SearchBrowseAboutContactDonate
Page Preview
Page 449
Loading...
Download File
Download File
Page Text
________________ અંe ૪/૩૨, નિઃ - ૧૪૧૬,૧૪૧૩ ૧૦૦ આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૪ હવે છાસ્થપણાથી સંપૂર્ણ શુદ્ધિને માટે કહે છે – • સૂઝ-33 - જે કંઈ મને સ્મરણમાં છે, જે કંઈ મરણમાં નથી. જેનું મેં પ્રતિક્રમણ કર્યું અને જે [અજાણનું પ્રતિક્રમણ ન કર્યું. તે [સર્વેના દિવસ સંબંધી અતિચારોને હું પ્રતિક્રમું છું. હું શ્રમણ છું સંયત - વિરd - પ્રતિહત અને પ્રત્યાખ્યાત પાપ કર્મવાળો છું, નિયાણા રહિત છું, દૈષ્ટિ સંપન્ન અને માયામૃષા રહિત છું. • વિવેચન-૩૩ : છાસ્થ જેટલું કંઈ જાણી શકે તે મુજબ જે કંઈ મને સ્મૃતિમાં છે. તથા જાણકારીથી વિદિત જે કંઈ છે, તેનું હું પ્રતિક્રમણ કરું છું અને સૂક્ષ્મ-અવિદિત હોવાથી જેનું પ્રતિક્રમણ મેં કરેલ નથી. આવા પ્રકારથી જે કંઈ અતિચાર કર્યા હોય, તેનું હું પ્રતિક્રમણ કરું છું. આટલું પ્રતિક્રમીને ફરી અકુશલ પ્રવૃત્તિના પરિહારો માટે આત્માની અથતું પોતાની આલોચના કરતો કહે છે - હું શ્રમણ છુંઈત્યાદિ. તેમાં પણ ચરકાદિ શ્રમણ નહીં. તો શું ? સંયત - સમસ્તપણે ચત યતનાવાન, વિરત-નિવૃત્ત. અતીતના અને આગામીકાળની નિંદા અને સંવર દ્વારથી જ કહે છે - આ પ્રમાણે ન કરવા વડે કરીને પ્રતિહા, અતીતને નિંદા વડે કરીને પ્રત્યાખ્યાત અને ભાવિમાં ન કરવા વડે, તે પ્રત્યાખ્યાત પાપકમાં. આ દોષ પ્રધાન છે, એમ કરીને તેનાથી શૂન્ય આત્માને ભેદ વડે પ્રતિપાદન કરતાં કહે છે - અતિયાણ એટલે નિદાન રહિત. સકલ ગુણને મૂળભૂત ગુણયુક્તતાને દર્શાવતા કહે છે - દૈષ્ટિસંપન્ન થતું સમ્યગુદનિયુકત. હવે કહેવાનાર દ્રવ્યવંદનના પરિહારને માટે કહે છે - “માયામૃષાવિવર્જક” - માયા ગભિત મૃષાવાદના પરિહારી. આવા પ્રકારનો થઈને શું ? સૂત્ર-૩૪ અઢીદ્વીપ અને બે સમુદ્રમાંની પંદર કર્મભૂમિમાં જે કોઈ સાધુઓ રજોહરણ, ગુચ્છા તથા પગને ધારણ કરનાર, પંચ મહાવતના ધારક, ૧૮,ooo શીલાંગના ધારક, અક્ષત આચાર ચાસ્ટિાવાળા, તે બધાંને શિર વડે, અંતઃકરણથી મસક નમાવીને હું વાંદુ છું. • વિવેચન-૩૪ : અર્ધતૃતીય હીપ-સમુદ્રમાં - જંબૂદ્વીપ, ધાતકીખંડ, પુખરાદ્ધમાં પંદર કર્મભૂમિમાં અથતિ પાંચ ભરત, પાંચ ઐરાવત, પાંચ વિદેહમાં જે કોઈ સાધુઓ જોહરણાદિધારી છે, નિકૂવાદિના વ્યવચ્છેદ માટે કહે છે - પાંચ મહાવ્રતધારી, તેથી તેના એક અંગવિકલ પ્રત્યેકબુદ્ધના સંગ્રહ માટે કહે છે - અઢાર હજાર શીલાંગધારી. તેથી કેટલાંક ભગવંતો જોહરણાદિધારી હોતા નથી પણ હોતા તેનો સમાવેશ કર્યો. આ ૧૮,૦૦૦ શીલાંગ આ પ્રમાણે - યોગ, કરણ, સંજ્ઞા, ઈન્દ્રિય, ભોમાદિ, શ્રમણધર્મથી શીલાંગના ૧૮,૦૦૦ ભેદોની નિષ્પત્તિ થાય છે. જેમકે - (૧) મનથી ન કરે આહાર સંજ્ઞા વિપક શ્રોબેન્દ્રિય સંવત ક્ષમા સંપન્ન એવા પૃથ્વીકાયના સંરક્ષક. (૨) એ પ્રમાણે અકાય સંરક્ષક, (3) તેઉકાય સંરક્ષક, (૪) વાયુકાય સંરક્ષક ઈત્યાદિ ભેદો કહેવા. યોગ-3, કરણ-3, સંજ્ઞા-૪, ઈન્દ્રિય-પ, પૃથ્વીકાયાદિથી પંચેન્દ્રિય પર્યન અને અજીવ સહિત ૧૦, ક્ષાંતિ આદિ શ્રમણધર્મ-૧૦. આ બધાંનો ગુણાકાર કતાં 3 x 3 x ૪ x ૫ x ૧૦ x ૧૦ = ૧૮,૦૦૦ ભેદો થશે. અક્ષતાવાર ચારિત્ર. તે બદાં - ગચ્છમાં રહેલ કે ગચ્છ બહાર. શિરસા - ઉત્તમાંગ, મસ્તકથી. મનથી-ત:કરણથી. મસ્તક નમાવીને વંદુ છું. આ પ્રમાણે વંદના કરીને પછી સાધુ ફરી ઓઘથી બધાં જીવોને ખમાવવું અને મૈત્રીને દશવિવાને કહે છે – સૂઝ-૩૫,૩૬ - હું સર્વે જીવોને અમાનું છું, બધાં જીવો મને ક્ષમા કરો. મારે સર્વ જીવોની સાથે મૈત્રી છે, મારે કોઈની સાથે સૈર નથી. એ પ્રમાણે મેં આલોચના કરી છે, સમ્યક નિંદા કરી છે, ગઈ કરી છે, દુશંકા કરી છે. હું તે અતિચારોને પ્રવિધે પ્રતિકમતો ચોવીશે જિનને વંદુ છું. • વિવેચન-૩૫,૩૬ : ‘બધાં જીવો તને પણ ખમાવો' જેથી તેમને પણ અક્ષમા નિમિતે કર્મબંધ ન થાય, એવી કરણાથી આમ કહેલ છે. સમાપ્તિમાં સ્વરૂપ પ્રદર્શન સહ મંગલ ગાથારૂપ સૂણ-૩૬-કહ્યું. એ રીતે દૈવસિક પ્રતિક્રમણ કહ્યું. સગિક પ્રતિક્રમણ પણ આ પ્રમાણે જ હોય મધ્યદેવસિકને સ્થાને અગિક કહેવું. ગૌચરચર્યાદિનું રામે પ્રતિક્રમણ સ્વપ્નાદિમાં સંભવથી જાણવું. અધ્યયન-૪-“પ્રતિક્રમણ”નો મુનિ દીપરત્નસાગરે કરેલ સટીક અનુવાદ પૂર્ણ
SR No.009076
Book TitleAgam 40 Avashyaka Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages512
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 40, & agam_aavashyak
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy