SearchBrowseAboutContactDonate
Page Preview
Page 380
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યઃ ૪/૪ ૨૦૫ ૨૦૬ આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/3 ૦ તેર ક્રિયાસ્થાનો વડે પ્રતિષેધ કરણ આદિ પ્રકારથી હેતુભૂત જે અતિચાર થયા હોય તેને પ્રતિકકું છું. કરવું તે ક્રિયા અત્ કર્મબંધ નિબંધન ચેષ્ટા. તેના સ્થાનો એટલે ભેદો, પચયિો, અને માટે, અનર્થને માટે ઈત્યાદિ ક્રિયા સ્થાનો તેર હોય છે. સંગ્રહણીકાર કહે છે – (૧) અક્રિયા, (૨) અનર્થક્રિયા, (3) હિંસા માટે ક્રિયા, (૪) અકસ્માત ક્રિયા, (૫) દૈષ્ટિ વિષયસ ક્રિયા, (૬) મૃષા ક્રિયા, (9) અદત્તાદાન ક્રિયા, (૮) અધ્યાત્મ ક્રિયા, (૯) માત ક્રિયા, (૧૦) મિત્ર દોષ ક્રિયા, (૧૧) માયા ક્રિયા, (૧૨) લોભ ક્રિયા, (૧૩) ઈપિથ ક્રિયા. ઉક્ત તેર ક્રિયાનો ભાવાર્થ આ પ્રમાણે છે – (૧) અર્થદંડ ક્રિયા - ત્રસ અને સ્થાવરભૂતનો જે કાર્યમાં જોડીને પોતાના કે બીજાના અર્થ માટે વિરાધે તેને અર્થદંડ ક્રિયા. (૨) અનદિંડ ક્રિયા - જે વળી સરટ આદિને, સ્થાવર કાયને, વનલતાદિકને મારીને કે છેદીને ત્યાગ કરે તે અનર્થદંડ ક્રિયા. (3) હિંસા કિયા - સર્ષ આદિ કે વૈરીને હણ્યા - હણે છે કે હણશે, તે માટે જેઓ દંડનો આરંભ કરે છે, તે હિંસાદંડ ક્રિયા. (૪) અકસ્માત કિયા - બીજા માટે કઢાયેલ કંડ આદિ, બીજાનો ઘાત કરે અથવા શસ્ય ધાન્યમાં જતાં શાલી આદિ છેદાઈ જાય તો તેને અકસ્માત દંડ કિયા કહે છે. (૫) દષ્ટિ વિષયસિ કર્યા - ઉક્ત અકસ્માતદંડ દૈષ્ટિ વિપર્યાસથી થાય છે. અથવા જે મિત્રને અમિઝ માનીને ઘાત કરે અથવા પ્રામાદિ ઘાતમાં ચોર નથી તેને ચોર માનીને મારે તે દૃષ્ટિ વિપસ ક્રિયા. (૬) મૃષા ક્રિયા - પોતાને માટે કે જ્ઞાતિજનને માટે જે મૃષા બોલે છે, તેને મૃષા પ્રત્યયિક દંડ થાય છે. () અદત્તાદાન ક્રિયા - એ પ્રમાણે પોતાના કે જ્ઞાતિજનને માટે જે અદત્તને ગ્રહણ કરે છે, તેને આવી અદત્ત પ્રત્યય ક્રિયા લાગે. (૮) અધ્યાત્મ કિયા - કોઈએ કંઈ જ ન કહ્યું હોવા છતાં હૃદયમાં કેમે પણ દમન થાય, તેને અધ્યાત્મક્રિયા. તે ચાર સ્થાને સંચયિત થાય, ક્રોધ, માન, માયા, લોભ. આ જ અધ્યાત્મક્રિયા છે. (૯) માનક્રિયા - જે વળી જાતિમદ આદિ આઠ ભેદે માનથી મત થઈ બીજાની હેલણા કરે, નિંદા કરે, પરિભાવ કરે છે તેને માનપત્યયિકી ક્રિયા. (૧૦) મિત્ર ક્રિયા - જે માતા, પિતા, જ્ઞાતિજનને અલ્પ પણ અપરાધમાં તીવ્ર દંડ કરે, દહન-અંકન-બંધ-તાડનાદિ કરે, તેને મિત્ર દ્વેષ પ્રત્યયિક નામે દશમું ક્રિયા સ્થાન લાગે. (૧૧) માયા ક્રિયા - હૃદયમાં જુદુ અને વચનમાં જુદુ, આચરણમાં વળી જુદુ તે કર્મ વડે ગૂઢ સામર્થ્યને આ માયા પ્રત્યયિકી ક્રિયા લાગે. (૧૨) લોભ કિયા • વળી આ લોભપ્રત્યયિકી છે, સાવધ આરંભ અને પરિગ્રહમાં ઘણો આસકત હોય, સ્ત્રી અને કામમાં વૃદ્ધ હોય. પોતાને રક્ષતો બીજા જીવોને વધ-મારણ-અંકન-બંધન કરે છે. (૧૩) ઈર્યાપયિક ક્રિયા - આ નિશે જે સમિતિગુપ્તિ ગુપ્ત સામગારનું સતત અપમત રહી ચાવતુ આંખની પાપણ પડે છે ત્યાં સુધી સૂમ ઈચપચિકી ક્રિયા જ લાગે. સૂત્ર-૫ - હું પ્રતિક્રમણ કરું છું. શેનું ?] ચૌદ ભૂતગ્રામોથી, પંદર પરમાધામીથી, સોળ ગાથા થોડશકથી, સત્તર ભેદે સંયમથી, અઢાર ભેદે અaહાથી, ઓગણીસ જ્ઞાત અધ્યયનોથી, વીસ અસમાધિ સ્થાનોથી [લાગેલ અતિચારોની. • વિવેચન-૫ :૦ ચૌદ ભૂત ગ્રામો વડે - બાકી પૂર્વવત્. ભૂત-જીવો, તેમનો ગ્રામ-સમૂહ, તે ભૂતગ્રામ. તે ચૌદ છે. | [૧] એકેન્દ્રિય, સૂક્ષમ-ઈતર, સંજ્ઞી-ઈતર પંચેન્દ્રિય, બે-ત્રણ-ચાર ઈન્દ્રિયોવાળા સહિત પર્યાપ્તા અને અપર્યાપ્તા ભેદે ચૌદ ગ્રામ થાય. એકેન્દ્રિયો - પૃથ્વીકાયાદિ, સૂમ અને બાદર ભેદે હોય. પંચેન્દ્રિયો - સંજ્ઞી અને અસંજ્ઞી બે ભેદે હોય. બે, ત્રણ અને ચાર ઈન્દ્રિયો સહિત અર્થાત વિકસેન્દ્રિય સહ તે પર્યાપ્તા અને અપયક્તિા ભેદથી હોય. આ રીતે એકેન્દ્રિયોના સૂક્ષ્મ અને બાદર, તે બંને અપર્યાપ્તા અને પર્યાપ્તા એ પ્રમાણે ચાર ભેદ થયા. વિકલૅન્દ્રિયના ત્રણેના પતિ અને પર્યાપ્તા એમ છે ભેદ થયા. પંચેન્દ્રિયના અસંજ્ઞી અને સંજ્ઞી બંનેના પતિ અને પર્યાપ્તા એ ચાર ભેદ થયા. બધાં મળીને આ ચૌદ પ્રકારે ભૂતગ્રામ-જીવસમૂહો કહ્યા. હવે આને જ ગુણસ્થાનક દ્વારથી દશવિતા સંગ્રહણીકાર બે ગાથામાં ગુણસ્થાનના ચૌદ ભેદ કહે છે – (૧) મિથ્યાર્દષ્ટિ, (૨) સાસ્વાદન, (૩) સકવ-મિથ્યાર્દષ્ટિ, (૪) અવિરત સમ્યદૃષ્ટિ, (૫) વિરતાવિરત, (૬) પ્રમg, (૩) અપમg, (૮) નિવૃતિબાદર, (૯) અનિવૃત્તિ બાદર, (૧૦) સૂક્ષ્મ સંપરાય, (૧૧) ઉપશાંત મોહ, (૧૨) ક્ષીણ મોહ, (૧૩) સયોગી કેવલી, (૧૪) અયોગી કેવલી. o બંને ગાવાની વ્યાખ્યા - કેટલોક જીવ સમૂહ મિથ્યાદષ્ટિ હોય, બીજા સાસ્વાદન હોય. o સાસ્વાદન - તવ શ્રદ્ધાન રસ આસ્વાદની સાથે વર્તે છે. • x • પ્રાયઃ પરિત્યક્ત સમ્યકત્વ, તેના ઉત્તરકાળે છ આવલિકા કાળ. તેથી કહ્યું છે કે- ઉપશમ સમ્યકત્વથી ચ્યવતો અને મિથ્યાત્વને ન પામેલો એવો તે સાસ્વાદન સમ્યકત્વ, તેના અંતરાલમાં જ આવલિકા કાળ થાય. o સમ્યમિથ્યાર્દષ્ટિ – સમ્યકત્વ પામતો પ્રાય: સંજાત તવરચિ. o અવિરત સમ્યગદષ્ટિ - દેશવિરતિ હિત એવો સમ્યÊષ્ટિ.
SR No.009076
Book TitleAgam 40 Avashyaka Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages512
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 40, & agam_aavashyak
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy