SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૦ દશવૈકાલિકમૂલસૂત્ર-સટીક અનુવાદ ગુણ પણે હોવાથી અહેતુ પણ છે. વ્યવહિત ઉપન્સાયથી હવે કહેવાનો હેતુ ચાર ભેદવાળો જાણવો - યાપક, સ્થાપક, વ્યસક, લૂષક. બીજા કહે છે - હેતુ તે દ્વારા કહેવાય, તે ચાર ભેદે જાણવું. તેનું પણ ઉદાહરણ કહ્યું. બાકીનું અડધું પૂર્વવત. ભાવાર્થ અવસરે સ્વયં જ કહેશે. તેનો આધ ભેદ કહે છે - • નિર્યુક્તિ - ૮૮૧ - વિવેચન કુલટા સ્ત્રી જે યાપન કરે તે વ્યાપક. તે જ હેતુ તે ચાપક હેતુ. તેનું ઉદાહરણ કથાથી કહે છે - એક વણિફ. સ્ત્રીને મૂકીને પરદેશ ગયો, પ્રાયઃ જેમનું દ્રવ્ય નાશ થાય કે નવું દ્રવ્ય કમાવા કે અપરાધી અને વિધાન પ્રાપ્ત કરનાર મુખ્યત્વે પરદેશને સેવે છે. આ વણિફ સ્ત્રી વંઠેલ હતી. તે કોઈ પુરુષ સાથે સંબંધમાં પડી. ઘરમાં રહેલા વણિકને તેણે પરદેશ જવા કહ્યું. વણિકે પૂછ્યું-શું લઈને જઉં? તેણી બોલી -ઉંટના લીંડા લઈને ઉજ્જૈની જાઓ. તે ભોળો હોવાથી ગાડું ભરી ચાલ્યો. સ્ત્રી બોલી કે એક એક મહોરમાં એક એક લીંડુ વેચજો. સ્ત્રી એ વિચાર્યું કે એ પ્રમાણે કોઈ લેશે નહીં. તેથી ઘણો કાળા બહાર રહેશે. મૂલદેવે તેને જોઈને પૂછ્યું- તેનો જવાબ સાંભળી મૂલદેવે વિચાર્યું કે, આ બીચારો સ્ત્રીથી છેતરાયો છે. મૂલદેવે કહ્યું - હું આ લીંડા વેંચી આપુ, પણ તારે મને અડધો ભાગ આપવો. તેણે તે વાત કબૂલી. મૂલદેવ હંસ ઉપર બેસી આકાશમાં ઉડ્યો, નગર મધ્યે જઈને કહ્યું- હું દેવ છું. જેના ગળામાં દાસ રૂપ ઉંટના લીંડા ન હોય તેને હું મારી નાંખીશ. બધાંએ ડરથી એક - એક ઇંડુ લીધું. જતી વખતે મૂળદેવે તેને કહ્યું - હે મુખ તારી સ્ત્રી કોઈ ધૂર્ત સાથે આસક્ત છે, તેથી તને મોકલેલ છે. તેણે વાત ન માની. મૂલદેવ તેને લઈને સાથે ચાલ્યો. બંને વેશ બદલીને ગયા. સાંજે પહોંચી ઉતારો માંગ્યો. તે સ્ત્રીએ આપ્યો. ધૂર્ત આવ્યો. તે સ્ત્રી જોડે બેસીને ગાવા લાગી. - મારે પતિ કદી ઘેર પાછો ન આવે. મૂળદેવ બોલ્યો - હે કદલી - વનપત્રમાં વીંટાયેલી! તું સાંભળ. આ ઢોલને મુહર્ત માત્ર સાંભળી લે. પછી સવારે વણિકે રાત્રિનો બધો વૃત્તાંત કહી દીધો. આ લૌકિક હેતુ. લોકોત્તરમાં પણ ચરણકરણાનુયોગમાં એ પ્રમાણે શિષ્યો પણ કોઈ પદાર્થની અશ્રદ્ધા કરે તો કાળે વિધાદિ વડે દેવતાને બોલાવીને તેને શ્રદ્ધાવાન્ કરવા. જેમ શ્રીગણે પલકને કર્યો. તે રીતે દ્રવ્યાનુયોગમાં પણ પ્રતિવાદીને જાણીને તે રીતે વિશેષણ બહુલ હેતુ કરવો જોઈએ. જે રીતે કાલ યાપના થાય છે. ઇત્યાદિ - - •. - o... હવે સ્થાપક હેતુ કહે છે - • નિસંક્તિ - ૮૮ર - વિવેચન ચૌદ રજુ રૂપ જે લોક છે, તેનો મધ્યભાગ કર્યો. આ સ્થાપક હેતુનું ઉદાહરણ છે. તેનો ભાવાર્થ કથાથી જાણવો - એક પરિવ્રાજક ચાલતા - ચાલતા બોલતો હતો"ક્ષેત્રમાં દાનાદિ સફળ છે. દાન સમક્ષેત્રમાં કરવું. હું લોકનું મધ્ય જાણું છું. બીજા નહીં. તેથી લોકો તેનો આદર કરતા હતા. તેને પૂછતાં તે ચાર દિશામાં ખીલા નાંખી, દોરી વડે પ્રમાણે કરીને કપટથી કહે છે - “આ લોકનો મધ્ય ભાગ છે. લોકો તેના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.009079
Book TitleAgam 42 DashVaikalik Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages242
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 42, & agam_dashvaikalik
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy