SearchBrowseAboutContactDonate
Page Preview
Page 458
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૦ ૫/૩૯૬ નિ - ૧૪૮૯ થી ૧૪૯૬ ૧૧૩ ૦ અન્નત્ય સિવાય કે, નીચેના કારણો સિવાય] – શ્વાસ લેવાથી, શ્વાસ મૂકવાથી, ઉધરસથી છીંકથી, બગાસાથી, ઓડકારથી, વાતનિસર્ગથી, ભ્રમરીથી, પિત્તમૂર્છાથી. - સૂક્ષ્મ અંગ સંચાલનથી, સૂક્ષ્મ કફ સંચાલથી, સૂક્ષ્મ દૃષ્ટિ સંચાલનથી. ઈત્યાદિ આવા કારણોથી [આગારો વડે] મારો કાયોત્સર્ગ ભંગ ન થાઓ, વિરાધિત ન થાઓ. (યાવર્તી) જ્યાં સુધી, હું અરિહંત ભગવંતોને નમસ્કાર કરીને હું કાર્યોત્સર્ગ ન પારું, ત્યાં સુધી સ્થાન વડે સ્થિર થઈને, વાણી વડે સ્થિર થઈને ધ્યાન [મન] વડે સ્થિર થઈને મારી કાયાને વોસિરાવું છું. • વિવેચન-૩૯ : ૦ તમ્મ - તેનું અર્થાત્ અનંતર પ્રસ્તુત શ્રામણ્ય યોગ સમૂહનું કંઈક પ્રમાદથી ખંડન કે વિરાધના થઈ હોય, તેનું ઉત્તરીકરણના હેતુભૂતથી હું કાયોત્સર્ગમાં સ્થિર થઉં છું. તેમાં ઉત્તકરણ એટલે પુનઃ સંસ્કારદ્વારથી ઉપકિરણ કહેવાય છે. ઉત્તર એવું તે કરણ તે ઉત્તરકરણ. અનુત્તરને ઉત્તર કરવું તે ઉત્તરીકરણ. કૃતિ - કરણ, તે પ્રાયશ્ચિત્તદ્વારથી થાય છે. તેથી પ્રાયશ્ચિત કરણ કહે છે – ‘પ્રાયશ્ચિત્ત’ શબ્દ પછી કહીશ. તેનું કરવું તે - પ્રાયશ્ચિત કરણ, તેના વડે અથવા સામાયિકાદિથી પ્રતિક્રમણ પર્યન્ત વિશુદ્ધિ કર્તવ્યમાં મૂળકરણ. આ પુનઃ ઉત્તરકરણ, હવે તેનાથી ઉત્તરકરણ તે પ્રાયશ્ચિત કરણ. પ્રાયશ્ચિત્ત કરણ વિશુદ્ધિ દ્વારથી થાય છે. તેથી કહે છે – વિશોહી કરણ વડે. વિશોધન તે વિશુદ્ધિ. અપરાધથી મલિન આત્માનું પ્રક્ષાલન. તેના કરણના હેતુભૂતપણાથી. આ વિશુદ્ધિકરણ વિશલ્પકરણ દ્વારથી થાય છે તેથી કહે છે – વિસલ્લીકરણેણં - જેમાંથી માયા આદિ શલ્યો ચાલ્યા ગયા છે તે વિશલ્ય, તેના કરણના હેતુભૂતથી. પાપ કર્મોના નિર્ધાતન માટે. પાપ - સંસારના નિબંધન રૂપ, મેં - જ્ઞાનાવરણીય આદિના, નિર્ધાતન નિમિત્તે - વ્યાપતિ નિમિત્તે. શું? કાયોત્સર્ગ - કાયાના પરિત્યાગ માટે રહેલ છું. અર્થાત્ કાયોત્સર્ગ કરું છું. અર્થાત્ પ્રવૃત્તિવાન્ કાયાનો પરિત્યાગ કર્યું શું. શું સર્વથા કરે છે ? ના, [તે માટે આગળનું સૂત્ર જુઓ –l ૦ અન્નત્ય - અન્યત્ર, સિવાય કે નીચેની પ્રવૃત્તિમાં હોઉં. ઉચ્છવાસ - ઉંચો કે પ્રબળ શ્વસિત તે. નિઃશ્વસિત - અધઃ કે નીચો શ્વાસ કરવો તે. કાસિત - ખાંસવું, શ્રુત-છીંક, કૃભિત-બગાસુ, પહોળા કરેલા વદનનો પ્રબળ પવન નિર્ગમ. ઉદ્ગાર-ઓડકાર. વાત-નિસર્ગ એટલે અપાન માર્ગે પવનનું નીકળવું તે. ભમલી-આકસ્મિક શરીર ભમવારૂપ કે ચકરી. પિતમૂર્છા - પિત્તની ૧૧૮ આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૪ પ્રબળતાથી કંઈક મૂર્છા આવે તે. સૂક્ષ્મ - અંગ સંચાલન એટલે લક્ષ્યાલક્ષ્ય વડે ગાત્ર વિચલન પ્રકારોથી રુંવાડા ઉભા થવા વગેરે. ખેલસંચાર - સયોગી વીર્ય સદ્રવ્યતા વડે તે કફનો સંચાર થવો તે. દૃષ્ટિસંચાર - નિમેષાદિ. આર્ - આકાર અર્થાત્ સર્વથા કાયોત્સર્ગ અપવાદના ભેદો તેવા આગારો વિધમાન હોવા છતાં, ભગ્ન-સર્વથા નાશિત, વિરાધિત - દેશથી ભંગ. ન થાઓ - મારા કાયોત્સર્ગનો કેટલો કાળ સુધી ? જ્યાં સુધી અરહંત ભગવંતને નમસ્કાર કરીને હું કાયોત્સર્ગ ન પારું ત્યાં સુધી. અહીં યાવત્ એ કાળનું અવધારણ છે. 1 लग અરહંત - અશોકાદિ આઠ મહાપ્રાતિહાર્યાદિરૂપ પૂજાને યોગ્ય હોવાથી અરહંત. ઐશ્વર્યાદિલક્ષણ, તે જેમાં વિધમાન છે તે ભગવંત. આવા અહંત અને ભગવંત સંબંધી નમસ્કાર વડે અર્થાત્ “નમો અરહંતાણં' બોલીને હું પારું નહીં - પાર પહોંચુ નહીં ત્યાં સુધી. શું ? તે કહે છે. તાવ - કાળનો નિર્દેશ છે, ત્યાં સુધી. ાય - દેહ, શરીર. ઢાળ - ઉર્ધ્વસ્થાનથી, મૌન - વચનનિરોધરૂપ, ધ્યાન - શુભ ધ્યાન વડે. અપ્પાણં - પોતાને. બીજા આ આલાવો બોલતા નથી. વોસિપિ - પરિ ત્યાગ કરું છું. અહીં આવી ભાવના છે– કાયાને સ્થાન, મૌન, ધ્યાન ક્રિયા સિવાય બીજી ક્રિયાના અધ્યાસ દ્વારથી હું ત્યાગ કરું છું. નમસ્કારપાઠ સુધી લાંબા હાય કરી, વાણીના પ્રસારનો નિરોધ કરીને, પ્રશસ્ત ધ્યાનાનુગત ઉભો રહીશ તથા કાયોત્સર્ગની સમાપ્તિમાં નમસ્કાર ન બોલે, ત્યાં સુધી તેનો ભંગ જ જાણવો એ પ્રમાણે આ તાવત્ શબ્દનો સંક્ષેપાર્થ કહ્યો. અવયવાર્થ ભાષ્યકાર કહેશે. તેમાં ફામિ નામિ વાડqî' ઈત્યાદિ સૂત્રના અવયવને આશ્રીને કહે છે - પ્રશ્નઃ- શું પ્રયોજન રહિતપણાને કારણે કાયોત્સર્ગ સ્થાન ન કરવું ? તથાવિધ પર્યટનવત્ આમ કહ્યું. [ઉત્તર] પ્રયોજનરહિતપણું અસિદ્ધ છે કેમકે - • પ્રક્ષેપગાથા-૧,૨, નિર્યુક્તિ-૧૪૯૭-વિવેચન : આ સંબંધગાથા કોઈ બીજા કર્તાની છે. તો પણ ઉપયોગસહિત હોવાથી, તેનું વ્યાખ્યાન કરીએ છીએ. કાયોત્સર્ગમાં ઉક્ત સ્વરૂપે રહીને નિષ્પકંપદેહ હોય, મૌનમાં રહેલ અને એકાગ્રચિત્ત હોય. કોણ ? મુનિ-સાધુ. શા માટે ? દૈવસિક અતિચાર [આલોચનાર્થે]. આવિ શબ્દથી રાત્રિક આદિ પણ લેવા. - પછી શું ? તે કહે છે – જે કારણથી સમ્યક્ - અશઠ ભાવથી ગુરુજન સમા નિવેદનથી એમ જાણવું. તે આઠ પ્રાયશ્ચિત્તકરણથી આત્માને આ શોધિત કરે છે અને અતિચાર મલનું પ્રક્ષાલન કરે છે અને તે અતિચારના પરિજ્ઞાનથી અવિકલ કાયોત્સર્ગમાં રહેલને કાયોત્સર્ગ સ્થાનનું કાર્ય હોય છે. વળી - જે કારણે જિનેશ્વર ભગવંતે આ કાયોત્સર્ગ કહેલ છે. તે કારણે કાયોત્સર્ગ સ્થાનનું કાર્ય છે. આ બે
SR No.009076
Book TitleAgam 40 Avashyaka Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages512
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 40, & agam_aavashyak
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy