SearchBrowseAboutContactDonate
Page Preview
Page 433
Loading...
Download File
Download File
Page Text
________________ He ૪/૨૭, નિ - ૧૩૨૦૨ ૬૮ પ્રતિક્રમણ સંગ્રહણી સમાપ્ત થઈ. સંગ્રહણીની વ્યાખ્યામાં કહે છે કે – બીજા પ્રકારે તીર્થકરની આશાતના, ઉપર શબ્દથી સિદ્ધ આદિનું ગ્રહણ સ્વાધ્યાયમાં કંઈક ન ભણ્યા સુધી કહેવું. હવે સૂત્રોક્ત જ તેનીશ આશાતના કહે છે – • સૂત્ર-૨૮ - (૧) અરિહંતોની આશાતના, (૨) સિદ્ધોની આશાતના, (3) આચાર્યની આશાતના, (૪) ઉપાધ્યાયની આશાતના, (૫) સાધુની આશાતના, (૬) સાળીની આશાતના, () શ્રાવકની આરતના, (૮) શ્રાવિકાની આશાતના, (૯) દેવોની આશાતના, (૧૦) દેવીની આશાતના, (૧૧) લોક સંબંધી આertતના, (૧૨) પરલોક સંબંધી આશાતના, (૧૩) કેવલિ પ્રાપ્ત ધમની આશાતના, (૧૪) દેવમનુષ્ય-અસુર લોક સંબંધી આશાતના, (૧૫) સર્વ પ્રાણ, ભૂત, જીવ, સવની આશાતના, (૧૬) કાળની આશાતના, (૧૩) શ્રુતની આશાતના, (૧૮) શ્રુતદેવતાની આશાતના, (૧૯) વાસનાચાર્યની આશાતના. • વિવેચન-૨૮ : અરહંત સંબંધી આશાતનાથી જે મેં દૈવસિક અતિચાર કર્યો તેનું મિચ્છામિદુક્કડમ. આ પ્રમાણે સિદ્ધ આદિ પદોમાં પણ યોજવું. આ પ્રમાણે કરતાં અરહંતની આશાતના થાય છે. જેમકે - અરહંત નથી. શા માટે ભોગ ભોગવે છે કોણ જાણે ? સમવસરણાદિથી કેમ જીવે છે ? આ પ્રમાણે બોલે તેનો આ ઉત્તર છે - પૂજ્ય પ્રકૃતિના ઉદયની બહુલતાથી તિવતિત ભોગફળથી ભોગો ભોગવે છે. એ રીતે સમવસરણ છે. તે સાંભળો. જ્ઞાનાદિ અવરોધક આઘાતિ સુખપાદપની વેદના [નો ક્ષય તીર્થંકર નામકર્મનો ઉદય તથા વીતરાગથી જાણવું. સિદ્ધોની આશાતનાથી સિદ્ધોની આશાતના એ પ્રમાણે બોલતા તે મૂઢને થાય છે - નિોટા નથી અથવા સદા ઉપયોગમાં અથવા ધુવ રાગ-દ્વેષવથી તે પ્રમાણે દર્શન અને જ્ઞાનના અજાન્યકાળના ઉપયોગથી તેઓ સર્વજ્ઞ જ છે. અન્યોન્ય આ વારકતા કે જ્ઞાનદર્શનનું એકવ આમાંના એકપણ દોષ સંભવતો નથી. “સિદ્ધ” શબ્દથી જ નિયમા તે છે તેમ જાણવું. વીર્યના ક્ષયથી વિશેષ્ટા પણ થાય છે, માટે આ દોષ નથી. સર્વે કષાયોના સંપૂર્ણ ક્ષયથી રાગ-દ્વેષ પણ નથી. જીવના સ્વભાવથી એકસાથે બે ઉપયોગ ન હોય. દ્રવ્યાર્થિક નયના મતે પૃથક આવરણ હોવાથી જ્ઞાન અને દર્શન બંનેનો એકત્વ ઉપયોગ ન થાય. જ્ઞાનનયના મતે આ બધું જ્ઞાન જ છે, દર્શન નયના મતે બધું જ આ દર્શન છે. તેમાં અસર્વજ્ઞતા ક્યાં આવી ? પશ્યતાને આશ્રીને બંને પણ ઉપયોગ સાથે હોઈ શકે છે. એ પ્રમાણે સર્વજ્ઞતા દોષ ન સંભવે. આચાર્યની આશાતના- આચાર્યને બાલ, અકુલીન, દુર્મેધા. દ્રમક, મંદબુદ્ધિ આદિ શિષ્યો હોય છે અથવા એમ પણ બોલે કે- બીજાને ઉપદેશ આપે છે કે આ પ્રમાણે દશ ભેદે વૈયાવચ્ચ કરવી, પણ પોતે તો કરતા નથી. તેનો ઉત્તર આપે છે - બાળક પણ જ્ઞાનવૃદ્ધિ હોય, અકુલીન પણ ગુણનો નિવાસ હોય. એમ કેમ ન બને ? આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૪ દુર્મુધ આદિ પણ એ પ્રમાણે કહે કે દુર્મુધ નથી. જાણતા નથી કે નિધર્મવાળાને મોક્ષનું કારણ જ્ઞાન છે. નિત્ય પ્રકાશતા વૈયાવચ્ચાદિ કરે છે. ઉપાધ્યાયની આશાતના - આચાર્યની માફક જ જાણવી. વિશેષ એ કે - ઉપાધ્યાય સૂગ દાતા છે. સાધુની આશાતના સમયના સારને ન જાણતા સાધુને ઉદ્દેશીને કહે છે. એ પ્રમાણે અવિષહણા, અત્વરિત ગતિ મંડળ, મુંડન. ચાંડાલની જેમ, શ્વાનની જેને એકસાથે જમે છે છતાં વેશ વિરૂપ છે. એ પ્રમાણે અવર્ણવાદ કરતો મૂઢ આ જાણતો નથી. વળી અવિષહણા આદિ સમેત સંસાર સ્વભાવના જ્ઞાનથી જ સાધુઓ કપાયા છે. સાધવીની આશાતના - hહકારી, ઘણી ઉપધિવાળા અથવા શ્રમણોપદ્રવ શ્રમણી, ગણિકાના પુત્રો ભાંડ, વૃક્ષમાં વેલી, જળમાં શેવાળની જેમ કપાયો જીવોને કર્મબંધના કારણરૂપ જાણીને કલહ કરતાં નથી. સંવલનના ઉદયથી થોડાં કલહમાં પણ શો દોષ છે ? ઉપધિ બ્રહ્મવતના રક્ષણાર્થે સાધુઓને હોય છે. એવું જિનેશ્વરે કહેલ છે, તેથી ઉપધિમાં દોષ નથી. સાધુઓને આ ઉપદ્રવ નથી, જો જિનવચનથી સમાહિત આત્મા વડે મહાઈ આગમ વિધિને સમ્યક્ષણે અનુસરતો હોય. શ્રાવકોની આશાતના - જિન શાસન ભક્ત ગૃહસ્થો શ્રાવક કહેવાય આશાતના - મનુષ્યપણું પામીને, જિનવચનને જાણીને જે વિરતિને સ્વીકારતા નથી, તેને લોકમાં કઈ રીતે “ઘ' કહેવાય ? તેનો ઉત્તર આપતા કહે છે - કમની પરિણતિ વશ જો તેઓ વિરતિ ન સ્વીકારે તો પણ માર્ગમાં રહેલા હોવાથી ધન્ય છે. કેમકે સમ્યગદર્શન માર્ગમાં સ્થિતપણાથી ગુણયુક્ત હોય છે. શ્રાવિકાની આશાતના - બધું શ્રાવક મુજબ જાણવું. દેવોની આશાતના - કામમાં પ્રસt, વિરતિ વગરના, આનિમેષ અને નિદોસ્ટ, દેવો સામર્થ્ય છતાં તીર્થની ઉન્નતિ કરતાં નથી. આનો ઉત્તર આપે છે – મોહનીય અને સાતા વેદનીય કર્મોના ઉદયથી તેઓ કામમાં પ્રસત છે, કર્મના ઉદયથી તેમને વિરતિ નથી. અનિમેષ તે દેવનો સ્વભાવ છે, વિશેષ્ટ છતાં અનુત્તરના દેવો કૃતકૃત્ય છે. કાલાનુભાવથી તીર્થની ઉન્નતિ પણ બીજે કરે જ છે. દેવીની આશાતના - બધું દેવની માફક જાણવું. આલોકની આશાતના • તેમાં આલોક એટલે મનુષ્ય લોક. તેની આશાતના તે વિતપ્રિરૂપણાદિથી થાય. પરલોક તે નાક, તિર્યંચ કે દેવ. તેની આશાતના તેની વિતથ પ્રરૂપણાદિથી થાય છે. બંનેમાં સ્વમતિથી આક્ષેપ-પરિહાર કરી લેવા. કેવલિપજ્ઞખ ધર્મની આશાતના :- તે ધર્મ બે પ્રકારે છે - શ્રત ધર્મ અને ચાત્રિ ધર્મ. આશાતના - પ્રાકૃત સૂત્રમાં સ્થાયેલો છે, કોણ જાણે છે કે આ કોણે પ્રધેલ છે ? અથવા ચારિત્રયી કે દાન વિના થાય છે, તેનો ઉત્તર આપે છે - બાળક, સ્ત્રી, મૂઢ, મૂર્ખ ચાસ્મિને ઈચ્છતા મનુષ્યોના અનુગ્રહાયેં તત્વજ્ઞો વડે પ્રાકૃતમાં સિદ્ધાંતો રચાયા છે. તે નિપુણ ધર્મના પ્રતિપાદકવવી અને સર્વજ્ઞ પ્રણિતપણાથી છે.
SR No.009076
Book TitleAgam 40 Avashyaka Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages512
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 40, & agam_aavashyak
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy