SearchBrowseAboutContactDonate
Page Preview
Page 468
Loading...
Download File
Download File
Page Text
________________ ૪ ૫/૬૨ નિ - ૧૫૩૩ થી ૧૫૩૮ જો અશપણે સ્વયં જ પારે છે. જો શઠ હોય તો આચાર્યને આઠ ઉચ્છ્વાસ પ્રમાણ કાયોત્સર્ગ આવે. પāવણ-પ્રસ્થાપન પ્રતિક્રણાદિમાં - પ્રસ્થાપિત કાર્ય નિમિત્તમાં જો સ્ખલના થાય તો આઠ ઉજ્જ્વારાનો કાયોત્સર્ગ કરીને જાય. બીજીવાર થાય તો ૧૬-ઉચ્છ્વાસ, ત્રીજીવાર સ્ખલના થાય તો ન જાય. બીજાને પ્રસ્થાપિત કરે. અવશ્ય કાર્યમાં દેવને વાંદીને આગળ સાધુને સ્થાપીને બીજા સાથે જાય. કાળ પ્રતિક્રમણમાં આઠ ઉચ્છ્વાસ પ્રમાણ. ગોચરચર્યામાં શ્રુતસ્કંધ પરાવર્તનામાં આઠ ઉચ્છ્વાસનો કાયોત્સર્ગ. કેટલાંક પરાવર્તનામાં પચીશ ઉચ્છ્વાસનો કાયોત્સર્ગ મંગલાર્ચે કરે છે. ૧૩૭ [૧૫૩૫] અહીં શિષ્ય પૂછે છે – અકાળે ભણવું આદિ કારણે હોય તો [કાયોત્સર્ગ કરવો ઘટે છે ?] કાળે ન ભણ્યા હોય, દુષ્ટ વિધિથી શ્રુત સ્વીકારેલ હોય, શ્રુતની હીલના આદિ કરેલા હોય, સમનુજ્ઞા અને સમુદ્દેશ હોય. આ બધામાં કાયોત્સર્ગ કરવાનું ઘટે જ છે. કેમકે અતિચારનો સંભવ છે. [૧૫૩૬] જે વળી ઉદ્દિશ્યમાન શ્રુતને અનતિક્રાંત છતાં પણ નિર્વિષયત્વથી અપરાધને અપ્રાપ્ત હોય તો પણ કાયોત્સર્ગ કરે. આ અકૃત - ન કરેલ છતાં દોષ કાયોત્સર્ગ શોધ્ય ગ્રહણ કરેલ છે હે ભદંત ! ફોગટ શું કરવો ? જે ગ્રહણ કરેલ નથી તે ન કરવો. તો જ કાયોત્સર્ગનો ઉદ્દેશ છે. શિષ્યએ ઉક્ત બે ગાથામાં જે કહ્યું, તે માટે આચાર્ય કહે છે – [૧૫૩૭] કાયોત્સર્ગથી પાપનું ઉદ્ઘાતન થાય છે, મંગલને માટે છે, મંગલને કરવાથી ક્યાંય કોઈ વિઘ્ન ન તાય. [૧૫૩૮] પ્રાણવધ, મૃષાવાદ, અદત્ત, મૈથુન અને પરિગ્રહમાં અન્યન ૧૦૦ ઉચ્છ્વાસનો કાયોત્સર્ગ થાય. આ સ્વપ્ન દર્શનના વિષયમાં ગાયા છે - જો સ્વપ્નમાં પ્રાણવધ, મૃષાવાદ આદિનું આસેવન કરેલ હોય તો અન્યૂન ૧૦૦ ઉચ્છ્વાસ. મૈથુનમાં દૃષ્ટિ વિપર્યાસમાં ૧૦૦ ઉચ્છ્વાસ અને સ્ત્રી વિપર્યાસમાં ૧૦૮ ઉચ્છ્વાસનો કાયોત્સર્ગ કરવો. [પ્રક્ષેપ ગાથા-] નાવ દ્વારા નદિ આદિ ઉતરતા વધ આદિ થાય, સંતરણ કે ચલણ અર્થાત્ નાવથી જાય કે ચાલીને તો પચીશ ઉચ્છ્વાસ પ્રમાણ કાયોત્સર્ગ કરે. આ ગાથા કોઈ બીજા કર્તાની છે, પણ ઉપયોગી હોવાથી નોંધી છે. હવે ઉવારસામાન પ્રતિપાદન કરતાં કહે છે – • નિયુક્તિ-૧૫૩૯ + વિવેચન : પાદ સમાન ઉચ્છ્વાસ કાળ પ્રમાણથી થાય તેમ જાણવું. આ કાળ પ્રમાણ ઉત્સર્ગથી જાણવું. ગાથાની વ્યાખ્યા - પાદ એટલે શ્લોકનો પાદ [ચરણ] ગમન ઈત્યાદિ દ્વારા ગાયા કહી. હવે આધ દ્વારગાથામાં કહેલ અશઠ દ્વારની વ્યાખ્યા કરે છે અહીં આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૪ વિજ્ઞાનવાળા શાઠ્યરહિતતાથી આત્મહિત એમ કરીને સ્વબલની અપેક્ષાથી કાયોત્સર્ગ કરવો જોઈએ. બીજી રીતે કરવાથી અનેક દોષનો પ્રસંગ આવે ભાષ્યકાર કહે છે— • નિયુક્તિ-૧૫૪૦,૧૫૪૧, ભાષ્ય-૨૩૫,૨૩૬ + વિવેચન : [ભા.૨૩૫] જે કોઈ સાધુ નિશ્ચે ૩૦ વર્ષના હોય, બળવાન અને આતંકરહિત હોય તથા ૭૦ વર્ષ અન્ય વૃદ્ધ સાધુ વડે કાયોત્સર્ગનો પ્રારંભ અને પરિસમાપ્તિમાં તુલ્ય હોય. વિષમવત્ - ઉર્થંકાદિ સમાન કૂટવાહી, બળદની જેમ નિર્વિજ્ઞાન જ આ જ૬ - સ્વહિત પરિજ્ઞાન શૂન્યત્વથી હોય. તથા આત્મહિતે જ સમ્યક્ કાયોત્સર્ગ કરણથી સ્વકર્મક્ષય ફળત્વથી છે. ૧૩૮ [ભા.૨૩૬] હવે દૃષ્ટાંતનું વિવરણ કરતાં કહે છે – સમભૂમિમાં પણ અતિભાર વિષમવાહિત્વથી ઉદ્ધર્વ યાન જેમાં તે - ઉધાનમાં, ઉદક [જળ] તે ઉધાનમાં કેટલું હોય? ઘણું બધું. કોને ? કૂટવાહી - બળદને. તેના બે દોષ કહેલ છે - અતિભાર વડે ભાંગે છે કેમકે વિષમવાહી જ અતિભારી થાય છે અને તુતગ-ગળીયો બળદ ઘાત વડે વિષમવાહી તેનાથી પીડાય છે. [પ્રોપગાથા હવે દાન્તિક યોજના કરતાં કહે છે – આ ગાથા કોઈ બીજા કર્તાની છે, તો પણ તે ઉપયોગી હોવાથી તેની વ્યાખ્યા કરી રહ્યા છીએ – એ પ્રમાણે ગળીયા બળદવત્ બળવાન હોવા છતાં જે કરતાં નથી, માયા વડે કરણથી સમ્યક્ - સામર્થ્યને અનુરૂપ કાયોત્સર્ગને તે મૂઢ માયા નિમિત્તે કર્મ નિયમથી જ પામે છે તથા નિષ્ફળ એવા કાયોત્સર્ગ કલેશને પામે છે. તેથી કહે છે– નિર્માયી એવા અપેક્ષારહિતને અને સ્વશક્તિને અનુરૂપ કરતાં જ બધાં અનુષ્ઠાનો સફળ થાય છે. હવે માયાવાનને દોષોને દર્શાવતા કહે છે – [૧૫૪૦] માયા વડે કાયોત્સર્ગ અને બાકીના અનશનાદિ તપને ન કરતો, સમર્થને કોણ તેને બીજો અનુભવશે ? શું - સ્વકર્મ વિશેષ અનિર્જરિત હોય, આની શેષતા સમ્યકત્વ પ્રાપ્તિ ઉત્કૃષ્ટ કર્મોની અપેક્ષાથી કહી છે. કહ્યું છે કે – સાત પ્રકૃતિમાં અત્યંતર તો કોડાકોડી છે ઈત્યાદિ - ૪ - એ પ્રમાણે ઉત્સર્ગ પણ આ શોભન પાઠ નથી. બીજા કહે છે - [૧૫૪૧] જો આ પ્રમાણે છે તો – નિષ્કુટ સવિશેષ ગાથા કહે છે. નિકૂટ એટલે અશઠ. સવિશેષ - બીજાથી કંઈક વિશેષ બળવાન. અથવા વયની અનુરૂપતાથી બીજા સાથે કંઈક સમબલપણાથી છે. ઠુંઠા જેવો ઉર્ધ્વદેહ, નિષ્કપ, શત્રુ-મિત્રમાં સમ થઈ કાયોત્સર્ગમાં રહે. તુ શબ્દથી બીજા ભિક્ષાટનાદિમાં આ પ્રકારે જ ઉભા રહે. હવે વય અને બળને આશ્રીને કાયોત્સર્ગ કરવાની વિધિ કહે છે –
SR No.009076
Book TitleAgam 40 Avashyaka Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages512
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 40, & agam_aavashyak
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy