SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ ૧/- | ૧ ગોચરભૂમિ એલુક, વિપ્લભ માત્ર ગ્રહણ, સ્વ ગ્રામ કે પરગ્રામમાં આટલા ઘરમાં કે ક્ષેત્રમાં સરળ ગતિએ જઈને પાછા ફરવું, ગોમૂત્રિકા કે પતંગ વિધિ આદિ ક્ષેત્રાભિગ્રહ છે. કાળ અભિગ્રહને આદિ, મધ્ય કે અંત કાળ, અપ્રાપ્ત ઋતિકાળ ઇત્યાદિ લેવું ભાવમાં દેનાર-પ્લેનાર અપીતિ ન પામે, ઉસ્લિમ, ચરક આદિ ભાવ યુકત અભિગ્રહ થાય અથવા ગાતા, રોતા, બેઠા, ઉભા વહોરાવે ઇત્યાદિ ભાવ અભિગ્રહ જાણવો. વૃત્તિ સંક્ષેપ કહ્યો. હવે સપરિત્યાગ કહે છે - તેમાં રસ તે દુધ આદિનો પરિત્યાગ, કહ્યું છે કેવિકૃતિને વિકારના ભયથી ડરેલો વાપરતો નથી. કેમ કે સ્વભાવમાં વિકાર કરવાથી તેનું નામ વિકૃત છે. તે સાધુને અનિચ્છાએ કુમાર્ગે દોરે છે. ચિત્તને જીતવાવાળો સાધુ પણ મોહ ઉદય થતાં વિકૃતિનો ઉપયોગ કરતાં કુમારેગ કેમ ન જાય? દાવાનળના મધ્યભાગમાં રહેલો હોય તેને શાંતિ માટે પાણી વગેરે શું કરે? એ રીતે મોહાનલથી દીન પુરુષ સુમાર્ગને ગ્રહણ ન કરે. ઇત્યાદિ. - રસ ત્યાગ કહ્યો. હવે કાય કલેશ કહે છે - તે વીરાસન આદિ ભેદથી છે. કહ્યું છે - વીરાસન, ઉત્કટકાસન, લોચ આદિ જાણવો. કાયકલેશ સંસાર વાસમાં નિર્વેદ હેતુ છે. વીરાસનાદિથી કાયનિરોધ અને જીવદયા થાય છે. ઇત્યાદિ - લોયથી હજામ આદિના હાથ ધોવા વગેરે પૂર્વ - પશ્વાકર્મથી બચી જવાય છે અને નિસંગતા થાય છે દુખ આદિ સહેવાથી નરકાદિ ભાવનાથી વૈરાગ્ય થાય. બીજાએ પણ કહ્યું છે - પદ્માકર્મ, પૂર્વ કર્મ તે હજામ આવતા ઇયપથ ન શોધે, ઇત્યાદિ બધું લોય કરવાથી ન થાય, કાયકલેશ કહો. હવે સંલનતા કહે છે - આ ઇંદ્રિય સંલીનતાદિ ભેદથી ચાર પ્રકારે છે. કહ્યું છે કે- ઇંદ્રિય, કષાય, ચોગને આશ્રીને સંલીનતા જાણવી. ચોથી વિવિત ચય વીતરાગ ભગવંતે કહેલ છે. તેમાં શ્રોત્ર આદિ ઇંદ્રિયોથી સુંદરતા શબ્દાદિમાં રાગ-દ્વેષ ન કરવો તે ઇંદ્રિય સંલીનતા. - x- આ પ્રમાણે બાકીની ઇંદ્રિયોમાં પણ કહેવું. આ રીતે ઇંદ્રિય સંલીનતા કહી. હવે કષાય સંલીનતા કહે છે - તેમાં કપાયના ઉદયનો નિરોધ અને ઉદીર્ણનું વિફલીકરણ તે કષાયસલીનતા છે. હવે યોગ સંલીનતા કહે છે - તે મનોયોગાદિમાં અકુશલનો વિરોધ અને કુશલની ઉદીરણા છે. કહ્યું છે કે- અપ્રશસ્તનો નિરોધ અને કુશલ યોગોની ઉદીરણા તથા વિધિગમન તે યોગ સંલીનતા કહી છે. હવે વિવિકાચ નામે સંલીનતાનો ચોથો ભેદ કહે છે - તે આ પ્રમાણે - આરામ, ઉધાનાદિમાં જ્યાં સ્ત્રી - પશુ- પંડક વર્જિત સ્થાન હોય. નિર્દો એવા ફલક આદિ ગ્રહણ કરવા તે એષણીય કહ્યા. વિવિક્તવ્યય કહી, સંલીનતા કહી. આ અનાશનાદિ બાહ્ય તપ થાય છે. લૌકિકમાં પણ તે આચરાતો હોવાથી તેને બાહ્ય તપ કહે છે. અથવા વિપરીત ગ્રહણથી કુતીર્થિકો વડે પણ તે કરાય છે, તેથી બાહ્ય તપ છે. હવે અત્યંતર તપ કહે છે, તે પ્રાયશ્ચિત્તાદિ ભેદથી છે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.009079
Book TitleAgam 42 DashVaikalik Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages242
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 42, & agam_dashvaikalik
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy