SearchBrowseAboutContactDonate
Page Preview
Page 412
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૦ ૪/૨૬, નિ - ૧૨૮૪ ઉઠાવી ગયા. માર્ગમાં બીજા પણ રથો પહેલાંથી રાખેલા હતા. એ રીતે પરંપરાએ ઉજ્જૈની પહોંચ્યા. પ્રધોત પાસે અભયને લઈ ગયા. અભયે પ્રધોતને કહ્યું – આમાં તારી શું પંડિતાઈ છે ? ધર્મના બહાને કપટ કરીને છેતર્યો. પૂર્વે લાવેલ તેની પત્નીને સોંપી. તેણીની ઉત્પત્તિ જણાવે છે - શ્રેણિકને વિધાધરમિત્ર હતો. પછી મૈત્રીની સ્થિરતા માટે શ્રેણિકે તેને ‘સેના' નામની બહેન પરણાવી. તેણી પણ વિધાધરને ઈષ્ટા હતી. વિધાધરીએ તેણીને મારી નાંખી. ૨૫ તેની પુત્રી હતી. તેને પણ મારી ન નાંખે તે માટે શ્રેણિક પાસે લાવ્યા. તે યુવાન થતાં અભય સાથે તેને પરણાવી તે વિધાધરી અભયને ઈષ્ટ હતી. ઈત્યાદિ - ૪ - તે પ્રધોતને ચાર રત્નો હતા – લોહજંઘ લેખહાસ્ક, અગ્નિભીર રથ, અનલગિરિ હાથી અને શિવા રાણી. કોઈ દિવસે તે લોહબંઘને ભૃગુ કચ્છ મોકલ્યો. લોકો કહેતા કે – તે એક દિવસમાં પચીશ યોજન ચાલે છે. તેને મારી નાંખવા વિચારે છે, જેથી બીજો કોઈ ઘણાં દિવસે આવશે. એટલો કાળ આપણે સુખી થઈશું, તેમ લોકો વિચારે છે તેને ભાથું આપ્યું. લોહભંઘે ન સ્વીકાર્યુ. પછી તેને ઝેરવાળા લાડુ આપ્યા. લોહબંઘને થયું કે થોડાં યોજન જઈને નદી કિનારે ખાઈશ. તેટલામાં શકુનો તેને રોકે છે. ઉઠીને ચાલવા લાગ્યો. ફરી દૂર જઈને ખાવા ગયો, ત્યારે પણ શકુનોએ રોક્યો. ત્રીજી વખત પણ તેમ થયું. લોહબંધે વિચાર્યુ કે કોઈ કારણ હોવું જોઈએ. પ્રધોત પાસે પહોંચ્યો. રાજ્યકાર્ય નિવેદન કરી, બધી વાત કરી, અભયકુમાર વિચક્ષણ હોવાથી, તેણે બોલાવીને બધું જાણી લીધું. અભયે કહ્યું આ લાડુમાં દ્રવ્યના સંયોગથી થનાર સંમૂર્ણિમ દૃષ્ટિવિષ સર્પ છે. જો લાડુ ખાધાં હોત તો દૃષ્ટિવિષ સર્પ વડે ડસાયો હોત. પછી તે સર્પને વનમાં પરાંમુખ મૂક્યો. વન બળી ગયું. અંતર્મુહૂર્તમાં સર્પ મરી ગયો. ખુશ થઈને રાજાએ કહ્યું કે મારા કેદખાનામાંથી મુક્ત થવા સિવાયનું વર [દાન] માંગ. - અભયે કહ્યું – હાલ રાખો, અવસરે માંગીશ. અન્ય કોઈ દિવસે અનલગિરિ હાથી વિફેલો. તે પકડાતો ન હતો. અભયને પૂછ્યું – અભયે કહ્યું, ઉદાયન ગાય તો તેના ગાનથી હાથી કબ્જામાં આવે. ઉદાયનને કેમ લાવવો? પ્રોતને વાસવદત્તા નામે પુત્રી હતી. તે ઘણી કળામાં શિક્ષિત હતી. ગંધર્વ ગાનમાં ઉદાયન પ્રધાન હતો. તે જો હાથીને જોઈને ગાન કરે, તો હાથી બંધનને જાણે નહીં. કેટલોક કાળ વીત્યો. યંત્રમય હાથી બનાવીને શિક્ષણ આપે છે. તેના દેશમાં પણ જાય છે. ઈત્યાદિ - ૪ - પછી ઉદાયનને કહ્યું કે – મારી પુત્રી કાણી છે, તેને આ ગાન શીખવો, પણ તે તમને જોઈને લજ્જા ન પામે તેમ કરવું, તેની પુત્રીને પણ કહ્યું કે – આ ઉપાધ્યાય કોઢીયો છે, માટે તેને જોતી નહીં. તે પડદાની પાછળ રહીને શીખવશે. એ રીતે કળા શીખતા વાસવદતાને થયું કે ખરેખર! આ કોઢીયો હશે કે નહીં? વિચારમાં ને વિચારમાં બરાબર ભણતી નથી. ઉદાયન ગુસ્સે થઈને બોલ્યો કે – હે કાણી ! તું ૨૬ આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૪ તારું મોં દર્પણમાં જો. ઉદાયનને થયું કે જેવો હું કોઢીયો છું, તેવી આ કાણી હોવી જોઈએ. પડદો ફાડી નાંખ્યો. પરસ્પરનો સંયોગ થઈ ગયો. માત્ર કાંચનમાલા દાસી જાણતી હતી. કોઈ દિવસે આલાન સ્તંભથી અનલગિરિ હાથી છૂટી ગયો. રાજાએ અભયકુમારને પૂછ્યું – હવે શું કરવું ? ઉદાયન પાસે ગીત ગવડાવો. ત્યારે ઉદાયને કહ્યું – ભદ્રવતી હાથી ઉપર ચડીને, તમારી પુત્રી સાથે અમે ગાઈશું. હાથી ગાયન વડે બોલાવીને પકડી લીધો. આ તરફ ઉદાયન અને વાસવદત્તા પણ ભાગી ગયા. અહીં હાથી પકડી લાવવાની બુદ્ધિ માટે અભયકુમારને બીજું વર [દાન] આપ્યું. અભયે કહ્યું – રાખો, અવસરે વાત. બીજા કહે છે – ઉધાનિકામાં ગયેલ પ્રોત અને આ કન્યા નિષ્ણાત છે, ત્યાં ગાન કરશે. તેને યોગંધરાયણ મંત્રી હતો. તે ઉન્મતક વેશથી બોલે છે. પ્રધોતે તેને જોયો. મૂત્ર છાંટીને વિસર્જિત કર્યો. ઈત્યાદિ [અહીં દૃષ્ટાંત ઘણું ત્રુટક છે, ગ્રંયાંતથી જાણી લેવું. હવે કોઈ દિવસે ઉજ્જૈનીમાં અગ્નિ ઉત્થિત થયો. નગરને બાળવા લાગ્યો. અભયકુમારને ઉપાય પૂછ્યો. તેણે કહ્યું – અગ્નિ સામે બીજો અગ્નિ કરો. તેમ કરતાં અગ્નિ શાંત થયો. તે વખતે પ્રધોતે ખુશ થઈને અભયને ત્રીજું વર [દાન] આપ્યું. અભયે કહ્યું, અવસરે લઈ લઈશ. કોઈ દિવસે ઉજ્જૈનીમાં અશિવ-ઉપદ્રવ થયો. અભયકુમારને તેનો ઉપાય પૂછ્યો. અભયે કહ્યું – અન્વંતરિકા સભામાં રાણી વિભૂષિત થઈને આવે. તમને રાજાલંકારથી વિભૂષિત થઈ જીતે, તે મને કહો. તે પ્રમાણે કર્યુ. બધાં નીચે રહીને જુએ છે. શિવા રાણી વડે રાજા જિતાયો. પછી અભયે કહ્યું કે – રાત્રિના કુંભબલિ વડે અનિકા કરવી, જે ભૂત ઉભું થાય તેના મુખમાં ભાત ફેંકવા. તે પ્રમાણે જ કર્યુ, જે ત્રિક, ચતુષ્ક, અટ્ટાલકમાં બધે એ પ્રમાણે ભાત ફેંકે છે. એ પ્રમાણે બધાં ભૂતો દૂર કરાયા. શાંતિ થઈ ગઈ. ત્યાં પ્રધોતે અભયને ચોથું વર [દાન આપ્યું. ત્યારે અભય વિચારે છે કે હવે હું કેટલું અહીં રહું? એક પ્રહર તેણે રાજાને કહ્યું – હવે મારા ચારે વરદાન મને આપો. પ્રધોત રાજાએ કહ્યું – માંગ. ત્યારે અભય બોલ્યો – અનલગિરિ હાથી ઉપર, શિવા રાણીના ખોળામાં બેસીને તમારા મહાવત સહિત મારે અગ્નિમાં પ્રવેશ કરવો છે. તો ઉરુ પ્રમાણ ચિતા તૈયાર કરાવો. રાજા વિષાદ પામ્યો. પછી અભયકુમારનો સત્કાર કરીને વિદાય આપી. ત્યારે અભયે કહ્યું – હું તમારા વડે કપટથી અહીં લવાયો હતો. હું તમને દિવસના પ્રકાશમાં, બુમો પડાવતો નગરની મધ્યેથી હરણ ન કરું તો અગ્નિમાં પ્રવેશીશ. પોતાની પત્ની લઈને ગયો. - કેટલોક કાળ રાજગૃહીમાં રહીને બે ગણિકાપુત્રી લઈને વણિના વેશે ઉજ્જૈની ગયો. રાજમાર્ગમાં રહેલ આવાસ ગ્રહણ કર્યો. કોઈ દિવસે પ્રધોતે બંને ગણિકા કન્યાને જોઈ. તે બંનેએ પણ પ્રધોતને વિષ વિલાસ દૃષ્ટિથી ધ્યાન કરીને જોયું અને
SR No.009076
Book TitleAgam 40 Avashyaka Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages512
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 40, & agam_aavashyak
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy