SearchBrowseAboutContactDonate
Page Preview
Page 88
Loading...
Download File
Download File
Page Text
________________ ૨ . I ૧૧ થી ૧૪ નદી શુભદા થાઓ, નદીવૃક્ષો ઘણું જીવો. સુસ્નાત પૂછનારનું પ્રિય કરવા અમે પ્રયત્ન કરીશું. તે યુવક તે સ્ત્રીના ઘર કે દ્વારને જાણતો ન હતો. તપાસ કરતાં તે સ્ત્રીની ભાળ મેળવી. પરંતુ યુવક તેનો વિરહન સહી શક્યો. પરિબ્રાજિકાને શોધીને ભિક્ષા વડે સંતુષ્ટ કરી. તેણીએ પૂછ્યું કે તારી શી સેવા કરું? તેણે કહ્યું- અમૂકની પુત્રવધૂને તું મારી કર. પરિવ્રાજિાએ સ્ત્રીને સંદેશો આપ્યો. તે સ્ત્રીએ રોષથી શાહીવાળી હથેળી કરી, તેણીની પીઠમાં પંચાંગુલીની છાપ પાડી. યુવક સમજી ગયો કે કૃષ્ણ પાંચમે પાછલા દ્વારેથી આવવા કહ્યું છે. તે બંને અશોકવાટિકામાં મલ્યા અને સાથે સુતા. મોડી રાત્રે પેશાબ કરવા નીકળેલ સસરાએ તેમને જોયા. ખબર પડી કે આ કોઈ દુરાચારી છે. પુત્રવધૂના પગનું ઝાંઝર કાઢી લીધું. સ્ત્રીએ જાણ્ય, યુવકને ભગાડી દીધો. આપત્તિમાં સહાય કરવાનું વચન લઈ લીધું. તે સ્ત્રી પોતાના પતિને ઉઠાડીને ગરમીના બહાને બહાર લાવી, બંને ત્યાં સૂઈ ગયા. પછી પતિને ઉઠાડીને ફરીયાદ કરી કે સસરાજી પગનું ઝાંઝર લઈ ગયા, આ યોગ્ય છે? સસરાએ પુત્રને સમજાવ્યું કે આ સ્ત્રી દ્રારિણી છે. તે સ્ત્રી બોલી કે હું બધાનાં દેખતા મારું કલંક દૂર કરીશ. યક્ષ મંદિરે ચાલી, યક્ષના પગમાં અપરાધી ન નીકળી શક્તા, નિરપરાધી નીકળી જતાં હતાં. ત્યારે તે યુવક - પ્રિયતમ પિશાચરૂપ કરીને આવ્યો, પેલી સ્ત્રીને ગળે વળગી પડ્યો. પછી તે સ્ત્રી યક્ષ પાસે જઈને બોલી કે મારા પતિ અને આ પિશાસને છોડીને જો મેં કોઈ પૂરને જામ્યો - સેર્યો હોય, તો મને અટકાવજે. યક્ષ વિલખો થઈ વિચારે છે કે આ ધૂત મને પણ છેતરે છે. આ ધૂર્તા સતી નથી. પરંતુ હું પણ તૈણીથી છેતરાયો છું. યક્ષ વિચારતો હતો તેટલામાં તેણી નીકળી ગઈ, લોકોએ તે વૃદ્ધનો ઘણો તિરસ્કાર કર્યો. તે અધૃતિથી તે વૃદ્ધની નીદ્ધા ચાલી ગઈ. રાજાએ તેને અંતપુર રક્ષક રૂપે નીમ્યો. અભિષેક્ય હાસ્તિ રન વાસગૃહની નીચે બાંધેલો. કોઈ સણી મહાવતમાં આસક્ત થઈ. હાથી સુંઢ વડે તેણીને નીચે ઉતારતો. સવારે પાછી મૂકી દેતો. એ પ્રમાણે કાળ જતો હતો. કોઈ બે ગણીને બહુ મોડું થતાં મહાવતે હાથીની સાંકળ વડે મારી. રાણી બોલી કે હું કંઈ સૂઈ નહોતી ગઈ. તું મારા ઉપર રોષ ન કર. તે વૃદ્ધ આ બધું જોઈને વિચાર્યું કે જ્યારે રક્ષાયેલી સહીઓ આવું કરે તો સદા સ્વચ્છેદા સ્ત્રી આવું કરે તેમાં શી નવાઈ? સવારે બધાં જાગી ગયા, પણ પેલો વૃદ્ધ સૂઈ ગયેલો તે ન ઉડ્યો. રાજાએ સુવા દીધો. ઘણાં કાળે ઉઠ્યો ત્યારે પૂછતાં બધું કહી દીધું - કોઈ એક રાણી છે, તે દુરાચાર કરે છે. સજાએ માટીનો હાથી કરાવ્યો. આની પૂજા કરીને ઉલ્લંઘો. ત્યારે બધી વાણીએ ઉલ્લંઘન કર્યું. એક રાણીએ બોલી - હું કરું છું, હું નહીં ઉલ્લંધુ. ત્યારે રાજાએ કમળ માર્યું. તેણી મૂર્શિત થઈ પડી ગઈ. રાજાએ જાણ્યું કે આ અપરાધિની છે. સણીને કહ્યું કે - ઉન્મત હાથી ઉપર બેસી શકે છે અને માટીના હાથીથી ડરે છે? સાંકળનો માર સહે છે, કમળથી મૂછ પામે છે? તેના શરીરે સાંકળનો પ્રહાર જોયો. ક્રોધિત થઈને રાણી, મહાવત તથા હાથી ત્રણેને ડુંગર ઉપર ચડાવ્યા. મહાવતને કહ્યું - હાથીને નીચે પાડી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.009079
Book TitleAgam 42 DashVaikalik Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages242
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 42, & agam_dashvaikalik
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy