SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ ૧} {૧ • નિયુક્તિ - ૫૨ - વિવેચન - જ્ઞાત - જે વડે દૃષ્ટાંત આપવાનો અર્થ જણાય છે. અધિકરણમાં નિષ્ઠા પ્રત્યય છે. તે પ્રમાણે જે વડે ઉદાહરણ કરાય અને પ્રબળતાથી દાન્તિક અર્થ ગ્રહણ કરાય તે ઉદાહરણ. દૃષ્ટ અર્થને અંત સુધી લઈ જાય તે દૃષ્ટાંત, અતીન્દ્રિય પ્રમાણથી અદૃષ્ટ સંવેદન નિષ્ઠાને પહોંચાડે તે દૃષ્ટાંત છે. જેના વડે દાન્તિક અર્થની ઉપમા કરાય તે ઉપમાન, નિદર્શન એટલે જે નિશ્ચય વડે દાર્ભ્રાન્તિક જ અર્થ થાય તે છે, આ બધાં એકાર્થક છે. પૂર્વોક્ત આ બંને પ્રકારનું ઉદાહરણ તથા ચાર પ્રકારે પ્રત્યેકનું જાણવું, - X-X- બે પ્રકારનું ઉદાહરણ કહે છે - હવે - • નિયુક્તિ - ૫૩ વિવેચન - - ચરિત અને કલ્પિત બે ભેદે ઉદાહરણ છે. તેમાં ચfરા – બનેલું તેના વડે કોઈ દાર્ણાન્તિક અર્થની પ્રતિપત્તિ થાય છે તે આ પ્રમાણે - નિયાણું કરવું તે દુઃખને માટે છે, જેમ બ્રહ્મદત્તનું, કલ્પિત - સ્વબુદ્ધિ કલ્પના શિલ્પ વડે બનાવાયેલ તેના વડે કોઈ દાષ્ટન્તિક અર્થનો સ્વીકાર થાય છે. જેમકે - પીપળાના પાનથી અનિત્યતા બતાવાય છે. જેમ તમે છો તેવા અમે પૂર્વે હતા, જેમ અમે પડ્યા તેમ તમારે પણ પડવાનું છે, એમ સુકા પાન કુંપણને કહે છે. આ કલ્પિત દૃષ્ટાંતમાં પાંદડા કંઈ બોલતા નથી, પણ તે ઉપમા ભવ્યજનના બોધને માટે છે. આ ઉદાહરણ તે દૃષ્ટાંત કહેવાય, તેનું સાધ્ય અનુગમાદિ લક્ષણ છે. - × - આ દૃષ્ટાંત આધર્મ્સ અને વિધર્માં બે ભેદ છે. - ૪૫ (શંકા) લક્ષ્યનો અભાવ હોવાથી શા માટે ઉદાહરણત્વ કહેવાય ? (સમાધાન) તેમાં પણ કંઈક અંશે સાધ્યના અનુગમ વડે દાર્ભ્રાન્તિક અર્થના સ્વીકારની ખાત્રીના ફળથી ઉદાહરણ છે. ઇત્યાદિ - - - * - - (ગ્રન્થ વિસ્તાર ભયે વૃત્તિકારે સંક્ષેપ કરેલ છે.) - ૪ * X + X - વિધિ વડે ચરિત અને કલ્પિત બે પ્રકારે ઉદાહરમો કહ્યા. હવે દરેકના ચાર પ્રકારે કહે છે, ઉદાહરણ, તેનો દેશ, તેનો દોષ, ઉપન્યાસ તેમાં ઉદાહરણ શબ્દનો અર્થ કહેલ છે જ. તેનો દેશ આદિ આગળ કહીશું. હવે ઉદાહરણને બતાવવાને માટે કહે છે . ♦ નિયુક્તિ ૫૪ વિવેચન ઉદાહરણ ચાર ભેદે છે. અથવા વિચાર કરતાં ઉંદાહરણના ચાર ભેદો થાય છે. Jain Education International - આ પ્રમાણે - અપાય, ઉપાય, સ્થાપના, પ્રત્યુત્પન્ન - વિનાશ. આનું સ્વરૂપ વિસ્તાર ભેદથી નિયુક્તિકાર જ કહેશે. અપાય ઉદાહરણ ચાર ભેદે છે દ્રવ્ય અપાય, ક્ષેત્ર અપાય, કાળ અપાય, ભાવઅપાય તેમાં દ્રવ્યથી અપાય તે દ્રવ્યાપાય. અપાય - અનિષ્ટપ્રાપ્તિ અથવા દ્રવ્ય જ અપાય તે દ્રવ્યાપાય. અપાયના હેતુથી દ્રવ્ય એ જ દ્રવ્યાપાય. એ પ્રમાણે ક્ષેત્રાદિમાં પણ જાણવું. હવે દ્રવ્યાપાયનું પ્રતિપાદન કરે છે - ♦ નિયુક્તિ - ૫૫ વિવેચન દ્રવ્ય અપાયમાં બે ઉદાહરણ કહે છે, ‘સુ’ શબ્દથી બીજા પણ જાણવા, ૪ • x For Private & Personal Use Only www.jainelibrary.org -
SR No.009079
Book TitleAgam 42 DashVaikalik Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages242
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 42, & agam_dashvaikalik
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy