SearchBrowseAboutContactDonate
Page Preview
Page 463
Loading...
Download File
Download File
Page Text
________________ એ પણ નિ -૧૫૧ થી ૧૫ર૩ ૧ર૩ વધતી જતી • આ પદ ઉપરના બધાં સાથે જોડવું. વધતી જતી શ્રદ્ધાથી ઈત્યાદિ. એ પ્રમાણે કાયોત્સર્ગમાં રહેલ છું. પૂર્વે “કાયોત્સર્ગ કરું છું કહ્યું” પછી “કાયોત્સર્ગમાં સ્થિર થાઉં છું” કહ્યું. એમ કેમ ? ક્રિયાકાળ અને નિષ્ઠાકાળનો કયંચિત્ ભેદ છે. શું સર્વથા કાયોત્સર્ગમાં સ્થિર રહે ? ના. પૂર્વવત્ મંત્રી સUTઈત્યાદિ પૂર્વક, વસિમ સુધી, એ પ્રમાણે કહેવું. [જોડવું આ સૂત્ર બોલીને પચીશ ઉચ્છવાસ પ્રમાણ કાયોત્સર્ગ કરે. બીજી વખત એ પ્રમાણે કરે. અહીં આનું તૃતીય, અતીસાર આલોચના વિષયક પહેલાં કાયોત્સર્ગની અપેક્ષાથી જાણવું. પછી ‘નમોક્કાર' બોલીને પારીને શ્રુતજ્ઞાનની પરિવૃદ્ધિ નિમિતે અને અતિચાર વિશોધનાર્થે શ્રુતઘમ ભગવંતની શ્રેષ્ઠ ભક્તિપૂર્વક, તેના પ્રરૂપકને નમસ્કારપૂર્વ સ્તુતિ કરે, તે આ પ્રમાણે – • સૂત્ર-૪૮ થી પર : અદ્ધ યુકરવદ્વીપ, ધાતકીખંડ અને જંબૂદ્વીપ [એ અઢી દ્વીપમાં આવેલ ભરત, ઐરાવત અને વિદેહ ક્ષેત્રમાં રહેલા શ્રત ધર્મના આદિ કરોને હું નમસ્કાર કરું છું. અજ્ઞાનરૂપી અંધકારના સમૂહનો નાશ કરનાર, દેવ અને નરેન્દ્રોના સમૂહથી પૂજાયેલ, મોહની જાળને તોડી નાંખનારા, મયદિાધરને વંદુ છું. જન્મ-જરા-મરણ અને શોકના પ્રનાશક, પુષ્કળ કલ્યાણ અને વિશાળ સુખને આપનાર, દેવ-દાનવ-નરેન્દ્રના સમૂહથી પૂજાયેલ એવા શ્રાધમને પામીને કોણ પ્રમાદ કરે ? ઓ મનુષ્યો ! સિદ્ધ એવા જિનમતને હું પુનઃ નમસ્કાર કરું છું, કે જે દેવ, નાગ, સુવર્ણ, કિન્નરોના સમૂહથી સદ્ભુત ભાવથી આર્ચિત, જેમાં ત્રણ લોકના મનુષ્ય, સુર અને અસુરાદિક જગતુ જે લોકમાં પ્રતિષ્ઠિત છે, આવો સંયમ પોક અને જ્ઞાન સમૃદ્ધ દર્શન વડે પ્રવૃત્ત શાશ્વત ધર્મ વૃદ્ધિ પામો અને વિજયની પરંપરા વડે ચાસ્ત્રિ ધર્મ પણ નિત્ય વૃદ્ધિ પામો. ચુત ભગવંતની આરાધના નિમિતે હું કાયોત્સર્ગ કરું છું. વંદન નિમિતે આદિ, અત્યo [આ બંનેનો અર્થ પૂર્વે કહેવાયેલ છે.] • વિવેચન-૪૮ થી પર : પુકર-પા, તેના વડે વર-પ્રધાન, તે પુકાવર, એવો દ્વીપ, તેનું ચાઈ. માનુષોત્તર પર્વતનો પૂર્વવર્તી, તેમાં તથા ઘાતકીના ખંડો જેમાં છે, તે ધાતકીખંડદ્વીપ, તેમાં તથા જંબૂને આશ્રીને પ્રધાન એવો જંબૂલીપ. આ અઢીદ્વીપમાં વર્તતા - મહતર ક્ષેત્રના પ્રાધાન્યતા અંગીકરણથી પશ્ચાતુપૂર્વી ઉપન્યાસ કરવાથી ઉપરોક્ત ક્રમ લીધેલ છે. ૧૨૮ આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૪ તેમાં રહેલ ભરત, ઐરાવત, વિદેહ ક્ષેત્રો. તેમાં ધર્મના આદિ કરણથી હું નમસ્કાર કરું છું. ઘઉં - દુર્ગતિમાં પડતાં જીવોને જેથી ધારણ કરે છે, તેથી - આને શુભસ્થાને ધરે છે, તેથી તેને ધર્મ કહેલ છે. આ ધર્મના બે ભેદ - ધૃતધર્મ અને ચાઅિધર્મ. અહીં મૃતધર્મનો અધિકાર છે. તેને ભરત આદિ ક્ષેત્રાદિમાં કરવાના સ્વભાવવાળા તીર્થકરો જ છે, તેથી તેમની સ્તુતિ કહી છે. હવે શ્રતધર્મની કહે છે – તપ: અજ્ઞાન, તે જ તિમિર અથવા તમ: - બદ્ધ ધૃષ્ટ નિધત જ્ઞાનાવરણીયનું નિકાચિત તિમિર, તેનું વૃંદ, તે તમતિમિરપટલ, તેનો નાશ કરે છે. તથા અજ્ઞાનના નિરાસનથી જ આની પ્રવૃત્તિ છે. તથા દેવોના સમૂહ અને નરેન્દ્ર વડે પૂજિત છે. આગમનો મહિમા દેવ આદિ જ કરે છે તથા સીમા - મયદા તેને ધારણ કરે છે માટે સીમાધર, તેમને વંદુ છું. અથવા તેમનું જે માહાભ્ય તેને વંદુ છું અથવા તેને વંઘ્ન કરું છું. તેથી કહે છે – આગમવંતો જ મર્યાદાને ધારણ કરે છે. કેવા સ્વરૂપની ? પ્રકર્ષથી ફોડેલ છે મોહજાલ-મિથ્યાત્વ આદિ જેના વડે તેને તથા આમાં હોવાથી વિવેકી મોહજાળને વિલય પમાડે છે. આ કૃતધર્મને વાંધીને, હવે તેના જ ગુણોપદર્શન દ્વારથી પ્રમાદની અગોચરતાને પ્રતિપાદિત કરતા કહે છે - જાતિ-જન્મ, જરા-વયની હાનિ, મરણ-પ્રાણત્યાગ, શોક-મનનું દુ:ખ વિશેષ. આ જાતિ જરામરણ શોકને દૂર કરે છે, તેને તથા કૃતધક્ત અનુષ્ઠાનથી જાતિ આદિ પ્રકૃષ્ટ નાશ પામે જ છે. આના દ્વારા આનું અનર્થ-પ્રતિઘાતિત્વ બતાવ્યું. કચ-આરોગ્ય, કરશને લાવે તે કલ્યાણ, અર્થાત્ આરોગ્યને લાવનાર સંપૂર્ણ, તે પણ અલા નહીં, પરંતુ વિશાળ સુખ, તેને પ્રાપ્ત કરાય છે. એવા કલ્યાણ પુષ્કળ વિશાળ સંખાવળે, તેથી મૃત ઘોંક્ત અનુષ્ઠાનથી ઉકત લક્ષણ વર્ગ સુખ પમાય જ છે. આના દ્વારા જ્ઞાનના વિશિષ્ટાર્થનું સાધકત્ય કહ્યું. કયો પ્રાણી દેવ-દાનવ-નરેન્દ્રના સમૂહ વડે અર્ચિત કૃતધર્મના સામર્થ્યને પામીને - જોઈ જાણીને પ્રમાદ કરે ? અર્થાત્ કરવો યોગ્ય નથી. [શંકા ‘સુગણનરેન્દ્ર મહિતસ્ય' એ પ્રમાણે કહ્યું, ફરી “દેવદાનવનરેન્દ્રગણાચિંતસ્ય” એમ શા માટે કહ્યું? તેના નિગમનપણે હોવાથી દોષ નથી. તે એવા ગુણવંત ધર્મનો સાર પામીને કોણ સકર્ણ ચાધિર્મમાં પ્રમાદી થાય ? જો એમ છે તો - સિદ્ધ - પ્રતિષ્ઠિત કે પ્રખ્યાત. મ - કોઈ અતિશયીને આમંત્રણ જણાય છે. - યથાશક્તિ ઉઘત, પ્રકર્ષથી યત, આ પરસાક્ષિક કરીને ફરી નમસ્કા કરે છે . ની નિTEણ - જિનમતને નમસ્કાર થાઓ. તથા આમાં-જિનમતમાં નંદિ
SR No.009076
Book TitleAgam 40 Avashyaka Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages512
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 40, & agam_aavashyak
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy