SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ ર૪૬ મૂલ-૧૧૩૯ થી ૧૧૪૩ @ દ્વાર-૫-પ્રતિસેવના છે -x -x -X - X - X - • મૂલ-૧૧૩૯ થી ૧૧૪ - આયતનનું સેવન કરતાં અર્થાત્ સારા શીલ-જ્ઞાન-ગાસ્ટિવાળા સાધુઓ સાથે રહેતાં પણ સાધુને કંટક પંચની જેમ કદાય રાગ-દ્વેષ આવી જાય અને તેથી વિશુદ્ધ આચરણ થઈ જાય તે આ પ્રમાણે છે - ૦ મૂવગુણમાં છ પ્રકારે - પ્રાણાતિપાત, મૃષાવાદ, અદત્તાદાન, મૈથુન, પરિગ્રહ, સબિભોજન સંબંધી કોઈ ોષ લણે. ૦ ઉત્તગુણમાં ત્રણ પ્રકારે - ઉદ્ગમ, ઉત્પાદન અને એષણા સંબંધી કોઈ દોષો લાગી જાય. તે પ્રતિસેવન • દોષોનું સેવવું તે કહેવાય. એકાર્મિક નામો - પ્રતિસેવના, મલિન, ભંગ, વિમાના, ખલના, ઉપઘાત, શુદ્ધ અને શબલીકરણ. ૦ પ્રતિસેવનાથી બચવાના માર્ગો - ક્ષમાશીલ, ઉપશાંત, દાંત બનવું. બાણ વિષયોમાં દોષનું દર્શન કર્યું. જિતેન્દ્રિય બને • ઈન્દ્રિયોને આંતરમાં દોરે અથ વિષયને ન સેવવામાં તૃતિવાળા, નિસ્પૃહી, સત્યભાષી, ગિવિધે છ કાય જીવ હિંસાચી અટકવું. મન-વચન-કાયાની અશુભ પ્રવૃત્તિને રોકવી. આ કથા અને સ્ત્રી સંસર્ગથી દૂર રહેવું. આના અંગોપાંગ ન નીરખવા. ઉપાંગ એટલે ગૂઠો પણ ન જોવે. જેમ સતી, તેના ૧૦૦ વર્ષના આયુમાં એક પણ વખત શીલનો ભંગ થવા ન દે, તેમ સાધુ જીવનપર્યત્ત એકપણ વખત શીલનો ભંગ ન થવા દે. એટલે કે સાધુને માટેની અયોગ્ય પ્રવૃતિનું લેશમાત્ર સ્થાન સાધુ જીવનમાં ન હોય. તે સમજતો જ હોય કે “આ આપણી દિશા જ નથી.” સાધુ વિચારે કે- આપણે ઉચ્ચ-કુલીન છીએ. આપણા શરીર કે મનને આ શોભે જ નહીં. આવા વિચાસ્વાળા સાધુની આંખ સ્ત્રીની સામે ઉંચી પણ ન થાય અને આ પાપ છૂટે ત્યારે જ ઉચ્ચ તત્વોની રમણતા અંતરમાં ચાલે, પણ જો ઇન્દ્રિયના વિષયો મગજમાં રમતા હોય તો પરમતત્વના વિચારો મગજમાં રમી ન શકે. વળી સાધુ સ્વ શરીરમાં પણ નિર્મમવ ભાવવાળા હોય છે એટલું જ નહીં પણ દ્રવ્ય, ક્ષોત્રાદિથી પણ અપ્રતિબદ્ધ હોય. પ્રતિબંધ આ રીતે - દ્રવ્ય પ્રતિબંધ ;- મારે તો આવું દ્રવ્ય હોય તો જ ચાલે. વઅ-પાગ-આહાર મારો મન માનેલ ન હોય તો ન જ ચાલે. ઈત્યાદિ દ્રવ્ય પ્રતિબંધ છે. ગર્ભવાસ અને ભવ ભ્રમણાથી ભય પામેલા આમાએ આવા દ્રવ્ય પ્રતિબંધથી હિત બનવું જોઈએ. ૦ ક્ષેત્ર પ્રતિબંધ - મારે તો આવી જ વસતિ જોઈએ. અભ્યાસ તો અમુક સ્થાનમાં જ થઈ શકે. વિહાર તો માસથી આટલો જ થાય અથવા અમુક રાજ્યમાં જ ફાવે, તો આ ક્ષેત્ર પ્રતિબંધ છે, તે પણ ન રાખવો. 0 કાળ પ્રતિબંધ ;- મારાથી તો સાંજનો જ વિહાર થઈ શકે કે શિયાળામાં ઓઘનિર્યુક્તિ-વિશિષ્ટ સૂત્રસાર જ વિહાર થાય. અમુક કાળે તો ગૌચી જોઈએ જ. અમુક કાળ તો વિવા જોઈએ જ આ કાળ પ્રતિબંધ છે, આવો પ્રતિબંધ ન રાખવો. ૦ ભાવ પ્રતિબંધ - મને તો ખામોશ સાધુ સાચે જ ફાવે. કલહકારી સાધુ તો ન જ ચાલે. ગુરુ મહારાજ તો અમુક પ્રકાસ્વા જ જોઈએ. વારંવાર કચકચ કરે તો ન ફાવે અથવા ગુરુ વિચારે કે શિષ્ય વિનિત જ જોઈએ, સામે જવાબ આપે તેવા ન જોઈએ ઈત્યાદિ. તો આવા બઘાં ભાવ પ્રતિબંધ કહેવાય. આવો પ્રતિબંધ આત્માને વિરાઘક ભાવમાં લઈ જાય. પ્રતિબંધ એટલે આસક્તિ, માનસિક પરાધીનતા. • પ્રતિબંધોથી બચવા સાધુ કેવી વિચારણા કરે? તે કહે છે - (૧) જે દ્રવ્ય-ઢોદિ પ્રતિબંધ મારા આત્માને ગળિયો બનાવે છે, જેનું ટણ માનસમાં ઉકાપાત મચાવે છે, તેની ઝંખના શું કાપી જેમની પાસે આવો પુજ્યોદય નથી, જેમની પાસે દ્રવ્ય-રોગાદિ તેવા અનુકૂળ સંયોગો નથી, તો કેવી રીતે ચલાવે છે ? જેઓ નારકીમાં પરાધીનતા સેવે છે, તેવો જીવો પરમાધામીના ઘમાં માઝૂંડને સહે છે, નકના ભૂમિગત દુ:ખોને સહે છે, ક્ષણવાર પણ સુખ પામતા નથી, તો પણ ચલાવવું જ પડે છે ને? વળી તિર્યંચગતિમાં જે પરાધીનતા અને પ્રતિકૂળતા છે, તેને વિચારે. તો આહાર-પાણી, શીત-ઉણાદિ પરિતાપો બધું જ સહેવું પડે છે તેની સામે મારે શું પ્રતિકૂળતા છે કે શો ત્રાસ છે ? (૨) આત્મામાં જ્ઞાનાદિ ગુણોની સ્થિરતા અને ગુણસ્થાનકનું આરોહણ ઈત્યાદિ સમભાવે સહેવાથી આવશે કે મન ધાર્યું કરવાથી આવશે ? આ પ્રમાણે વિયાતા દ્રવ્ય-ક્ષેગાદિની પ્રતિકૂળતા પણ સંયમ પોષક લાગશે. ચાલો, કર્મ ખપાવવાનો અવસર મળ્યો, સારું થયું. (3) કર્મની નિર્જરા અનુકૂળતાઓ વધાવી લેવામાં નથી, પણ પ્રતિકૂળતાઓ વધાવી લેવામાં છે. (૪) ધર્મની કસોટી પણ પ્રતિકૂળતા સQામાં છે, તેથી જેવા દ્રણાદિ પ્રાપ્ત થયા હોય તેને યોગ્ય માતે. (૫) મારે સાધના શેની કસ્વાની છે ? આ દ્રવ્ય - ક્ષેત્રાદિની અનુકૂળતા મેળવવાની કે મોક્ષની ? અહોનિશ શાસ્ત્ર ચિંતવવા કે આનુકૂલ્ય? (૬) ઉકત દ્રવ્યાદિની અનુકુળતાની વિચારણા, અધ્યાત્મ ચિંતન કે તવ વિચારણા છોડાવી જડપુદ્ગલની ગડમથલમાં પાડે છે. ૦ અસંયમ - પપ છે, તે અનેક પ્રકારે છે, તે આ પ્રમાણે :- હિંસાદિ પાપ, શબ્દાદિ વિષયો, ઈન્દ્રિયોની પસ્વશતા, કષાયોની પસ્વશતા, મન-વચન-કાયાનો દંડ ઈત્યાદિ છે. -o- હિંસા-પૃથ્વી આદિ છ માં થાય.
SR No.009077
Book TitleAgam 41A Oghniryukti Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages55
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 41, & agam_oghniryukti
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy