SearchBrowseAboutContactDonate
Page Preview
Page 472
Loading...
Download File
Download File
Page Text
________________ • ૬/૬ર નિ • ૧૫૫૫ ૧૪૫ છે અધ્યયન-૬-“પ્રત્યાખ્યાન” & Exx = xxx = x = કાયોત્સર્ગ અધ્યયનની વ્યાખ્યા કરી. હવે પ્રત્યાખ્યાન અધ્યયન આમીએ છીએ. તેનો સંબંધ આ પ્રમાણે છે - અનંતર અધ્યયન ખલન વિશેષથી અપરાધરૂપી વણ વિશેષ સંભવે, નિંદા માગવી ઓઘથી અશુદ્ધ રહે. તેથી પ્રાયશ્ચિતરૂપી મૈષજરી અપરાઘરૂપી વ્રણની ચિકિત્સા કહી. અહીં તો ગુણધારણા પ્રતિપાદિત કરે છે. ઘણી પણ મૂલ-ઉત્તરગુણ ધારણા કચ્છી. તે મૂલગુણ અને ઉતગુણના પ્રત્યાખ્યાનરૂપ છે. તે અહીં નિરૂપે છે. અથવા કાયોત્સર્ગ અધ્યયનમાં કાયોત્સર્ગીકરણ દ્વારથી પૂર્વોપાત્ત કર્મોનો ક્ષય બતાવ્યો. * * * * * અહીં પ્રત્યાખ્યાન કરવાથી કર્મયોપશમજ ફળને બતાવે છે. કહ્યું છે કે – ઈહલૌકિક અને પરલૌકિક બે પ્રકારે પ્રત્યાખ્યાનના ફળ કહ્યા છે. આલોકમાં ધર્મિલ આદિ અને પશ્લોકમાં દામ કાદિનું દટાંત છે. જિનવરે ઉપદિષ્ટ એવા આ પચ્ચકખાણને સેવીને અનંતા જીવોએ શાશ્વતસુખ એવા મોક્ષને પ્રાપ્ત કર્યો છે • ઈત્યાદિ. અથવા સામાયિકમાં સાઅિને વર્ણવ્યું. ચતુર્વિશતિસ્તવમાં અરહંતોની ગુણ તતિ કરી, તે દશનજ્ઞાનરૂપ છે, એ પ્રમાણે એ ત્રણે કહ્યા. આના વિતથ આસેવનથી થતાં આલોક-પસ્લોકના અપાયોને ખપાવવા ગુરને નિવેદન કર્યું જોઈએ. તે વંદનપૂર્વક થાય માટે તેની નિરૂપણા કરી. કરીને ફરી શુભ સ્થાનોમાં જ પ્રતીપ ક્રમણ સેવવું જોઈએ, તેથી તે પણ નિરૂપ્યું. તો પણ કંઈ અશુદ્ધ રહેલા અપરાધરૂપી વ્રણની ચિકિત્સા આલોચનાદિ વડે કાયોત્સર્ગ સુધીના પ્રાયશ્ચિત્ત મૈષજથી અનંતર અધ્યયન કહ્યું. અહીં તે તથા પણ અશુદ્ધનું પ્રત્યાખ્યાન કહ્યું. - એ પ્રમાણે અનેકરૂપે સંબંધથી આવેલા પ્રત્યાખ્યાન અદયયનના ચારે અનુયોગદ્વાર વિસ્તાચી કહેવા જોઈએ. - તેમાં નામ નિપn નિફોપમાં ‘પ્રત્યાખ્યાન' અયયન છે. તેમાં પ્રત્યાખ્યાનને આશ્રીને દ્વાર ગાવા કહે છે - • નિયુક્તિ-૧૫૫૫-વિવેચન : vtત અને આ પૂર્વક ઘા થી “પ્રત્યાખ્યાન' થાય છે. તેમાં પ્રત્યાખ્યાન- આના વડે મન, વચન, કિયા નલરી કંઈ પણ અનિટનો નિષેધ કરાય તે પ્રત્યાખ્યાત છે. • x• પ્રત્યાખ્યાન કિયા જ પ્રત્યાખ્યાન છે. • x • પ્રતિ + આખ્યાન તે પ્રત્યાખ્યાન. જે પ્રત્યાખ્યાન કરે છે. તે પ્રત્યાખ્યાતા - ગુરુ અને શિષ્ય. તથા પ્રત્યાખ્યય • પ્રત્યાખ્યાન ગોચર વસ્તુ. ૨ શબ્દથી ગણેની પણ તુચકાતા જણાવી છે. ૩નુપૂર્વી - પરિપાટી, તેનાથી કીનીય. પરિષદ્ વકતવ્યા. કેવા પ્રકારની પર્ષદાને કયનીય છે તથા કથનવિધિ • કવનનો પ્રકાર કહેવો તથા આલોક અને પરલોક સંબંધી ફળ કહેવું જોઈએ. [3410]. ૧૪૬ આવક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૪ આદિમાં આ છ ભેળે છે, સંક્ષેપથી ગાથાર્થ કહો. વિસ્તાસ્થી અવસર મુજબ ભાણકાર જ કહેશે. તેમાં આધ અવયવને વિસ્તારથી જણાવે છે - • ભાણ-૨૩૮ થી ૨૪૩-વિવેચન : રિ૩૮] નામપત્યાખ્યાન, સ્થાપના પ્રત્યાખ્યાન, દ્રવ્ય પ્રત્યાખ્યાન, અદિલા દેવાની ઈચ્છા ન હોવીપ પ્રત્યાખ્યાન, પ્રતિષેધ પ્રત્યાખ્યાન, ભાવ પ્રત્યાખ્યાત વિશે આ છ ભેદ પ્રત્યાખ્યાનના જાણવા. આ ગાયા સમુદાયાર્ચ નિગદસિદ્ધ છે. અવયવાર્થ અવસર મુજબ કહીશું. તેમાં નામ અને સ્થાપના બંને સુગમ છે. હવે દ્રવ્ય પ્રત્યાખ્યાન પ્રતિપાદન કરવા કહે છે - [૩૯] દ્રવ્ય નિમિત્ત ગાથા ખંડની વ્યાખ્યા વર આદિ દ્રવ્ય નિમિતે પ્રત્યાખ્યાન. જેમ કોઈક સાંપ્રત પકોને, તેમ દ્રવ્યમાં પ્રત્યાખ્યાન. જેમ ભૂમિ આદિમાં વ્યવસ્થિત કરે છે. તે રીતે દ્રવ્યભૂત - અનુપયુકત થઈને જે કરે છે, તેને પણ અભીપ્ટકલરહિતત્વથી દ્રબાપત્યાખ્યાન કહે છે. તે શબ્દથી દ્રવ્યના, દ્રવ્યોના, દ્રવ્ય વડે, દ્રવ્યો વડે, દ્રવ્યમાં, આ માર્ગ ક્ષણ [લઘુ કે ગૌણ|છે. અહીં રાજપુત્રનું દષ્ટાંત છે, તે આ પ્રમાણે - એક રાજાની પુત્રી બીજા રાજાને અપાઈ. તે મૃત્યુ પામ્યો. ત્યારે તેણીને પિતા પાછી લાવ્યા. હે પુમિકા ! ધર્મ કર, એમ કહ્યું. તેણી પાખંડીને દાન આપે છે. કોઈ વખતે કાર્તિક ઘર્મમાસ આવ્યો. તેથી હું માંસ ખાઈશ નહીં, એવું પ્રત્યાખ્યાન કર્યું. ત્યાં પારણામાં અનેક લાખ પશુઓ માંસાર્થે લાવવામાં આવ્યા. ત્યારે ભોજન અપાય છે. તેમાં જે સાધુઓ નજીકથી જતા હતા. તેમને નિમંત્રિત કરવામાં આવ્યા. તેઓએ ભોજન ગ્રહણ કર્યું, માંસ લીધું નહીં. ત્યારે તે રાજપુત્રીએ પૂછ્યું કે - શું તમારે કારતકમાસ પુરો નથી થયો ? તેઓ બોલ્યા - અમારે માવજીવ કારતક માસ છે. કઈ રીતે ? ત્યારે સાધુઓ ધર્મકથા કહે છે, માંસના દોષો કહ્યા. ત્યારપછી તેણીએ બોધ પામીને દીક્ષા લીધી. એ પ્રમાણે તેણીને પહેલા દ્રવ્ય પ્રત્યાખ્યાન હતું, પછી ભાવપ્રત્યાખ્યાન થયું. o હવે અદિસા પ્રત્યાખ્યાન કહે છે - તેમાં આ ગાથાદ્ધ છે. અદિલા પ્રત્યાખ્યાનમાં - હે બ્રાહ્મણ ! હે શ્રમણ ! ઉભા • મતે દેવાની ઈચ્છા નથી, આપે યાચના યાચના કરી તેનથી. તેવી અદિલા જ વસ્તુતઃ પ્રતિધામક, એ પ્રમાણે પ્રત્યાખ્યાન છે. ૦ ધે પ્રતિષેધ પ્રત્યાખ્યાનની વ્યાખ્યા કરવા માટે ગાયાખંડ કહે છે - અજુન दिज्जउ मझ [૨૪] મને અમુક ઘી આદિ આપો. બીજાએ કહ્યું- મારી પાસે તે નથી. દેવું પણ નથી, ઈચ્છા પણ નથી. આ આવા પ્રકારે પ્રતિષેધ થાય છે. આ પણ વસ્તુતઃ
SR No.009076
Book TitleAgam 40 Avashyaka Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages512
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 40, & agam_aavashyak
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy