SearchBrowseAboutContactDonate
Page Preview
Page 218
Loading...
Download File
Download File
Page Text
________________ આધ્ય. ૧૦ ભૂમિકા ૨૧ એક ભવિકાદિ ભેદે છે. બીજા પણ ભેદ છે. હવે દ્રવ્ય ભિક્ષનું લક્ષણ કહેશે -ભેદક તે પુરુષ ભેદન - પરસુ આદિ, ભેદવા ચોગ્ય તે કઠિ આદિ. આ ભેદક આદિ ત્રણેનું સ્વરૂપ પૃથફ કહેવાશે. જેમ સુતાર આદિ ભેદન ભેરવ્ય સંયુક્ત થઈ. ક્રિયા વિશિષ્ટ વિદારણ આદિ કાષ્ઠ સમન્વિતદ્રવ્યભિક્ષ, તેદ્રવ્યને ભેદે છે. તથા બીજા પણ દ્રવ્યભિક્ષ અપારમાર્શિકા છે. કોણ? જેઓ ભિક્ષણશીલ છે, તેઓ પાપ સ્થાનથી અનિવૃત્ત છે તેવા પાચક છે. તેના બે ભેદો છે. ગૃહસ્થો અને બીજા વેશધારી. તેને બતાવે છે - ગૃહસ્થો નિત્ય આરંભક છે, તેઓ છ જીવનિકાયનો આરંભ કરનારા અને ભોળા લોકોને ઠગનારા છે. “અમે ભૂદેવ છીએ' લોકના હિતને માટે જન્મ્યા છીએ માટે અમને ગાય, વસ્ત્ર વગેરે આપો. એ પ્રમાણે કરનારને ગૃહસ્થ ભિક્ષુ જાણવા. દ્રવ્ય ભિક્ષણશીલત્વથી તે દ્રવ્યભિક્ષ છે. આ બ્રાહ્મણો અને બાવા વગેરે આજીવિકા માટે દ્રવ્યાદિ ભેગું કરે છે, તે બાવા તથા બ્રાહ્મણોનો હેતુ દ્રવ્ય માટે હોવાથી તે દ્રવ્યભિક્ષુ જાણવા. ગૃહસ્થ દ્રવ્ય ભિક્ષ કહ્યા, હવે વેશધારીને બતાવે છે - • નિર્યુક્તિ - ૩૩૮ થી ૩૪૧ - શાક્ય ભિક્ષુ આદિ અતત્ત્વને તવ માનનાર હોવાથી પ્રશમ આદિ ચિલ શૂન્ય, પૃથ્વી આદિ સ્થાવર અને બેઇંદ્રિયાદિ બસનો નિત્ય વધ કરવામાં રક્ત કેમકે બ્રહ્મચારી અને સંચય કરનારા છે.તેથી અપધાનત્વથી દ્રવ્ય ભિક્ષ છે. સંચય કરવાથી આ અબ્રહ્મચારી છે. તેથી સંયય કહે છે- દાસિ આદિ દ્વિપદ, ગાય આદિ ચતુષ્પદ, હિરણ્યાદિ ધન, શાલિ આદિ ધાન્ય, કુષ્ય, આ બધામાં મન - વચન • કાયાથી કરવું - કરાવવું અને અનુમોદjમાં આસક્ત રહે છે. (શંકા) સભૂત ગુણના અનુષ્ઠાનથી શું આવા ન હોય? (સમાધાન) સચિત્ત ભોજી, તે પણ માંસ અને અકાયાદિ ભોજી છે કેમકે તેનો નિષેધ નથી. સ્વયં રાંધનારા તાપસાદિ, ઉદ્દિષ્ટમોજી. આ બધાં દુર્ગુણો શાક્યાદિમાં છે. તેવા જ બીજા તપસ્વી પણ છે. પિંડ વિશુદ્ધિના અપરિજ્ઞાનથી આમ કહ્યું. ત્રણ યોગ, ત્રણ કરણના પરિગ્રહમાં આસક્ત કહ્યા, તે બતાવે છે - કરણત્રિક- મન, વચન, કાયા રૂપ છે. યોગ ત્રિક - કૃત, કારિત, અનુમતિ રૂપ છે. પોતાના માટે સપાય પ્રવૃત્તિથી શરીરની પુષ્ટિ કરે છે. અને મિત્રાદિના ઉપભોગ સાધનને માટે, તથા ઉભય સાધનાર્થે, એ રીતે પોતાના અર્થે અને પ્રયોજન વિના પણ આર્તધ્યાન, ચિંતન, કઠોર, ભાષણ, લક્ષ વેધનાદિથી પ્રાણાતિપાત આદિમાં પ્રવૃત્ત શાક્ય આદિને દ્રવ્ય ભિક્ષુ જાણવા. સ્ત્રી સંયોગાદિ શુદ્ધ તપોનુષ્ઠાનના અભાવથી અબ્રહ્મચારી છે - દાસી આદિના પરિગ્રહથી પરિણામ અશુદ્ધ થાય, તેથી શાક્યાં સાધુ નથી. શુદ્ધ તપના અભાવે તાપસાદિ કુતીર્થિકો અબ્રહ્મચારી છે. બ્રહ્મ શબ્દથી શુદ્ધ તપ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.009079
Book TitleAgam 42 DashVaikalik Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages242
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 42, & agam_dashvaikalik
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy