોથી તેથી વિપરીત જાણવી. હવે વિક્ષેપણી કશાને જ બીજા પ્રકારે કહે છે - જેસ્વ સમય વજીને, પર સિદ્ધાંત જે માનતા હોય તેવા લોક પ્રસિદ્ધ રામાયણ આદિ તથા ઋગવેદ આદિમાં જે કથન કરેલ હોય તે કહેવું. પર સમયમાં સાંખ્ય, બૌદ્ધ આદિ સિદ્ધાંતોનું કથન હોય તેમાં સામાન્ય રીતે જે દોષો હોય તે બતાવવા. તે વિપાણી કથા છે. આથી જે કથા વડે ોતાને સુમાર્ગથી કુમાર્ગમાં અથવા કુમાર્ગથી સુમાર્ગમાં યુક્તિ વડે લાવી શકાય તે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.009079
Book TitleAgam 42 DashVaikalik Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages242
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 42, & agam_dashvaikalik
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy