SearchBrowseAboutContactDonate
Page Preview
Page 383
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્ય, ૪/૫ ૨૧૧ બંને ગાથા સ્વાભાવિક સિદ્ધ છે. o હવે વીસ અસમાધિસ્થાનોને કહે છે. આમાંથી કોઈને સેવતા લાગેલ અતિચારોને હું પ્રતિકકું છું. વીસ અસમાધિ સ્થાનોને જણાવતા સંગ્રહણીકાર ત્રણ ગાથાઓ નોંધે છે, તે આ પ્રમાણે છે – (૧) દવદવચારી, (૨) અપમાર્જિત, (3) દુપમાર્જિત, (૪) અતિરિક્ત શયનઆસન, (૫) સનિક પરિભાષિત, (૬) સ્થવિર૦, (૩) ભૂતોપઘાતિક, (૮) સંજવલન (૯) કોહણ, (૧૦) પૃષ્ઠિમાંસિક, (૧૧) અભિણાવધારિદની, (૧૨) અધિકરણ કર, (૧૩) ઉદીરણ, (૧૪) અકાલ સ્વાધ્યાયકારી, (૧૫) સંસ્કન હાથ-પગ, (૧૬) શબ્દકર, (૧૭) કલહકારી, (૧૮) ઝંઝાકારી, (૧૯) સૂર્યપ્રમાણભોજી અને (૨૦) એષણાસમિતિમાં. ઉક્ત ત્રણ ગાથાની વ્યાખ્યા આ પ્રમાણે - સમાધાન તે સમાધિ અર્થાત્ ચિતની સ્વસ્થતા, મોક્ષમાર્ગમાં અવસ્થિતિ. સમાધિનો અભાવ તે અસમાધિ. આ અસમાધિના સ્થાનો એટલે કે આશ્રયો, ભેદો - પર્યાયિો. એ બધાં અસમાધિ સ્થાનથી ઓળખાય છે. (૧) દવદવચારિ - જદી જલ્દી નિપેક્ષ ચાલતો અહીં જ આત્માને પતન આદિ અસમાધિ વડે જોડે છે અને બીજા જીવોને બાધા કરતો અસમાધિ વડે યોજે છે. જીવના વધથી જનિત કર્મો વડે પરલોકમાં પણ આત્માને સમાધિથી જોડે છે. (૨) પ્રમાર્જિત સ્થાનમાં બેસવું સુવું આદિને આયરતો આત્માને અને વીંછીના દંશ આદિ શ્રી જીવોને સંઘત આદિ અસમાદિ વડે જોડે છે, તે અપ્રમાર્જિત-અસમાધિ. (3) દુષ્પમાર્જિત - ઉક્ત બધી ક્રિયા દુષ્પમાર્જિત સ્થાનમાં કરે તો પણ એ પ્રમાણે જ અસમાધિ થાય. (૪) અતિરિક્ત શસ્યા-આસન-વધારાની શય્યામાં ઘંઘશાળામાં - મોટી શાળામાં બીજા પણ રહેલા હોય છે. અધિકરણાદિ વડે પોતાને અને બીજાને સમાદિ વડે જોડે છે. - આસન-પીઠફલકાદિ, તે પણ અતિરિક્ત હોય - વધારે હોય તો આત્માને અને બીજાને અસમાધિમાં જોડે. (૫) સનિક પરિભાષિત - અહીં સનિક એટલે આચાર્ય અથવા બીજા કોઈ મહાનું જાતિ, શ્રત, પર્યાય આદિ વડે. તેને પરિભાષી - પરાભવ કરનાર અશુદ્ધ ચિતવથી આત્માને અને બીજાને અસમાધિમાં જોડે છે, તે સનિક પરિભાષિત અસમાધિ. (૬) સ્થવિરોપઘાતી - સ્થવીર એટલે આચાર્ય કે ગુરુ વર્ય, તેમને આચાર દોષથી અને શીલદોષથી જ્ઞાનાદિ વડે ઉપઘાત પહોંચાડે. એ રીતે દુચિતપણાથી ઉપઘાત કરતો આત્માને અને બીજાને અસમાધિમાં જોડે છે, તે સ્થવિરોપઘાતી અસમાધિ. () ભૂતોપઘાતી - ભૂત એટલે એકેન્દ્રિયો તેને અનર્થને માટે હણીને અસમાધિ ૨૧૨ આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૩ વડે જોડે છે. (૮) સંજ્વલન • મુહર્ત મુહમાં રોષ પામે, રોષ પામીને પોતાને અને પાકાતે અસમાધિ વડે જોડે છે. (૯) ક્રોધન - એક વખત કુદ્ધ, તે અત્યંત કુદ્ધ થાય છે. તે બીજાને અને પોતાને અસમાધિ વડે જોડે છે. (૧૦) પૃષ્ઠમાંસ - એટલે પરાંચમુખ, જે સામે ન હોય તેનો અવર્ણવાદ કરે, એ રીતે અસમાધિ ઉત્પન્ન કરે. (૧૧) અભીણ-અભીણ અવધાક - વારંવાર અવધારિણી ભાષા બોલે છે. જેમકે - તું દાસ છે, તું ચોર છે. અથવા શંકિતને નિઃશંકિત કહે, ઈત્યાદિ પ્રકારે અસમાધિ જોડે. (૧૨) અધિકરણકર - અધિકરણો કરે છે, બીજાને કલહ કરાવે છે એ રીતે અસમાધિમાં સ્થાપે છે. (૧૩) ઉદીરણાકર • ચંગાદિત ઉદીરે છે અથવા ઉપશાંત આદિની ઉદીરણ કરીને અસમાધિમાં જોડે છે. (૧૪) અકાલ સ્વાધ્યાયકારી - જેમકે કાલિકશ્રુતને ઉગ્વાડા પૌરુષીમાં ભણે છે. પ્રાંત દેવતા અસમાધિ વડે જોડે છે. (૧જ્ઞ) સરજક હાથ અને પગ, તે સરજકપાણિપાદ. રજની સાથે તે સરસ્ક, અસ્પંડિલથી સ્પંડિલમાં સંક્રમતા - જતાં પ્રમાર્જના ન કરે કે ચંડિલાદિથી અત્યંડિલ કણ ભૂમિ આદિમાં જતાં પણ પ્રમાર્જના ન કરે, તે સરજકપાણિપાદ દોષ કહ્યો. અથવા સરજક હાથો વડે ભિક્ષાને ગ્રહણ કરે. અથવા અંતહિંત પૃથ્વીમાં બેસવું વગેરે કરે તો પમ સજક પાણિપાદ દોષ કહેવાય છે. સંક્ષેપમાં ઉક્ત ત્રણે કારણે અસમાધિ થાય છે. (૧૬) શબ્દ કરે - ઝઘડાના બોલ બોલે, વિકાલે પણ મોટા-મોટા શબ્દોમાં જ બોલે છે, વૈરામિકમાં પણ ગાઉંસ્થભાષા બોલે છે. ઈત્યાદિ રીતે શબ્દો કરતાં સ્વપરને અસમાધિ થાય છે. (૧૩) કલહકર - જાતે જ કલહ કરે છે, અથવા તેવું કરે છે, જેથી કલહ ઉત્પન્ન થાય છે, તેના દ્વારા અસમાધિમાં જોડે. (૧૮) ઝંઝાકારી - જેના વડે ગણના ભેદો થાય છે, અથવા આખો ગણ જ ઝંઝાકારીપણે બિઝતો હોય તેમ વર્તે તેવા પ્રકારની ભાષા કરે છે, તેથી અસમાધિમાં જોડે છે. (૧૯) સૂર્યપ્રમાણ ભોજી - સૂર્ય જ પ્રમાણ હોય, તેના ઉદય માગથી આરંભીને ચાવતું સૂર્યનો અસ્ત ન થાય ત્યાં સુધી ખા-ખા કરે. સ્વાધ્યાય આદિ ન કરે, તેને પ્રેરણા - પ્રતિચોદનાદિ કરો તો પણ રોપાયમાન થાય, તેવાને જીર્ણત્વ આદિ અસમાધિ થાય છે.
SR No.009076
Book TitleAgam 40 Avashyaka Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages512
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 40, & agam_aavashyak
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy