SearchBrowseAboutContactDonate
Page Preview
Page 479
Loading...
Download File
Download File
Page Text
________________ અ ૬/૬૩ નિ - ૧૫૫૬ થી ૧૫૬૧ ૧૫૯ ૧૬૦ આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૪ છે. હસ્તિનાપુરનગરમાં જિતશત્રુ રાજા હતો, કાર્તિક શ્રેષ્ઠી હજારો નિગમોમાં પહેલો આસનિક હતો, તે શ્રાવક હતો. એ પ્રમાણે કાળ જાય છે. ત્યાં એક પરિવ્રાજક માસક્ષમણને પારણે માસક્ષમણ કરતો હતો. તેને સર્વલોક આદર આપતો હતો, માત્ર કાર્તિક શ્રેષ્ઠી આદર કરતો ન હતો. ત્યારે તે ઐરિકતાપસ કાર્તિક શ્રેષ્ઠી પ્રત્યે પ્રàષ પામીને તેના છિદ્રો શોઘતો હતો. કોઈ દિવસે રાજાએ તાપસને પારણામાં નિમંત્રણ આપ્યું. તેણે ન સ્વીકાર્યું. ઘણું-ઘણું રાજા વિનવે છે, ત્યારે તાપસે કહ્યું - જો કાર્તિક શ્રેષ્ઠી મને ભોજન પીરસે, તો હું જમું. સાએ કહ્યું - ભલે. રાજા માણસોને લઈને કાર્તિક શ્રેષ્ઠીના ઘેર ગયો. કાર્તિકે કહ્યું - ફરમાવો. સજા કહે છે – સ્કિને ભોજન પીરસવું. કાર્તિકે કહ્યું - અમને ન કો. પણ તમારો દેશવાસી છે, માટે કરીશ. કાર્તિક વિચારે છે – જો મેં દીક્ષા લીધી હોત તો આ દિવસ ન આવત. પછી કાર્તિકે મૈરિકને ભોજન પીરસ્યું. ત્યારે ઐરિકે પોતાના નાક ઉપર આંગળીથી ઈશારો કર્યો [નાક કાયુને ?] પછી કાર્તિકે તેનાથી નિર્વેદ પામી, હજાર વણિકના પરિવાર સાથે મુનિસુવ્રત સ્વામી પાસે દીક્ષા લીધી. દ્વાદશાંગી ભયો. બાર વર્ષનો દીક્ષા પર્યાય પાળી સીંઘમ કશે શક્રેન્દ્ર થયો. તે ગરિક પરિવ્રાજક, તે અભિયોગથી તેનો આભિયોગિક દેવ ઐરાવણ થયો. શકેન્દ્રને જોઈને ભાગ્યો. શકો તેને પકડી લીધો, તેની ઉપર બેસી ગયો. ઐરાવણે બે માથા કર્યા, શકે પણ બે રૂપ કર્યા. એ પ્રમાણે તે જેટલાં મસ્તક વિકર્વતો ગયો, તેટલાં રૂપો શક કરતો ગયો. ત્યારે તેણે નાસવાનું આરંભ્ય. શકેન્દ્રએ આહત કરતાં પછી સ્થિર થયો. આ પ્રમાણે રાજાભિયોગથી અશનાદિ આપતા ધર્મ ન ઉલ્લંઘે. o ગણાભિયોગનું દષ્ટાંત - રથમુસલ સંગ્રામમાં વરુણ નિયુક્ત થયો. એ પ્રમાણે કોઈપણ શ્રાવક ગણના અભિયોગથી ભોજન આપે તો ધર્મને ઉલ્લંઘતા નથી. o બલાભિયોગથી પણ આ પ્રમાણે જાણવું. o દેવતાભિયોગનું દટાંત - એક ગૃહસ્થ, શ્રાવક થયો. તેણે ચિરપરિચિત વ્યંતરનો ત્યાગ કર્યો. તેમાં કોઈ એક વ્યંતરીને પ્રસ્વેષ થયો. તે વ્યંતરીએ ગોરક્ષકના પુત્રને ગાયો સાથે અપહરણ કર્યું. પચી નીચે આવીને શ્રાવકની તર્જના કરતી કહે છે - બોલ મને છોડીશ ? શ્રાવકે કહ્યું - હા, નહીં તો મને ધર્મ વિરાધના થાય. વંતરી બોલી - મારી પૂજા કર. ત્યારે શ્રાવકે કહ્યું – જિનપ્રતિમાની પાસે રહે. તેણે વ્યંતરીને પ્રતિમા પાસે સ્થાપી. તેણીએ બાળક અને ગાયો લાવી દીધી. આવા કોઈ દેવાભિયોગથી અજ્ઞાદિ આપે તો શ્રાવક, ધર્મને ઉલ્લંઘતો નથી. o ગુરુના નિગ્રહથી - દષ્ટાંત. કોઈ ભિક્ષુ ઉપાસકપુગે શ્રાવકની પુત્રી માંગી, તેણે ન આપી. તે કપટ શ્રાવકપણે સાધુને સેવે છે, પછી ભાવથી શ્રાવક થયો. પછી તેણે ગુરુને કહ્યું કે આવા કારણે હું પહેલાં આવેલો હતો. શ્રાવકે સદ્ભાવ કહ્યો. મૂળ શ્રાવકે સાધુને પૂછ્યું. સાધુના કહેવાથી પોતાની પુત્રી નવા શ્રાવકને આપી. તે શ્રાવક જુદુ ઘર કરીન રહ્યો. કોઈ દિવસે તેના માતા-પિતા ભિક્ષકો માટે ભોજન બનાવે છે. તેઓ એ આ નવા શ્રાવકને એકવાર આવવા કહ્યું. તે ગયો. ભિક્ષુકોએ વિધા વડે મંત્રિત ફળ આપ્યું. તે વ્યંતરી અધિષ્ઠિત ઘરમાં ગયો અને શ્રાવકપુત્રીને કહ્યું- આપણે ભિક્ષુકોને ભોજન આપીએ. તેણીએ ના પાડી. દાસો અને સ્વજનોએ રસોઈનો આરંભ કર્યો. તે શ્રાવિકા આચાર્ય પાસે ગઈ અને કહ્યું - તેમણે પણ યોગપતિભેદ આપ્યો. તે તેને પાણી વડે આપ્યું. તે વ્યંતરી નાસી ગઈ. નવો શ્રાવક સ્વાભાવિક થઈ ગયો. * * * બીજા આચાર્યો કહે છે - મદનબીજથી વમન કરાવ્યું, તેથી તે નવો શ્રાવક સ્વાભાવિક થઈ ગયો. પછી બોલ્યો કે - માતાપિતાએ છળ કરીને મને છેતર્યો છે. તેના કરતાં સાધુને પાસુક દાન આપવું. - x • o કાંતારવૃત્તિથી આપવું - દેટાંત સૌરાષ્ટ્રનો કોઈ શ્રાવક દુકાળમાં કોઈ બૌદ્ધ અનુયાયી સાથે ઉજૈની ગયો. તેનું માર્ગનું ભાથું ખલાસ થઈ ગયું. ભિક્ષુકોએ કહ્યું - અમારી પાસે ઘણું માર્ગનું ભાથું છે, તો તને પણ આપીએ. તેણે બૂલ કર્યું. કોઈ દિવસે તેને અતીસારનો રોગ થયો. તેણે અનુકંપાથી વસ્ત્રો વડે વેષ્ટિત કર્યો. તે આચાર્યાદિને નમસ્કાર કરીને મૃત્યુ પામીને વૈમાનિક દેવ થયો. અવધિ જ્ઞાન વડે પોતાનું બૌદ્ધભિક્ષુનું શરીર જોવું. ત્યારે ભૂષણ સહિતના હાથ વડે ભોજન પીરસ્યું. શ્રાવકોની અપભાજના કરી. આચાર્યો આવ્યા, તેમને વાત કરી. તેઓ બોલ્યા - તેનો અગ્ર હાથ પકડીને બોલવું – “નમો અરહંતાણં” હે ગુહ્યક ! બોધ પામ - બોધ પામ. તેઓએ જઈને તેમ કહ્યું. બોધ પામી, વાંદીને, લોકોને કહે છે - અહીં ધર્મ નથી, માટે આ ધર્મને છોડી દો. [શંકા તેમને અશનાદિ પ્રતિષેધમાં અહીં કયો દોષ કારણરૂપ છે ? | સમાધાન] તેમને તે ભોજનથી મિથ્યાત્વનું સ્થિરિકરણ થાય છે. ધર્મબુદ્ધિથી આપે તો સમ્યકત્વને લાંછન લાગે તથા આરંભાદિ દોષ થાય. કરણા પામીને જો કદાચ અનુકંપાથી આપે તો અલગ વાત છે. •X - X • તીર્થકર ભગવંતો પણ જ્યારે પ્રવજ્યા માટે પૂર્વે સાંવત્સરિક દાન અનુકંપાવી આપે છે માટે તેમ કહ્યું. હવે મળ સત્ર કહે છે - સમ્યકત્વના શ્રાવકોને આ કહેવાનાર લક્ષણવાળા આ પાંચ અતિચાર મિથ્યાત્વ મોહનીય કર્મના ઉદયથી આભાને અશુભ પરિણામ વિશેષા છે, તેના વડે સમ્યકત્વનું ઉલ્લંઘન થાય છે. આ અતિચારોને જ્ઞ પરિજ્ઞાથી જાણવા પણ તેનું સેવન ન કરવું. તે આ છે – શંકા, કાંક્ષા, વિચિકિત્સા, પરપાખંડ પ્રશંસા, પરપાવંડ સંdવ. (૧) શંકા-શંકન, અરહંત ભગવંતે કહેલ પદાર્થોમાં - ધમસ્તિકાયાદિ અત્યંત ગહનમાં મતિની દુર્બળતાથી સમ્યફ ન અવધારવા તે સંશય. શું આ પ્રમાણે હશે કે
SR No.009076
Book TitleAgam 40 Avashyaka Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages512
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 40, & agam_aavashyak
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy