SearchBrowseAboutContactDonate
Page Preview
Page 431
Loading...
Download File
Download File
Page Text
________________ અe ૪,૨૬, નિ - ૧૩૧૮ આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૪ | વિનીતા નગરીમાં ભરતરાજા હતો. ભસ્વામીનું સમોસરણ ચાયું. તે મરુદેવી ભરતને વિભૂષિત જોઈને કહે છે - તારા પિતા આવી વિભૂતિ - ઐશ્વર્યને તજીને શ્રમણપણે એકલા ફરે છે. ત્યારે ભરતે પૂછ્યું - જેવી મારા પિતાની વિભૂતિ છે, તેવા પ્રકારની મારી વિભૂતિ ક્યાંથી ? જો તમને વિશ્વાસ ન આવતો હોય તો ચાલો, આપણે જોઈએ. ભરત સર્વ સૈન્ય સહિત નીકળ્યો. મરુદેવા પણ નીકળ્યા. એક હાથીની ઉપર બેસીને ચાલ્યા. એટલામાં છત્રાતિછમ જુએ છે, દેવસમૂહને આકાશથી ઉતરતો જુઓ છે, તો ભરતના વરા અને આભરણો તો તદ્દન સ્વાન-નિતેજ થયેલા દેખાય છે. ભરતે પૂછયું - જોઈ તમારા પુત્રની વિભૂતિ? મારે આવી વિભૂતિ ક્યાં છે ? મરદેવા સંતુષ્ટ થઈને વિચારવા લાગે છે. તેને જાતિસ્મરણ ન થયું, કેમકે વનસ્પતિકાયિકથી ઉદ્વર્તીને આવેલા. ત્યાં જ શ્રેષ્ઠ હાથીના સ્કંધ ઉપર બેઠા કેવળજ્ઞાન ઉત્પન્ન થયું અને સિદ્ધ થઈ ગયા. આ અવસર્પિણીના પહેલાં સિદ્ધ થયા. એ પ્રમાણે આરાધના પ્રતિ યોગ સંગ્રહ કરવો જોઈએ. અધ્યયન-૪અંતર્ગતુ બત્રીશ યોગ સંગ્રહનો મુનિ દીપરત્નસાગરે કરેલ સટીક અનુવાદ પૂર્ણ આંગળીથી ચાખ્યું. તેને ખ્યાલ આવ્યો કે - જે આનો આહાર કરશે, તે મરશે. પરઠવવા કહ્યું. ધર્મચિ તેને લઈને અટવીમાં ગયા. કોઈ બળેલા વૃક્ષની છાયામાં હું ત્યાગ કરીશ એમ વિચારી પાસબંધ મૂકતા હાથ લેપાયો. તેની ગંધથી કીડીઓ આવી. જે-જે ખાતી હતી તે-તે મરવા લાગી. તેણે વિચાર્યું કે મારા એકના મૃત્યુમાં બીજો જીવઘાત નહીં થાય. એક સ્પંડિલભૂમિમાં જઈ મુખવટિકાનું પડિલેહણ કરી, આલોચના પ્રતિક્રમણ કરીને આવો આહાર કર્યો. તીવ વંદના થઈ, તે સહન કરીને સિદ્ધ થયા. - આ પ્રમાણે મારણાંતિક ઉદયને સહેવો જોઈએ. હવે 30મો યોગ સંગ્રહ “સંગને પરિહરવો તે” સંગ એટલે ભાવથી અભિવંગ-આસક્તિ. તે જ્ઞાન પરિજ્ઞાથી જાણીને પ્રત્યાખ્યાન પરિજ્ઞાથી પચ્ચકખાણ કરવું. તેનું દટાંત કહે છે - • નિયુક્તિ-૧૩૧૯-વિવેચન : ચંપાનગરીમાં જિનદેવ નામે શ્રાવક સાર્થવાહ હતો, અહિચ્છના નગરી જવાની ઉદ્ઘોષણા કરી. તે સાર્થને ભીલે વિદાર્યો. તે શ્રાવક અટવીમાં પ્રવેશ્યો. ચાવતું આગળ અગ્નિ અને પાછળ વાઘનો ભય હોય તેમ દ્વિઘાત પ્રપાત હતો. તે ડર્યો. અશરણ જાણીને સ્વયં જ ભાવલિંગ સ્વીકારીને સામાયિક પ્રતિમાસો રહ્યો. જંગલી પશુ દ્વારા ખવાઈને સિદ્ધ થયા. આ પ્રમાણે સંગ પરિજ્ઞા યોગ સંગૃહિત થાય છે. હવે ૩૧મો યોગ સંગ્રહ - “પ્રાયશ્ચિત્તકરણ' કહે છે. જે વિધિથી અપાયેલ હોય. વિધિ એટલે જે પ્રમાણે સૂત્રમાં કહેલ હોય છે. જે જેટલાથી શુદ્ધિ પામે, તેને સારી રીતે ઉપયોગ રાખીને પ્રાયશ્ચિત આપતા કરનાર અને આપનારને યોગસંગ્રહ થાય છે. તેના દષ્ટાંતમાં ગાવાનો પૂર્વાધિ• નિયુક્તિ-૧૩૨૦/૧ - વિવેચન : કોઈ એક નગરમાં ધનગુપ્ત આચાર્ય હતા. તેઓ પ્રાયશ્ચિત આપવાનું જાણતા હતા. છાસ્થો પણ આટલાથી શુદ્ધ થશે કે નહીં થાય ? ઇંગિતથી જાણે છે. જે તેમની પાસે વહન કરે છે, તે સુખેથી તેનો અને અતિયારનો વિસ્તાર પામે છે તથા સ્થિર પણ થાય છે. વળી તે અત્યધિક નિર્જરાને પ્રાપ્ત કરે છે. - તે પ્રમાણે કરવું જોઈએ, એમ કરવાથી કે આપવાથી યોગો સંગૃહીત થાય છે. પ્રાયશ્ચિત્તકરણ કહ્યું. હે “મારણાંતિકી આરાઘના નામક બત્રીશમો યોગસંગ્રહ કહે છે. આરાધના વડે મરણકાળે યોગ સંગ્રહ કરાય છે. તેમાં ઉદાહરણને આશ્રીને ગાયાનો પશ્ચાદ્ધ કહે છે - • નિર્યુક્તિ -૧૩૨૦/૫ + વિવેચન : આરાધનાથી મરદેવા આ અવસર્પિણી કાળમાં પહેલાં સિદ્ધ થયા. ઉતા નિયુક્તિની વ્યાખ્યા આ પ્રમાણે –
SR No.009076
Book TitleAgam 40 Avashyaka Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages512
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 40, & agam_aavashyak
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy