SearchBrowseAboutContactDonate
Page Preview
Page 455
Loading...
Download File
Download File
Page Text
________________ એ પ/૩૫,૩૬ નિ : ૧૪૬૨ થી ૧૪૭૮ ૧૧૧ ૧૧૨ આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૪ ચિતની એકાગ્રતા રહે તેને ધ્યાન કહે છે. વળી તે આd, રૌદ્ર, ધર્મ અને શુક્લ ચાર ભેદે જાણવું આનું સ્વરૂપ જેમ પ્રતિક્રમણ અધ્યયનમાં પ્રતિપાદિત છે, તે પ્રમાણે કહેવું જોઈએ. [૧૪૬૪ થી ૧૪૬૬] તેમાં પહેલા બે ધ્યાનને સંસારના વર્ધક કહ્યા છે અને પછીના બે વિમોક્ષનો હેતુ કહ્યા છે. તેનો અહીં અધિકાર છે, બીજા ધ્યાનોનો નહીં. હવે જેવા સ્વરૂપનો જ્યાં યથાવસ્થિત જે ધ્યાન કરે છે. તેને બતાવવાનું કહે છે - સંવૃત કર્યા છે આશ્રદ્વાર જેણે. અર્થાત્ પ્રાણાતિપાત આદિ આશ્રવ દ્વારોને જેણે બંધ કરી દીધા છે. ક્યાં ધ્યાન કરે ? અવ્યાબાધામાં - ગાંધવિિદ લક્ષણ ભાવ વ્યાબાધ સહિત, અકંટક - પાષાણ કંટકાદિ દ્રવ્ય કંટકરહિત ભૂભાગમાં. કઈ રીતે રહીને ધ્યાન કરે ? સ્થિર-નિકંપ અવસ્થાન - વિસ્થિતિ વિશેષ કરીને રહેલો કે નિષણ. પુરુષાદિ ચેતન કે પ્રતિમાદિ અચેતન વસ્તુને અવલંબીને - વિષયી કરીને ધન-દંઢ મનથી - અંત:કરણથી જે ધ્યાન કરે છે. શું ? તે કહે છે - સૂત્ર જે ગણધરાદિ વડે બદ્ધ હોય અને અર્થ - તદ્ગોચર, તેમાં રહેલનું ધ્યાન કરે. કેવા પ્રકારના અર્થથી ? તે કહે છે - દ્રવ્ય કે તેના પાયિોનું. અહીં જ્યારે સૂરતું ધ્યાન કરે છે ત્યારે તે જ સ્વગત ધર્મો વડે આલોચે છે અર્થને નહીં, જ્યારે અર્થનું ધ્યાન કરે ત્યારે સૂઝતું નહીં. [૧૪૬] હવે પૂર્વોક્ત ચોધ-પરિહારને માટે કહે છે, ત્યાં કંઈક કહે છે - શું કહે છે ? ધ્યાન જે માનસનું પરિણામ છે. કેમકે ધ્યાનનો ‘ચિંતા' અર્થત્વ કહેલ છે. આવી આશંકાનો ઉત્તર આપતા કહે છે - તેમ ન થાય, કેમકે જિનેશ્વરે ત્રણે યોગથી ધ્યાન કહેલ છે. તેથી મન, વચન, કાયાની પ્રવૃત્તિ રૂપ ગણે યોગથી ધ્યાન થાય. ૧૪૬૮] પરંતુ, કોઈકને ક્યારેક પ્રાધાન્યને આશ્રીને ભેદથી વ્યપદેશ પ્રવર્તે છે. આવા પ્રાધાન્યને કારણે ધ્યાનનો મન સાથે સંબંધ જોડી વિશેષથી વ્યાખ્યા કરાતી હોય છે. ૧૪૬૯] એ પ્રમાણે મન, વચન, કાયાના ત્રણે પણ યોગોમાં જે જ્યારે ઉકટ યોગ હોય, તે યોગનો ત્યારે તે કાળમાં નિર્દેશ કરવો. ત્યાં બીજા યોગ એક પણ હોય, બે પણ હોય કે ન પણ હોય. અહીં ભાવના આ પ્રમાણે છે કે - કેવળીને વાચા યોગ અને ઉત્કટમાં કાય યોગ પણ હોય, આપણે બધાંને મનોયોગ મુખ્ય છે, કાયયોગ હોય કે ન પણ હોય. કેવળીને શૈલેશી અવસ્થામાં કાયયોગનિરોધ કાળમાં માગ કાયયોગ જ હોય છે. આના દ્વારા શુભયોગનું ઉકટવ તથા તિરોધ, બંને પણ ધ્યાન કહેલ છે. [૧૪૩૦] અહીં જે ઉકટ યોગ, તેના જ ઈતર સભાવમાં પણ પ્રાધાન્યથી સામાન્યથી ધ્યાન કહીને હવે વિશેષથી ત્રણ પ્રકારને જણાવતા કહે છે - કાયમાં પણ આત્માની પ્રાધિ અિધ્યાત્મ માં વર્તે છે. તે અધ્યાત્મ ટસ્કે ધ્યાન એકાગ્રતાથી એજનાદિના નિરોધથી કહ્યું. વાગયોગ- અધ્યાત્મ અર્થાત્ ધ્યાન, એકાગ્રતાથી જ આયતભાષા નિરોધથી થાય. મનમાં પણ એ પ્રમાણે જ ધ્યાન થાય. એ પ્રમાણે કાયામાં અને વાચામાં પણ છે. આ પ્રમાણે ભેદ વડે જણાવીને હવે એકાદિમાં પણ દર્શાવતા કહે છે - કાયા, વાચા, મનોયુક્ત ગિવિઘે અધ્યાત્મ (ધ્યાન) કહેલ છે. [કોણે ?] તીર્થકર અને ગણધરોએ કહ્યું છે કે – “મંગિક સૂત્રને ગણતો ત્રણે પણ ધ્યાનમાં વર્તે છે. [૧૪૭૧] પર અભ્યાગત ધ્યાન સામ્ય પ્રદર્શનથી અનન્યૂપગતને પણ ધ્યાનતા દેખાડતા કહે છે - હે આયુષ્યમન્ ! જો કે એકાગ્ર ચિત્ત ક્યારેક વસ્તુમાં ધારણા કરતો કે સ્થિરતાથી દેહવ્યાપીવિષવ ડંખ, એ રીતે નિર્ધતાને કેવલી માફક તેનો પણ યોગનિરોધ છે. કેમ? ધ્યાન માનસિક થાય ચે, તેમ નથી તો બાકીના બંને પણ વચન અને કાયાના છે. એ પ્રમાણે જ - એકાગ્ર ધારણાદિ પ્રકારથી તે લક્ષણના યોગથી ધ્યાન થાય છે. [૧૪૭૨] અહીં ત્રણ પ્રકારનું ધ્યાન કહ્યું છતાં જેનું જ્યારે ઉત્કટવ હોય, તેનું ત્યારે બીજા ધ્યાનના સભાવ છતાં પ્રાધાન્યથી વ્યપદેશ કરવો. આ લોક લોકોત્તર ન્યાય છે. તેથી ‘સિય' ગાથા કહે છે - દેશિક - અગ્રયાયી, આગળ જનાર. દેશિક વડે દર્શિત માર્ગ-પંથ જેનો છે તે. વ્રજનું - જતો, નરપતિ - રાજા, શબ્દને પ્રાપ્ત કરે છે. કઈ રીતે તે કહે છે - આ રાજા જાય છે, આને કેવળ નથી. ઘણાં લોકોના અનુગતવથી, તેને અન્ય વ્યપદેશ નથી. કેમકે તેનું પ્રાધાન્ય છે. બાકીના અસ્થતિ અમાત્ય આદિ અનુગામી - તે રાજાની પાછળ જનારા. અહીં પ્રાધાન્યથી ફક્ત ‘રાજા'નો વ્યપદેશ કરાય છે. | [૧૪૭૩] આ લોકાનુગત ન્યાય છે. હવે આ લોકોતરાનુગત કહે છે - પ્રથમ જ ‘પ્રથમિલુક', આનું પ્રાયખ્ય સમ્યગદર્શનના પ્રથમ ગુણ-ઘાતીત્વથી છે, તે પ્રથમિલુકના ઉદયમાં, કોનો ? અનંતાનુબંધી ક્રોધના. તે વખતે બાકીના ત્રણે - ચાપત્યાખ્યાન, પ્રત્યાખ્યાનાવરણ અને સંજવલનાદિ તે જીવદ્રવ્યમાં હોય છે. અતીતાદિ અપેક્ષાથી તેનો સદ્ભાવ પ્રતિપાદિત કરતાં નથી. [તેવું નહીં] પરંતુ અપ્રત્યાખ્યાન આદિ હોય જ છે, પણ તેનું પ્રાધાન્ય ન હોવાથી તેનો વ્યપદેશ કરતાં નથી, માત્ર આઘનો જ વ્યપદેશ છે તે રીતે આ પણ અધિકૃત જાણવું. [૧૪9૪] હવે સ્વરૂપથી કાયિક અને માનસ ધ્યાનને જણાવતા કહે છે - મારો દેહ ન કંપો” એ પ્રમાણે ચલિત થયા વિના એકાગ્રતાથી રહેલ ને, શું ? કાયા વડે નિવૃત તે કાયિક ધ્યાન થાય છે. એ જ પ્રમાણે માનસ નિરુદ્ધ મનથી ધ્યાન થાય છે. [૧૪૩૫ આવું પ્રતિપાદન કરતાં શિષ્ય કહે છે - જો કાયા અને મનના નિરોધમાં ધ્યાનને પ્રતિપાદિત કર્યું, તો વાચાને યોજવી કે નહીં ? કદાયિતુ અાપવૃત્તિ જ નિરોધના અભાવી છે. • x • તો વાગધ્યાન થતું જ નથી શું ? • x • અથવા
SR No.009076
Book TitleAgam 40 Avashyaka Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages512
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 40, & agam_aavashyak
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy