SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ મૂલ-૪૩૫ થી ૪૮૦ ૧૩૩ આશ્રીને કરે તે સમ્યક્ ક્રિયા. સમય - પીપળો આદિ, મંગ-ઓમકારાદિ, માત - અગ્નિમાં ધૃતાદિ નાંખવા, સ્થાન - આસન, થા1 - યજ્ઞ. વન - પ્રાત:કાળ, પોપ - ઉદાતાદિ. શેષ કથન સૂઝ-૪૩૭ મુજબ જાણવું. [૪૯] કુલાદિથી ઉપજીવન - જાતિની જેમ જ કુલાદિમાં જાણવું. જેમકે - ઉગ્રાદિ કુળમાં જઈને, તેના પુત્રના આરક્ષક કર્મને પ્રશંસવું ઈત્યાદિ. • x • એ રીતે અન્યોક્તિ દ્વારા પોતાના કુળને પ્રકાશવું. એ મૂવી વડે કુળને પ્રગટ કર્યું કહેવાય. ઉમૂવી - પ્રગટપણે જ “હું અમુક કુળનો છું” એમ જણાવે. તેમાં ભદ્ર કે પ્રાંતપણાના દોષો પૂર્વવત્ જાણવા. | ગણ - અહીં સમુદાયના વાડામાં ગયેલ કોઈ એક મલને જે પૃથ્વીનો ખંડ મળેલ હોય તે મંડલ કહેવાય. ત્યાં પ્રતિહંદી મલ્લનો વિઘાત કરવા માટે પ્રવેશવું ઈત્યાદિ. યુદ્ધમાં પ્રવેશતા ચામુંડાદેવીની પ્રતિમાને નમવું, પ્રતિમલને બોલાવવા તેવું વચન બોલવું. પૃથ્વી ઉપર પાડવો આ બધી બાબતને આશ્રીને ગણને ઘેર ગયેલા સાધુ તેના પુત્રની પ્રશંસા કરીને જણાવે કે આ સાધુ મલ્લ છે. - [૪૮૦] - કર્મ અને શિલાનું આજીવન - કુળ આદિની જેમ ઉપજીવન કહેવું. અહીં સાધુ કોઈપણ રીતે પોતાનું કર્મ કે શિલા વિષયક કુશળપણું બતાવે, તે દ્વારા આજીવિકા ઉભી કરે. આ સૂવા કહેવાય. ફૂટ વચન વડે કુશળપણું કહેવું તે કૂવા. o “આજીવ’ દ્વાર કહ્યું. હવે વનપક દ્વાર કહે છે – • મૂલ-૪૮૧ થી ૪૯૩ - ૪િ૮૧) : શ્રમણ, બ્રાહ્મણ, કૃપણ, અતિથિ, પાંચમો #ન છે. પ્રાયઃ આત્માને ભકિતવાળો દેખાડીને માંગે છે, તેથી તનિપક કહેવાય. • [૪૮] - મૃતમાતાવાળા વાછરડા માફક આહારાદિના લોભથી શ્રમણાદિ પાંચને વિશે પોતાની ભક્તિ દેખાડે તે વનપક કહેવાય છે. - [૮] - નિન્જ, શાક્ય, તાપસ, શૈક, આજીવક એ પાંચ પ્રકારના શ્રમણ કહેવાય છે. તેમને ભોજન આપતી વખતે કોઈ સાધુ લોભથી પોતાને ભકતરૂપે દેખાડે. - [૪૮૪] - તે માટે ચિમકમ તિવતું ભોજન કરે. વળી દયાળુ અને દાનરુચિવાળ છે, કામમાં ગર્દભ જેવા બ્રાહ્મણોને વિશે પણ આપેલું નાશ પામતું નથી, તો પછી યતિઓમાં આપેલું નાશ ન પામે, તેમાં શું કહેવું? - [૪૮૫ - હવે તેના ઈષો કહે છે મિથ્યાત્વનું સ્થિરીકરણ. ઉદ્ગમ દોષ, સાધુ શાક્યાદિમાં ચાલી જાય, “ખુશામતીયા છે' તેવો વિવાદ થાય. વિપક્ષી થાય તો આવા કરે [૪૮૬] • બાહાણ પ્રશંસારૂપ વનીપકપણું – લોકને અનુગ્રહ કરનારા ભૂમિદેવ તેમજ બહાબંધુને વિશે પણ આપેલું દાન ઘણાં ફળવાળું થાય છે, તો ઘટકમાં તત્પર એવા તેમને વિશે તો કહેવું જ શું? - [૪૮] • કૃપણ viારૂપ વનીપકવ પૂજા વડે વશ કરાય એવા આ લોકમાં કૂપણ, દુમનવાળા, બાંધવરહિત, રોગ, કૂલા, પાંગળાને દર્શન દેનાર દાનપતા ગ્રહણ કરે છે. - [૪૮૮) અતિથિ પસંસારૂપ વનીકd - પ્રાય: લોકો ઉપકારીને, પરિચિતને ૧૩૮ પિંડનિર્યુક્તિ-મૂલસૂત્ર સટીક અનુવાદ અને આશ્રિતને દર્શન આપે છે, પણ જે માર્ગથી ખેદ પામેલા અતિથિને પૂજે છે, તે જ દાન કહેવાય. - [૪૮૯] શ્વાન પ્રશંસારૂપ વનીકપણું ગાય વગેરેને તૃણાદિ આહાર સુલભ છે, પણ છી-છી રવાપૂર્વક હણાયેલા શ્વાનોને તે સુલભ નથી. - [૪૯] - વળી આ શalનો કૈલાસ ભવનથી આવેલા ગુહ્યક દેવો યક્ષરૂપે પૃવી પર ચાલે છે, તેમની પૂજ હિતકારી છે અને અપૂજ અહિતકારી છે. [૪૧] - બ્રાહ્મણાદિ વિષયક વનીપકપણાના દોd - પ્રામાદિ વડે આવર્જન કરવા લાયક આ લોકમાં આ સાધુએ મારો ભાવ જામ્યો છે. તેથી તે પ્રત્યેકને વિશે પૂર્વોક્ત ભદ્રક અને પ્રાંતાદિ દોષો જાણવા. [૪૯] - શ્વાનના ગ્રહણથી કાકાદિની પણ સૂચના થઈ છે અથવા જે પુરુષ કાકાદિમાં આસક્ત હોય, તેની વનપકતા કરે છે. [૪૩] - પત્ર કે અગમાં અપાતું દાન નિફલ નથી, એમ બોલવામાં પણ દોષ છે, તો પછી અપગની પ્રશંસા કરનારને તો નિશ્ચે મહાદોષ લાગે. • વિવેચન-૪૮૧ થી ૪૯૩ : [૪૮૧] વનીપક પાંચ ભેદે – શ્રમણાદિ વિષયક છે. વનીક - પ્રાયઃ દાતારના માનીતા શ્રમણાદિમાં પોતાનો ભક્તિભાવ દેખાડીને પિંડની યાચના કરે છે. - [૪૮૨] - ભોજન, પત્ર, વસ્ત આદિના લોભ વડે શ્રમણાદિમાં પોતાનો ભક્તિભાવ દેખાડે તે વનપક કહેવાય છે. - [૪૮૩] - નિર્ગુન્ય - સાધુ, સાવથ - બૌદ્ધો, તાપસ-વનમાં રહેનાર, ગૈરક - પરિવ્રાજક, આજીવક - ગોશાળાના શિષ્યો. તેઓ ગૃહસ્થને ઘેર આવેલ હોય ત્યારે ભોજનદાન વખતે કોઈ આહારલંપટ સાધુ આહારાદિમાં લુબ્ધ થઈ, પોતાને શાક્યાદિની ભક્તિવાળો દેખાડે. - [૪૮૪] - કઈ રીતે વનીપકપણું દાખવે ? તે કહે છે - અહો! આ શાક્યાદિ પુજયો નિશ્ચલ રહી ભોજન કરે છે - ચિત્રમાં હોય તેવા જોવામાં આવે છે, આ પરમ કરુણાલુ અને દાનચિક છે માટે તેમને અવશ્ય ભોજન આપવું. ગર્દભની જેમ મૈથુનાસક્ત બ્રાહ્મણમાં પણ દાન નાશ પામતું નથી, તો શાક્યાદિમાં કેમ પામે ? [૪૮૫] - ઉક્ત કથનથી થતાં દોષો કહે છે – આવી શાકયાદિ પ્રશંસા વડે લોકમાં મિથ્યાત્વ સ્થિર થાય, સાધુ પણ પ્રશંસે છે તો તેમનો ધર્મ સારો જ હશે ને ? તેમના ભક્તો ભદ્રિક હોય તો સાધુ માટે પણ આધાકમદિ કરશે, લુબ્ધ બની સાધુ કદાચ વેશ પણ તજીને ત્યાં જાય, સાધુઓ ખુશામતીયા છે, તેવો પણ અવર્ણવાદ થાય. કદાચ શાક્યાદિ પ્રત્યેનીક બને તો, કાઢી પણ મૂકે. [૪૮૬] - હવે બ્રાહ્મણાદિની પ્રશંસારૂપ વનીપકપણું કહે છે – પિંડદાનાદિ ક્રિયા વડે લોકોપકારી, ભૂદેવ સમાન કે જાતિમાત્રથી પણ બ્રાહ્મણને અપાતું દાન બહું ફળવાળું થાય છે તો પછી યજ્ઞન્યાગાદિમાં તત્પર બ્રાહ્મણને અપાતું દાન તો ફળદાયી થાય જ. • [૪૮] - લોક પૂજા વડે આવય-વશ કરાય તે પૂજાહાર્ય - પૂજિતને પૂજનાર છે. પણ કોઈ કૃષણાદિને દાન આપતો નથી. કૃપણ, ઈષ્ટજનના વિયોગાદિથી દુ:ખી મનવાળા, બાંઘવરહિત ઈત્યાદિમાં - x • દાન દેતો પુરુષ આ લોકમાં
SR No.009078
Book TitleAgam 41B Pindniryukti Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages100
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 41, & agam_pindniryukti
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy