SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ ૧} - ૫ કરે છે, તે સુંદર નથી. તેથી કહે છે. આ ઉપસંહાર વિશુદ્ધિ સમાપ્ત થઈ. હવે નિગમનનો અવસર છે. તે સૂત્રમાં બતાવે છે. નિગમન એટલે દ્વારનો પરામર્શ. તેના વડે સાધુ કહેવાય. જે પ્રકાર વડે તે ભ્રમર સમાન છે. નિગમન અર્થ જ કહે છે - • નિર્યુક્તિ - ૧૩૩, ૧૩૪ - તેથી દયા આદિ ગુણોમાં સુસ્થિત, આદિ શબ્દથી સત્ય વગેરે લેવા. ભમરા માફક અ-વધની વૃત્તિ વડે, સાધુઓ સાધે છે. (શું?) પ્રધાન મંગલ રૂ૫ ધર્મ. હવે નિગમન શુદ્ધિ કહે છે - (શંકા) ચરક પરિવ્રાજક આદિ ધર્મને માટે ઉધત થઈ વિયરે છે. તેથી તેઓ પણ સાધુ કહેવાય? (સમાધાન) તેઓ પૃથ્વી આદિ છ કાયના અને વધમાં પ્રયત્નશીલ નથી. તેમ તેવી વાતો બતાવનારા આગમને માનતા નથી, કરતાં નથી કેમકે પરિજ્ઞાનનો અભાવ છે. તે નીચે પણ બતાવેલ છે, વળી - • નિયુક્તિ • ૧૩૫, ૧૩૬ - તેઓ ઉદ્ગમાદિથી શુદ્ધ આહાર કરતાં નથી. આદિ શબ્દથી ઉત્પાદન આદિ દોષ રહિત પણ જાણવું. ભમરાની માફક જીવોના અનુપરોધી છતાં ત્રણ ગતિ વડે ગુપ્ત નથી. જ્યારે સાધુઓ નિત્યકાળ ત્રણગુણિશી ગુપ્ત છે, તેવો તેઓ નથી. કેમકે તેમને તેવું પરિજ્ઞાન નથી. તેથી તેઓ સાધુ નથી. સાધુઓ જ સાધુઓ છે. કેમકે - કાયા, વચન, મન અને પાંચ ઇંદ્રિયોને દમે છે. કાયા વડે સુસમાહિત હાથ-પગવાળા રહે છે કે ચાલે છે. વચનથી નિપ્રયોજન બોલતા નથી. મનથી અકુશળ મનનો નિરોધ અને કુશળ મનની ઉદીરણ કરે છે. ઇ-અનિષ્ટ વિષયમાં રાગ-દ્વેષ ન કરીને પાંચ ઇંદ્રિયોને દમે છે. પાંચની સંખ્યા, સાંગપરિકલ્પિત ૧૧- ઇંદ્રિયના વિયછેદને માટે છે. સર્વ ગમિના પાલનથી બ્રહ્મચર્યને પાળે છે. કષાયોનું સંયમન કરે છે. • નિયુક્તિ - ૧૩૭ - વિવેચન પૂર્વોક્ત સ્વરૂપવાળા તપમાં ઉધત, તે કારણે આ સાધુનું સંપૂર્ણ લક્ષણ કહ્યું. કેમકે આ પ્રકારે જ સાધુઓ અપવર્ગને સાધે છે. તેથી સાધુને જ સાધુ કહ્યા, ચરક આદિને નહીં. - o“ આ પ્રમાણે દશ અવયવ કહ્યા. તેના પ્રયોગને વૃદ્ધાવાયોં આ રીતે બતાવે છે - અહિંસાદિ લક્ષણ ધર્મ સાધક સાધુઓ જ છે. કેમકે સ્થાવર - જંગમ જીવોને પીડા આપતા નથી. - *- અહીં જેઓ સ્થાવર - જંગમ જીવોના વિનાશના ત્યાગી છે. તે બંનેમાં પ્રસિદ્ધ એવા પુરુષ માફક અહિંસાદિ લક્ષણવાળા ધર્મ સાધક જોયા, તે પ્રમાણે સાધુઓ સ્થાવર-જંગમ જીવોના રક્ષક એ ઉપાય છે. તેથી જીવરક્ષા વડે અહિંસાદિ લક્ષણ ધર્મના સાધક સાધુઓ જ છે, તે નિગમન છે. - x-x હવે દશ અવયવ વાક્ય વડે સર્વ અધ્યયન નિર્યુક્તિકાર કહે છે - • નિયુક્તિ - ૧૩૮ - વિવેચન - તે અવયવો પ્રતિજ્ઞાદિ છે. તે આ પ્રમાણે - (૧) પ્રતિજ્ઞા - જ્ઞાન આશ્રી એ પ્રતિજ્ઞા - તે વચમાણ સ્વરૂપા છે. (૨) વિભક્તિો - વિભાજન, તેનો જ વિષય વિભાગ કહેવો. (૩) દેતુ- જાણવા યોગ્ય વિશિષ્ટ ધર્મના વિષયને જે કહે તે (૪) વિભક્તિ - Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.009079
Book TitleAgam 42 DashVaikalik Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages242
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 42, & agam_dashvaikalik
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy