SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ ૧} - ૧ ૪ ૩ છંદોનું વર્તિતવ્ય. કૃતિ પ્રતિકૃતિ એટલે પ્રસન્ન આચાર્ય સૂત્ર, અર્થ કે દુભયને આપે છે. આહારાદિમાં યતના કરવી. કારિત નિમિત્ત કરણ - સભ્ય અર્થપદ ભણાવનાર પ્રત્યે વિશેષ વિનયથી વર્તવું. - - - ૦ હવે વૈયાવચ્ચ-વ્યાકૃત ભાવ તે વેયા નૃત્ય કહ્યું છે - વૈયાવચ્ચ વ્યાપત ભાવ, અહીં ધર્મસાધન નિમિત્ત છે. અન્ન આદિનું વિધિથી સંપાદન, આ ભાવાર્થ છે. તે આચાર્ય, ઉપાધ્યાય, સ્થવિર, તપસ્વી, ગ્લાન, શૈક્ષક, અધર્મિક, કુલ, ગણ, સંઘની કરવી જોઈએ, તેમાં આચાર્ય પાંચ ભેદે છે - પ્રવાજનાચાર્ય, દિશાચાર્ય, સૂત્રના સમુદેશનાચાર્ય, સૂરના ઉદેશનાચાર્ય, વાયનાચાર્ય ઉપાધ્યાય પ્રસિદ્ધ છે. વિર - જે ગછની સંસ્થિતિ કરે છે, તે જન્મ, ચુત કે પર્યાયથી સ્થવિર ત્રણ ભેદે છે. તપસ્વી -ઉગ્ર તપને આચરતા. ગ્લાન - રોગથી પીડાયેલ, શૈક્ષ - નવો જ દીક્ષિત. સાધર્મિકમાં ચતુર્ભગી છે - (૧) પ્રવચનથી પણ લિંગથી નહીં, (૨) લિંગથી પણ પ્રવચનથી નહીં, (૩) લિંગ અને પ્રવચન બંનેયી, (૪) લિંગથી નહીં - પ્રવચનાથી પણ નહીં. - ૪ - o હવે સ્વાધ્યાય - તે પાંચ ભેદે છે - વાચના, પૃચ્છના, પરિવર્તના, અપેક્ષા, ધર્મકથા, વાચના-શિષ્યને ભણાવવો, પૃચ્છના - સૂત્રકે અર્થ સંબંધ હોય છે. પરિવર્તના - પરિસ્વર્તન કે અભ્યસન કે ગુણન. અનપેક્ષા - મનથી પરાવર્તન કરે, વચનથી નહીં. ધર્મકથા - અહિંસાદિ લક્ષણ સર્વપ્રણીત ધર્મ કે અનુયોગનું કથન. • હવે ધ્યાન - તે આર્ત આદિ ભેદશી ચાર પ્રકારે છે. આર્તધ્યાન, રૌદ્રધ્યાન, ધર્મધ્યાન, શુકલધ્યાન. તેમાં રાજ્ય, ઉપભોગ, શયન, આસન, વાહન, સ્ત્રી, ગંધ, માળા, મણિ, રત્ન, વિભૂષણોમાં ઇચ્છા - અભિલાષા જે મોહના ઉદયથી થવી તેને વિદ્વાનો આર્તધ્યાન કહે છે. બીજાનું સંછેદન, દહન, ભજન, મરણ, બંધ, પ્રહાર, દમન તથા વિનિકૃતન થકી જે ખુશ થાય છે અને દયા લાવતો નથી, ઇત્યાદિ ધ્યાન ને પ્રાજ્ઞો રૌદ્રધ્યાન કહે છે. સૂત્રાર્થને સાધવાને મહાવત ધારણ કરવામાં, બંધ નથી મોક્ષ ગમનાગમ હેતુની વિચારણા, પાંચે ઇન્દ્રિયોને જીતવી, જીવોની દયા, એ સંબંધી ધ્યાનને વિદ્વાનો ધર્મ ધ્યાન કહે છે. જેની ઇંદ્રિયો વિષયોમાં પરસંગમુખ છે. સંકલ્પ, કલ્પના, વિક, વિકાર, દોષો વડે તથા ત્રણે યોગો વડે સદા જેનો આત્મા શાંત છે, તેને પંડિતો ઉત્તમ એવું શુકલધ્યાન કહે છે. આર્તધ્યાનથી તિર્યંચ ગતિ, શૈદ્રધ્યાનથી નરક ગતિ, ધર્મધ્યાનમાં દેવગતિ અને શુભ ફળ થાય, શુક્લધ્યાનમાં જન્મક્ષય થાય છે તેથી વ્યાધિરોગાતંકમાં હિતકર, સંસાર નિર્વાહક અને કર્મરજને દૂર કરનાર એવા શુક્લધ્યાનમાં પંડિત પુરુષો પ્રયત્ન કરે. સંક્ષેપથી કહ્યું વિસ્તારથી જાણવા ધ્યાનશતક જોવું. છે હવે ચુત્સર્ગ કહે છે. તે બે ભેદે છે - દ્રવ્યથી અને ભાવથી. દ્રવ્યથી ચાર ભેદે છે. ગણ, શરીર, ઉપધિ, આહાર ભેદથી છે. ભાવથી ક્રોધ આદિના પરિત્યાગરૂપ છે* કાળમાં ગણ અને દેહનું અતિરિક્ત અશુદ્ધ ભોજન અને પાનનો ત્યાગ. ક્રોધાદિનો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.009079
Book TitleAgam 42 DashVaikalik Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages242
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 42, & agam_dashvaikalik
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy