SearchBrowseAboutContactDonate
Page Preview
Page 241
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૦ દશવૈકાલિકમૂલસૂત્ર-સટીક અનુવાદ શેષ વક્તવ્યતા - કથન • નિયુક્તિ • ૩૭૧, ૩૭૨ + વિવેચન : (39૧) અધ્યયન છ મહિને આર્ય મનડે ભર્યું. છ માસના પયિથી તે સમાધિપૂર્વક કાળ પામ્યા. (૩૭૨) શય્યભવસૂરિએ આંખથી આનંદના અશ્રુ મૂક્યાં ત્યારે યશોભદ્ર સ્વામીએ પૂછયું. શય્યભવરિએ વિચારણા કથન કર્યું. આર્ય મનકે આ અધ્યયનને છ માસે ભણ્યું. આર્ય - ત્યાગવા યોગ્ય પાસેથી શીધ દૂર થાય છે. “મનક' એ મુનિનું નામ છે. તેમનું આયુ દીક્ષા લીધા પછી છ માસ હતુ. તેટલામાં આ સૂત્ર ભણીને આગમોક્તવિધિથી શુભલેશ્વાના ધ્યાન વડે સ્વર્ગવાસ પામ્યા. જેમ મન મુનિએ દશવૈકાલિક સૂત્ર ભણી આરાધના કરી તેમ બીજાઓને પણ તે ભણવાથી આરાધના થાઓ. જ્યારે તેનું મરણ થયું ત્યારે મનક મુનિના ગુરુ શય્યભવ સૂરિએ આંખમાંથી આંસુ મૂક્યા કે તેણે સારી રીતે સુત્ર આરાધના કરી. ગુરુની આંખના આંસુ જોઈને તેમના પ્રધાન શિષ્ય યશોભદ્રસૂરિએ પૂછ્યું કે સાધુને સમાન હોય છતાં એક શિષ્યના મરણથી આપને આવો સંસારને નેહ કેમ ? ગુરુએ કહ્યું, આ ગૃહસ્થપણાનો મારો પુત્ર છે. તેણે સારી રીતે આરાધના કરી તેથી મને હર્ષના આંસુ આવ્યા છે. બધાં શિષ્યોને પસ્તાવો થયો કે- આપે અમને પહેલાં કેમ ન કહ્યું? જે કહ્યું હોત તો તમે બધાં સેવા ન કરાવત, તો તેને વૈયાવચ્ચનો લાભ ન મળત. આ દશવૈકાલિક સૂત્ર તેના છ માસના અલ્પ આયુ માટે મેં ઉદ્ધરેલ છે. તે વખતે સંધે જાણ્યું. ભવિષ્યમાં પડતાં કાળમાં ઘણાં જીવોને આ ટુંકામાં સારવાળું સૂત્ર લાભકારક થશે, તેથી સૂત્રને કાયમ રહેવા દો. એ પ્રમાણે સંઘે ગુરને પ્રાર્થના કરી. અનુગમ કહ્યો. હવે નયો કહે છે. તે નૈગમ, સંગ્રહ, વ્યવહાર, હજુ સૂત્ર, શબ્દ, સમભિરૂઢ, એવંભૂત ભેદથી સાતનો સામાન્યથી છે. તેનું સ્વરૂપ આવશ્યકમાં બતાવેલ છે, ત્યાંથી જાણવું. અહીં સ્થાન ખાલી ન રહે તે માટે પૂજ્યપાદ હરિભદ્રસૂરિજીએ સંક્ષેપથી જણાવતાં જ્ઞાનનય અને ક્રિયાનચનું વિવરણ કરેલ છે. (અમે અમારા અનુવાદમાં આ જ્ઞાનનય, ક્રિયાનય, બંનેનો સમન્વય ઇત્યાદિ બધાં વિષયનો અનુવાદ છોડી દીધેલ છે.). મુનિ દીપરત્નસાગરે કરેલા શ્રી દશવૈકાલિક સૂત્રનો ટીકા સહિત અનુવાદ પૂર્ણ ક ભાગ - ૩૬ મો પૂર્ણ ક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.009079
Book TitleAgam 42 DashVaikalik Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages242
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 42, & agam_dashvaikalik
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy