SearchBrowseAboutContactDonate
Page Preview
Page 389
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્ય૰ ૪/૨૬ પરેશાન કરે. (૨૯) સેનાપતિ, રાજાના અનુજ્ઞાત કે ચાતુરંત સ્વામી, લેખાચાર્ય, સ્વામીની હિંસા કરે અથવા રાષ્ટ્રના કે નિગમના નાયકને કે શ્રેષ્ઠીની હિંસા કરે. ૨૨૩ (૩૦) ન જોતો હોવા છતાં પોતે દેવને જુએ છે, તેમ બોલે અથવા દેવના અવર્ણવાદ કરે. – તે મહામોહ પ્રભુર્વે છે. ૦ સિદ્ધના ૩૧-ગુણો વડે કર્મને મૂળથી બાળી નાંખેલ છે જેણે, તે સિદ્ધ. સિદ્ધના આદિ ગુણો, તે સિદ્ધાદિ ગુણો. તે યુગપત્ ભાવી છે ક્રમભાવિ નથી. તેને જ જણાવતા સંગ્રહણીકાર કહે છે – [અહીં ફક્ત એક ગાથાની સંગ્રહણી છે, તેની આ વ્યાખ્યા છે −] સંસ્થાન, વર્ણ, ગંધ, રસ, સ્પર્શ વેદના પ્રતિષેધી. કેટલા ભેદોના ? પાંચ, પાંચ, બે, પાંચ, આઠ અને ત્રણ. તેનાથી શું થાય? એ રીતે સિદ્ધોના ૩૧-ગુણો થાય. [અહીં તો ૨૮-ભેદો થયા, તો પછી ૩૧-ભેદો કેમ કહ્યાં ? અકાય, અસંગ, અરુહ એ ત્રણ ઉમેરતા ૩૧-થાય. ૦ સંસ્થાનના પાંચ ભેદ. વર્ણના પાંચ ભેદ, ગંધના બે ભેદ, રસના પાંચ ભેદ, સ્પર્શના આઠ ભેદ, વેદના ત્રણ ભેદ, અકાય, અસંગ અને અરુહ એમ બધાં મળી ૩૧-ભેદો થયા. તેથી કહે છે કે – તેઓ દીર્ઘ નથી કે હ્રસ્વ નથી, વૃત્ત નથી કે ચૈસ નથી, ચતુરા નથી કે પરિમંડલ નથી. કૃષ્ણ નથી, નીલ નથી, રક્ત નથી, પીળા નથી, શ્વેત નથી. સુગંધી નથી કે દુર્ગન્ધી નથી. કડવા, તુરા, ખાટા, મધુર, કાષાયિત નથી. કર્કશ, મૃદુ, ભારે, હલકા, શીત, ઉષ્ણ, સ્નિગ્ધ કે રુક્ષ નથી. પુરુષ નથી, સ્ત્રી નથી કે નપુંસક નથી. શરીરવાળા નથી, સંગસહિત નથી, ફરી જન્મનાર નથી. ૦ હવે બીજા પ્રકારે સિદ્ધોના ગુણોને કહે છે – અથવા આ સિદ્ધ ભગવંતો કર્મવિષયમાં ક્ષીણના આલાવાથી એકત્રીશ ગુણવાળા થાય છે. તે આ પ્રમાણે – – દર્શનાવરણીયના નવ ભેદો, તે આ પ્રમાણે – ક્ષીણ ચક્ષુઃ દર્શન આવરણાદિ ચાર અને ક્ષીણ નિદ્ર આદિ ચાર. – જ્ઞાનાવરણીય કર્મના પાંચ ભેદો તે આ પ્રમાણે – ક્ષીણ આભિનિબોધિક જ્ઞાનાવરણ આદિ પાંચ. – અંતરાય કર્મના પાંચ ભેદો તે આ પ્રમાણે – ક્ષીણ દાનાંતરાય ઈત્યાદિ પાંચે અંતરાયનો ક્ષય. આયુષ્યના ચાર ભેદ - ક્ષીણ નકાયુષ્ક આદિ. આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૩ બાકીના ચાર કર્મો – વેદનીય, મોહનીય, નામ અને ગોત્ર. આ દરેકના બબ્બે ભેદો કહ્યાં છે. જેમકે ક્ષીણ સાતાવેદનીય, ક્ષીણ અસાતા વેદનીય. ક્ષીણ દર્શન મોહનીય અને ક્ષીણ ચારિત્ર મોહનીય. ક્ષીણ શુભ અને નામ અને ક્ષીણ અશુભનામ. ક્ષીણ નીચ ગોત્ર અને ક્ષીણ ઉચ્ચગોત્ર. ૨૨૪ [ અહીં આ “આવશ્યક સૂત્ર સટીક અનુવાદ/ભાગ-૩ પુરો થાય છે. ૦ આ ચાલુ સૂત્ર-૨૬-નો છેલ્લો ભાગ બીશ યોગ સંગ્રહ બાકી છે ૦ બીશ યોગસંગ્રહથી આરંભી આખું ચોથું અધ્યયન પૂરુ થાય તે તેમજ અધ્યયન-૫, અધ્યયન-૬ બધું ચોથા ભાગમાં જોવું મુનિ દીપરત્નસાગરે કરેલ અધ્યયન-૪, સૂત્ર-૨૬ પર્યન્તનો સટીક અનુવાદ પૂર્ણ = 0 > 0 > 0 > 0 = ભાગ-૩૩-મો પૂર્ણ
SR No.009076
Book TitleAgam 40 Avashyaka Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages512
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 40, & agam_aavashyak
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy