SearchBrowseAboutContactDonate
Page Preview
Page 158
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્ય૦ ૬ ભૂમિકા અધ્યયન - મહાચાર કા X Jain Education International 19 ૧૫. X • હવે મહાચાર કથા આરંભે છે. તેનો સંબંધ આ છે - અનંતર અધ્યયનમાં સાધુની ભિક્ષાવિશુદ્ધિ કહી. અહીં આ ગૌચરીમાં ગયેલા સાધુએ પોતાનો આચાર મહાજને પૂછેલ હોય અને પોતે જાણતો હોય તો પણ ત્યાં વિસ્તારથી ન કહે, પણ ગુરુજી ઉપાશ્રયમાં કહેશે. તે જ અહીં કહે છે. આ સંબંધે આવેલ આ અધ્યયન છે. અનુયોગદ્વાર પૂર્વવત્ યાવત નામ નિષ્પન્ન નિક્ષેપ કહેવું, તેમાં મહાચાર કથા એ નામ છે. પૂર્વે કહેલ છે. તેનો અતિદેશ કહે છે - • નિયુક્તિ - ૨૪૬ - વિવેચન - પૂર્વે ક્ષુલ્લકાયાર કથામાં જ્ઞાનાયાસદિ કહ્યા. તે સર્વે અહીં કહેવું. તે આક્ષેપણી આદિ કથા કહેવી, ચ શબ્દથી તે જ પ્રતિપક્ષે મહત્ કહેવી. આચાર કથામાં મોટી અહીં પ્રસ્તુત છે. નામનિષ્પન્ન નિક્ષેપ કહ્યો. હવે સૂત્ર અનુગામમાં અસ્ખલિતાદિ ગુણયુક્ત સૂત્ર કહેવું જોઈએ, તે આ છે - • સૂત્ર - ૨૨૬ થી ૨૩૦ - · (૨૨૬, ૨૨૭) જ્ઞાનદર્શન સંપન્ન, સંયમ અને તપમાં રત, આગમ સંપન્ન ગણિ - આચાર્યને ઉધાનમાં પધારેલા જોઈને રાજા, રાજમંત્રી, બ્રાહ્મણ અને ક્ષત્રિય નિશ્ચલાત્મા થઈને પૂછે છે પના ર - ગોચર કેવા છે ? (૨૨૮, ૨૨૯) ત્યારે તે નિભૃત, દાંત, સર્વે પ્રાણી માટે સુખાવહ, શિક્ષાઓથી સમાયુક્ત અને પરમ વિચક્ષણ ગતિ તેમને કહે છે - ધર્માર્થની કામનાવાળા, નિગ્રન્થોના ભીમ, દુરધિષ્ઠિત અને સર્વ આચાર ગોચર મારી પાસેથી સાંભળો. (૨૩૦) જો નિત્થાચાર લોકમાં અત્યંત દુશ્વર છે, આવો શ્રેષ્ઠ આચાર બીજે ક્યાંય કહેવાયેલ નથી, સર્વોચ્ચ સ્થાનના ભાગી સાધુઓનો આવો આચાર બીજે ન હતો, ન હશે. – વિવેચન - ૨૨૬ થી ૨૩૦ - જ્ઞાન - શ્રુતજ્ઞાનાદિ, દર્શન - ક્ષાયોપશમિકાદિ, તેનાથી યુક્ત. સ્વંયમ - પાંચ આશ્રવથી વિરમણાદિ, તપ - અનશનાદિ, રત આસક્ત. જેને ગણ છે તેથી ગણી - આચાર્ય. આગમ સંપન્ન - વિશિષ્ટ શ્રુતધર, કવચિત સાધુ પ્રાયોગ્યમાં રહી ધર્મદશનાર્થે પ્રવૃત્ત થાય. રાજા - નરપતિ, અમાત્ય - મંત્રી, શ્રેષ્ઠી આદિને પૂછે છે. અસંભ્રાંત અંજલિ જોડીને - “આપનો ક્રિયા ક્લાપ શું છે ?'' તે રાજાદિ પાસે ગણી, ધર્મકાર્યને સ્થિર કરી, નિશ્ચલ રહી ઇંદ્રિયો તથા મનને દમન કરીને સર્વે જીવોને સુખ આપનાર, ગ્રહણ અને આસેવન રૂપ શિક્ષાથી, એકી ભાવે યુક્ત થઈને પંડિત - આચાર્ય કહે છે. આ ધમર્થિકામોના, ઘર્મ - ચાસ્ત્રિ ધર્માદિ, તેનો અર્થ - પ્રયોજન, મોક્ષને ઇચ્છે છે. કઈ રીતે ? વિહિત વિશુદ્ધ અનુષ્ઠાન કરીને, For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.009079
Book TitleAgam 42 DashVaikalik Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages242
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 42, & agam_dashvaikalik
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy