SearchBrowseAboutContactDonate
Page Preview
Page 484
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૦ આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૪ અ ૬/૬૫ નિ - ૧૫૫૬ થી ૧૫૬૧ ૧૬૯ (૫) કુટસાક્ષિG - ઊંકોચ અને માત્સર્ય આદિથી અભિભૂત થયેલો પ્રમાણીકૃત થઈને જૂઠું બોલે છે. અવિધવાદિ અનૃતનો આમાં જ અંતભવ છે. મૃષાવાદમાં કયા દોષ છે ? અને તે ન કરવામાં ગુણ કયા છે ? તેમાં દોષો • કન્યાને અકન્યા કહે. ભોગાંતરાય દોષ લાગે. પહેષ પામી આત્મઘાત કરે કે કરાવે. એ પ્રમાણે બાકીનામાં પણ કહેવા. ન્યાસાપહારમાં પુરોહિતનું ઉદાહરણ - જેમ નમસ્કારમાં છે તે. ગુણમાં ઉદાહરણ - કોંકણક શ્રાવકને માણસોએ કહ્યું - ઘોડો નાશ છે, આહત કર, તેણે આહત કરતાં મૃત્યુ પામ્યો. લઈ ગયો. પૂછ્યું - તારો સાક્ષી કોણ છે ? ઘોડાના સ્વામીએ કહ્યું - આનો પુત્ર મારો સાક્ષી છે. તે બાળકે કહ્યું કે - આ સત્ય છે. ખુશ થઈને તેની પૂજા કરી. લોકોએ પણ તેની પ્રશંસા કરી. આવા ગુણો મૃષાવાદ વિરમણમાં છે. સ્કૂલમૃષાવાદથી વિરત શ્રાવકોએ આ પાંચ અતિચારોને જ્ઞપરિજ્ઞાથી જાણવા, પણ તેનું આચરમ - સેવન કરવું નહીં. તે આ - (૧) સહસા - વિચાર્યા વિના, અભ્યાખ્યાન - સત્ આરોપણ કરવું તે સહસાવ્યાખ્યાન. તે આ પ્રમાણે :- તું ચોર છો ઈત્યાદિ. (૨) રહસ - એકાંત, તેમાં થયેલ તે રહસ્ય. તેથી કે તેમાં આળ ચડાવવું તે રહસાવ્યાખ્યાન. જેમકે - એકાંતમાં મંત્રણા કરાયેલ હોય તે કહેવી. આને આવું - આવું સજાના અપકારિત્વથી મંત્રણા કરે. (3) સ્વદારા મંગભેદ - સ્વપનીમાં ભેદ કહેવો છે. જેમકે - પોતાની પત્નીની વિશ્વાસથી વિશિષ્ટ અવસ્થા બીજાને કહેવી છે. (૪) કૂટ - અસંભૂત, લખાય તે લેખ. તેને કરવો - કિયા. આ કૂટ લેખ ક્રિયાને કૂટ લેખ કરણ કહે છે. અન્યમુદ્રાક્ષર બિંબસ્વરૂપ લેખ કરવો તે. આ બધાંને સમાચરતા બીજા અણુવ્રતને અતિયરે છે. હવે તેના ઉપાયો દશવિ છે. સહસા અભ્યાખ્યાન કોઈ લુચ્ચો પુરષ સાંભળે તો તે તેને મારી પણ નાંખે, હેપી હોય તે ભયથી આત્માને પણ વિરાધે. એ પ્રમાણે રહસાવ્યાખ્યાનમાં પણ જાણવું. સ્વદારા મંગભેદ – જે પોતાની પત્નીની સામે રહસ્યો કહેલ હોય, તે બીજાની આગળ કહે. પછી તેણી લજ્જા પામી, પોતાને કે બીજાને મારી નાંખે. તેમાં એક ઉદાહરણ છે - મથુરાનો એક વણિક દિવ્યાસાર્થે ગયો. તે જ્યારે ન આવ્યો ત્યારે તેની પત્ની બારમે વર્ષે બીજાની સાથે રહી. તે વણિક સગિના અજ્ઞાતવેશે કાઈટિકપણે પ્રવેશ્યો. તેણે તે દિવસે ગયેલી. કાર્પટિક તેને શોધે છે. તેણીના ખાધક આદિ વહન કરે છે, અજ્ઞાતચર્યાથી ત્યારે ફરી પણ જઈને મોટી ઋદ્ધિ સહિત આવીને સ્વજનોની સાથે મળે છે. પરોપદેશથી મિત્રોને બધી વાત કરે છે. તેણીએ પોતાને મારી નાંખી. (૫) મૃષા ઉપદેશ - પાિજક મનુષ્યોને કહે છે – કેમ ખેદ કરે છે ? હું જો તને રુચે તો બેઠા-બેઠા જ દ્રવ્યનું ઉપાર્જન કર્યું. જા, કિરાટક - દ્રવ્યનો સમૂહ ઉઘતકથી માંગ. પછી કાલોદ્દેશથી માંગે છે. જ્યારે લોકોનું દાન ગ્રહણ કરવામાં વ્યાકૂળ હોય ત્યારે બોલે. તે તે પ્રમાણે જ બોલે છે ઈત્યાદિ • x - • ખોટા લેખ કરવામાં ભગીરથી, બીજા ઉદાહરણો પણ છે. અતિયાર સહિત બીજું અણુવ્રત કહ્યું. હવે ત્રીજું કહે છે – • સૂત્ર-૬૬ :શ્રમણોપાસકે સ્થળ અદત્તાદાનનું પચ્ચકખાણ કરવું. તે અદત્તાદાન બે ભેદે કહેલ છે, તે આ પ્રમાણે - સચિત અદત્તાદાન અને અચિત્ત દત્તાદાન. ભૂળ દત્તાદાનથી વિરમેલ શ્રાવકને આ પાંચ અતિચારો જાણવા જોઈએ, તે આ પ્રમાણે - નાહત, તકર પ્રયોગ, વિરુદ્ધ રાજ્યાનિકમ, ક્રૂડતુલ કૂડમાન અને તાતિરૂપક વ્યવહાર, • વિવેચન-૬૬ - અદત્તાદાન બે ભેદે છે - સ્થળ અને સૂક્ષ્મ. તેમાં પરિસ્થલ વિષયક ચોરી આરોપણ હેતુપણાથી પ્રતિષેધ કરેલ છે. દુષ્ટ અધ્યવસાયપૂર્વક ચૂલ. તેથી વિપરીત તે સૂમ. સ્થૂળ એવું તે અદત્તાદાન, તે સ્થૂળ અદત્તાદાન, તેનું શ્રમણોપાસક પ્રત્યાખ્યાન કરે. એ બધું પૂર્વવત્ જાણવું. ‘’ શબ્દ ‘તત્' શબ્દના અર્થમાં નિપાત છે. તે અદત્તાદાન બે ભેદે તીર્થકરો અને ગણધરોએ પ્રરૂપેલ છે. (૧) સચિત્તચિત સહિત, દ્વિપદ આદિ લક્ષણ વસ્તુ, તેના ક્ષેત્રાદિમાં સુન્યસ્ત, દુર્જસ્ત કે વિમૃત હોય, તેને સ્વામી વડે ન દેવાયેલ હોય તેને ચોરીની બુદ્ધિથી લેવું તે સચિવ અદત્તાદાન. અહીં આ યાન ગ્રહણ. (૨) અચિત - વસ્ત્ર, સુવર્ણ, રતનાદિ તે પણ થોત્ર આદિમાં સુન્યસ્ત, દુર્રસ્ત કે વિસ્મૃત હોય અને તેના સ્વામી વડે ન અપાયેલ હોય તેને ચોરીની બુદ્ધિથી ગ્રહણ કરવું તે અચિત અદત્તાદાન. અદત્તાદાનમાં કયા દોષો છે ? ન કરવામાં કયા ગુણો છે ? અહીં આ વિષયમાં ઉદાહરણ છે - એક ગોષ્ઠી-મંડળી હતી. શ્રાવકો પણ તે ગોષ્ઠીમાં હતા. એકત્ર બધું કરતા હતા. લોકો ગયા. ગોઠીકો વડે ઘર લુંટાયું. કોઈ સ્થવિરાએ તેમાં એક મયૂરપુરા પગોથી પ્રતિષ્ઠિત-અંકિતથી ઓળખ્યો. સવારે રાજાને નિવેદન કર્યું. રાજાએ તે વિસને પૂછ્યું - “તમે કઈ રીતે જાણ્યું.”? સ્થવિરાએ કહ્યું - તેના પગમાં તે ચિહ્ન અંકિત છે. નગર સમાગમમાં જોયા. બે, ત્રણ એમ બધી ગોષ્ઠીને પકડી. એક શ્રાવક બોલ્યો - મેં કોઈ ચોરી કરી નથી, કોઈ લાંછન પણ નથી. તૌ પણ બોલ્યા - આણે ચોરી કરી નથી. તેને છોડીને બાકીનાને રાજા કરી. જો કે શ્રાવકોએ ગોહીમાં પ્રવેશ
SR No.009076
Book TitleAgam 40 Avashyaka Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages512
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 40, & agam_aavashyak
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy