SearchBrowseAboutContactDonate
Page Preview
Page 421
Loading...
Download File
Download File
Page Text
________________ • ૪૨૬, નિ - ૧૨૮૪ કંબલ આપી. મુનિ પાછા આવે છે. એક ચોરનું સ્થાન હતું. પક્ષી બોલવા લાગ્યું - લાખ મુદ્રા આવે છે. તે ચોર સેનાપતિ જાણતો હતો. પણ સાધુને આવતા જોયા. ફરી પક્ષી બોલે છે - લાખ મુદ્રા ગઈ. સેનાપતિએ જઈને અવલોકન કર્યું. સાધુ બોલ્યા - કંબલ છે, ગણિકાને માટે લઈ જઉં છું. છોડી દીધા. મુનિ ગયા. ગણિકાને કંબલ આપી. તેણીએ વિષ્ટાગૃહમાં ફેંકી દીધી. મુનિ તેને રોકે છે અરે ! તેનો વિનાશ ન કર. તેણી બોલી – તમે આનો વિચાર કરો છો, આત્માનો કરતા નથી, તમે પણ આવા જ છો. ત્યારે મુનિ ઉપશાંત થયા. પોતાના દુકૃત્યનું “મિચ્છામિદુક્કડ' કરીને ગયા. આલોચના લઈને વિચારવા લાગ્યા. ત્યારે આચાર્યએ કહ્યું કે- આ અતિ અતિ દુકકારક સ્થૂલભદ્ર એટલે કહ્યા કે - તેણી પૂર્વ પરિચિત હતી. વળી અશ્રાવિકા હતી. સ્થૂલભદ્રમાં આસક્ત હતી. તેણીને શ્રાવિકા બનાવી ઈત્યાદિ. એ પ્રમાણે કોઈ વખતે સજાએ તે ગણિકા રચિકને આપી. તેણી વારંવાર સ્થૂલભદ્ર સ્વામીના ગુણગાન કરે છે. થિકને સેવતી નથી. તેથી થિક પોતાની કળા બતાવવા માટે અશોકવાટિકમાં લઈ ગયો. ભૂમિ ઉપર રહીને આમપિંડી પાડી. પાછળ અન્યોન્ય બાણ મારીને અચિંદ્રાકાર બનાવી હાથ વડે છેદીને ગ્રહણ કરી. તો પણ ગણિકા ખુશ ન થઈ. તેણી બોલી - શિક્ષિતને શું દુષ્કર છે ? હવે મારી કલા જુઓ. સરસવનો ઢગલો કર્યો, સોયના અગ્રભાગે નૃત્ય કર્યું. રથિક તો ખુશ-ખુશ થઈ ગયો. શિક્ષિતને આમપિંડી તોડવી કે સરસવ ઉપર નૃત્યુ કરવું દુકર નથી. પણ જે મુનિ પ્રમદારૂપી વનમાં રહ્યા, છતાં ચલિત ન થયા, તે દુકર છે. પછી તે શિક શ્રાવક થયો. તે કાળે બાર વર્ષીય દુકાળ પડ્યો. સંયત આદિને સમુદ્ર કાંઠે રાખીને પછી પાટલિપુણે ભેગા થયા. તેમાં કોઈકને ઉદ્દેશો, કોઈકને ખંડ એ પ્રમાણે સંઘાત કરીને અગિયાર ગો એકઠાં કર્યા. દૃષ્ટિવાદ કોઈ જાણતું ન હતું. જઈને સંઘકાર્યનું નિવેદન કર્યું. હું હાલ મહાપ્રાણ ધ્યાનમાં છું માટે વાચના આપવા સમર્થ નથી (તેમ ભદ્રબાહુ સ્વામીએ કહ્યું.) સંઘે કહ્યું - સ્થવિરોએ બીજા સંઘાટકને મોકલ્યા અને પૂછાવ્યું કે – સંઘની આજ્ઞા ઉલ્લંઘે તેમને શો દંડ કરવો ? (ભદ્રબાહુ સ્વામી બોલ્યા- સંઘ બહાર કરવા. મને ન કરશો. મેધાવી મુનિને મોકલો – હું સાત વારના રોજ આપીશ. જો મહાપ્રાણધ્યાનમાં પ્રવેશેલ હોય તો કાર્ય ઉત્પન્ન થતાં તમુહૂર્તમાં ચૌદ પૂર્વોની અનપેક્ષા કરી લે. ઉત્ક્રમ-અપકમ કરે. ત્યારે સ્થલભદ્ર આદિ ૫oo મેધાવી મુનિ ગયા. તેમણે વાયના લેવાની શરૂ કરી. એક-બે અને ત્રણ માસમાં બધાં મુનિ નીકળી ગયા. કેમકે પ્રતિકૃચ્છા વિના ભણવા કોઈ સમર્થ ન હતા. માત્ર સ્થૂલભદ્રસ્વામી રહ્યા. થોડું મહાપાણ ધ્યાન બાકી રહેતા સ્થૂલભદ્રને પૂછયું - થાક્યા નથીને ? થોડો કાળ પ્રતિક્ષા કરો, પછી દિવસે સર્વ વાચના આપીશ. સ્થૂલભદ્રએ પૂછયું - કેટલું ભણ્યા અને કેટલું બાકી ? આચાર્યએ કહ્યું કે - ૮૮ સૂત્રો, મેરુ જેટલું બાકી અને સરવસ જેટલું ભણ્યા. પણ ४४ આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૪ વિષાદ ન કરો. બધું ભણાઈ જશે. મહાપાણ ધ્યાન સમાપ્ત થતાં નવ પૂર્વે ભણ્યા, દશમાં પૂર્વની બે વસ્તુ જૂન ભણાયું. આ અંતરમાં વિચરતા પાટલિગ ગયા. સ્થૂલભદ્રની તે સાતે બહેનોએ દીક્ષા લીધી હતી. તે બધી આચાર્ય અને ભાઈ મુનિને વાંદવા નીકળ્યા. આચાર્યને વાંદીને પૂછ્યું - મોટા ભાઈ મુનિ ક્યાં છે? આ દેવકુલિકામાં ભણે છે. સ્થૂલભદ્ર સ્વામીએ બહેનોને જોઈને વિચાર્યું કે હું તેમને મારી ઋદ્ધિ બતાવું. તેમણે સિંહરૂપ વિકવ્યું. તે બધી સાધ્વી સિંહરૂપ જોઈને નાસી આવ્યા. આચાર્યને કહ્યું કે - ભાઈ મુનિને સિંહ ખાઈ ગયો. આચાર્યએ કહ્યું - તે સિંહ નહીં સ્થૂલભદ્ર જ હતા, હવે જઈને વાંદો. શ્રીયકે પણ દીક્ષી લીધેલી. ભોજન વગર કાળ કર્યો. મહાવિદેહ તીર્થકરને પૂછયું, દેવતા વડે લઈ જવાયા. હે આર્ય! હું ભાવના અને વિમુક્તિ બે અધ્યયનો લાવી, તેમ યક્ષા સાધ્વીએ કહ્યું પછી વાંદીને ગયા. બીજા દિવસે ઉદ્દેશકાળે ઉદ્દેશો ન કર્યો. સ્થૂલભદ્રએ પોતાની ભૂલની માફી માંગી. આચાર્યએ કહ્યું કે - તું ભૂલ નહીં કરે, તો બીજા કરશે. પછી મહા કલેશે વાંચના આપવાનું સ્વીકાર્યું, દશ પૂર્વની ઉપરના ચાર પૂર્વો તું ભણ, પણ બીજાને ન આપતો. પછી તે ચાર પૂર્વનો વિચ્છેદ થયો. દશમા પૂર્વની છેલ્લી બે વસ્તુ પણ વિચ્છેદ પામી. એ પ્રમાણે શિક્ષા પ્રતિ યોગ સંગ્રહ સ્થૂલભદ્ર સ્વામીવત્ જાણ્યો. હવે નિપ્રતિકમણતા – • નિર્યુક્તિ-૧૨૮૫ + વિવેચન : પ્રતિષ્ઠાન નગરે નાગવસ શ્રેષ્ઠી, નાગશ્રી પત્ની, બંને શ્રાવક હતા. તેનો પ્રેમ નાગદત્ત કામભોગથી ખેદ પામીને દીક્ષિત થયો. તેણે જિન કલિકના પુજા અને સકાર જોયા. તે બોલ્યો - હું પણ જિનકક્ષ સ્વીકારીશ. આચાર્યએ ના પાડી. સ્વયે જ જિનકલા સ્વીકાર્યું. નીકળ્યો. કોઈ વ્યંતરગૃહમાં પ્રતિમા ધ્યાને રહ્યો. સમ્યગૃર્દષ્ટિ દેવી તે મુનિ વિનાશ ન પામે, એમ વિચારી સ્ત્રીરૂપે ઉપહાર ગ્રહણ કરીને ગયા. બંતરની ચર્ચા કરીને કહ્યું - હે મુનિ! આ ગ્રહણ કરો. મિટભાતને ભક્ષ્યરૂપે વિવિધ પ્રકારના સ્વરૂપે ગ્રહણ કર્યા. ખાઈને રાત્રે પ્રતિમા ધ્યાને રહ્યા. જિનકલિકપણું ન છોડ્યું. અતિસાર થયો. દેવતાએ આચાર્યને કહ્યું. તે અમુકનો શિષ્ય છે. સાધુઓને ત્યાં મોકલ્યા. તે મુનિને પાછા લાવ્યા. દેવીએ કહ્યું – તેને બીજોરાનો ગર્ભ આપો. આપ્યો. શીખવાડ્યું કે આમ ન કરવું જોઈએ. નિપ્રતિકર્મ પર થયું. હવે “અજ્ઞાત' કહે છે. અર્થ શો છે ? પૂર્વે પરીષહ સમર્થ વડે જે ઉપધાન-તપ કરાય છે, તે લોકો ન જાણે તેમ કરવા જોઈએ. તેનું દૃષ્ટાંત - • નિયુક્તિ-૧૨૮૬-વિવેચન : કૌશાંબીમાં અજિતસેન રાજા હતો. ધારિણી તેની રાણી હતી. ત્યાં પણ ધર્મવસુ આચાર્ય હતા. તેમને બે શિષ્યો હતા - ધર્મઘોષ અને ઘમયશ. વિનયમતિ
SR No.009076
Book TitleAgam 40 Avashyaka Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages512
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 40, & agam_aavashyak
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy