SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ ૧ - ૨ • નિયુક્તિ - ૧૦૦, ૧૦૧ - વિવેચન (૧૦૦) તૃણને માટે વરસાદ વરસતો નથી. મૃગને માટે ઘાસ વધતું નથી. સો શાખા વાળા વૃક્ષો પણ ભમરા માટે પુષ્પો થતાં નથી. એ પ્રમાણે ગૃહસ્થો પણ સાધુને માટે રસોઈ બનાવતા નથી. (૧૦૧) તમે જે કહ્યું કે - તૃણ માટે વર્ષા થતી નથી, તે કથન અયુક્ત છે. કેમ કે અગ્નિમાં હોમ કરવાથી સૂર્ય પ્રસન્ન થઈને લોકહિતને માટે વરસે છે. તે વરસવાથી ઔષધિ - વનસ્પતિ ઉગે છે. એમ અમારું શાસ્ત્ર કહે છે. • • હવે તેના પરિવાર માટે કહે છે - • નિયક્તિ - ૧૦૨, ૧૦૩ - વિવેચન જો એમ હોય તો લિંક્સ કેવી રીતે થાય? શો અભિપ્રાય છે? તેમાં તો ઘી રોજ હોમાય છે, કેમકે કારણના અવિચ્છેદમાં કાર્ય વિચ્છેદ યુક્ત નથી. કદાચ કહેશો કે ખરાબ નક્ષત્ર કે ખરાબ પૂજનને લીધે થાય છે, તો તેનો ઉત્તર આપે છે - હંમેશા યજ્ઞ તો ચાલુ જ છે, પછી બધે દુકાળ કેમ થાય? અથવા ખરાબનક્ષત્ર તો નિયત દેશવિષયક જ હો. - X- જો ઇદ્ર વરસાવતો હોય તો તેમાં વિપ્ન શા કારણે થાય છે? દિગ્દાહ વગેરે કેમ થાય છે? તે ઇંદ્ર પરમ એશ્વર્યયુકતત્વથી વિપ્ન જ ન થવું જોઈએ. એ ઋતુ સમયે જ વરસે છે, એમ માનો તો તે ગર્ભ સંધાત છે, તે તૃણને માટે વરસતો નથી. • નિર્યુક્તિ - ૧૦૪ થી ૧૦૬ - વિવેચન (૧૦૪) વળી જો વૃક્ષો ભમરાને માટે ફળતા હોય. તો કદી ભમર - ભમરી ગ્લાનિ ન પામે, આહાર વગરના ન રહે, પણ તેવું જોવામાં આવતું નથી. હવે બીજાનો અભિપ્રાય કહે છે - (૧૦૫) વળી કોઈ કહે છે - આ આજીવિકા પ્રજાપતિ વડે પ્રાણી માટે રચાયેલી છે, તે કારણે વૃક્ષો ભમરાના વૅદ માટે પમ્પિત થાય છે. તેનો ઉત્તર આપે છે. - (૧૦૬) તમે કહ્યું તેમ નથી. કારણ કે વૃક્ષો નામ ગોત્ર કર્મ, જે જન્માંતરમાં બાંધેલ હોય, તેના વિપાક લક્ષણથી પુષ્પ અને ફળ ઉગાડે છે. અન્યથા સદૈવ પુષ્યનો સદ્ભાવ હોય. હવે બીજું કારણ કહે છે - • નિર્યુક્તિ • ૧૦૦ થી ૧૦૯ • વિવેચન (૧૦૭) ઘણાં વનખંડો છે. જે સ્થાને ભમરા જતા નથી, તેમાં વસતા પણ નથી, તો પણ વૃક્ષો પુષ્પિત થાય છે. કેમકે તે વૃક્ષોનો સ્વભાવ છે. (૧૦૮) અહીં પૂછે છે - જો પ્રકૃતિ છે, તો સર્વકાળ કેમ પુષ્પ • ફળ નથી આપતી. પણ નિયત કાળે જ આપે છે? (૧૯) ગર કહે છે - આ જ હેતુ છે. આ વૃક્ષોની પ્રકૃતિ છે કે વસંત ઋતુ આવતા વૃક્ષ સંઘાત પુપિત થાય છે. ફળ પણ કાળે કરીને બંધાય છે. જો તેમ ન સ્વીકારો તો નિત્ય પુષિત થવા જોઈએ. - o... હવે ચાલતી વાતમાં અર્થ યોજના કરતાં કહે છે. • નિયુક્તિ - ૧૧૦ થી ૧૧૩ - વિવેચન (શંકા) ગૃહસ્થો સાધુને માટે યોગ્ય વખતે રાંધે છે કે સાધુઓ ભૂખ્યા રહી દુઃખી ન થાય, (ના) અહીં આવો અભિપ્રાય નથી. અહીં કહે છે - સાધુઓ તરફની અનુકંપા નિમિતે, કેમકે તેઓ હિરણ્યાદિ ગ્રહણ માટે આપણાં ઉપર અનુકંપા કરતાં ડિર For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.009079
Book TitleAgam 42 DashVaikalik Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages242
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 42, & agam_dashvaikalik
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy