SearchBrowseAboutContactDonate
Page Preview
Page 378
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્ય૦૪/૨૪ ર૦૧ ૨૦૨ આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૩ • સૂત્ર-૨૪ - હું છ ઇવનિકાય : પૃવીકાય, આકાય, તેઉકાય, વાયુકાય, વનસ્પતિકાય અને ત્રસકાયની વિરાધનાથી થયેલ અતિચારો પ્રતિકકું છું. છ વેચ્યા • કૃણ વેચા, નીલ વેશ્યા, કાપોત તેયા, તેજોવેશ્યા, પાલેશ્યા અને શુક્લલેશ્યા નિમિત્તે થયેલ અતિચારોને પ્રતિક્રમું . હું પ્રતિકસું - સાત ભયસ્થાનોથી, આઠ મદસ્થાનોથી, નવ બહાચર્યગતિથી, દશવિધ શ્રમણ ધર્મમાં, અગિયાર ઉપાસક પ્રતિમા વડે, બાર ભિક્ષુ પ્રતિમા વડે, તેર ક્રિયા સ્થાનો વડે થયેલા અતિચારોને. • વિવેચન-૨૪ : • હું પ્રતિક્રમણ કરું છું [શેનું ?] છ જવનિકાય વડે પ્રતિષેધને કરવું આદિ પ્રકારોથી હેતુભૂત જે મેં દૈવસિક અતિયાર કર્યા તેનું. • હું પ્રતિકમણ કરું છું. [શેનું ?] છ લેશ્યાઓ વડે કરણભૂત એવા મેં જે દૈવસિક અતિચારો કર્યા તેનું. તે આ - કૃષ્ણલેશ્યાદિ. - કૃષ્ણાદિ દ્રવ્યના સાચિયથી આત્માના જે પરિણામ સ્ફટિકની જેમ થાય તેમાં આ લેણ્યા શબ્દ પ્રયોજાય છે. કૃષ્ણાદિ દ્રવ્યો સકલ પ્રકૃતિના નિણંદનરૂપ છે. આનું સ્વરૂપ જાંબુખાનારના દૌટાંતથી અને ગામઘાતકના દષ્ટાંતથી કહે છે - જેમ જાંબૂના વૃક્ષમાં એક સારી રીતે પાકેલા ફળના ભારથી નમેલ શાખાણ જોઈને છ પરષો બોલ્યા કે આપણે જાંબુ ખાઈએ. પણ કઈ રીતે ખાવા ? તેમાં એક બોલ્યો - જો તેના ઉપર ચડીશું તો જીવનો સંદેહ રહેશે. તેથી તેને મૂળથી છેદીને પાડી દઈને પછી જાંબુ ખાઈએ. બીજે બોલ્યો - આટલા તરુણ વૃક્ષને છેદવાથી આપણે શો લાભ ? મોટી શાખાને છેદી નાંખીએ. ત્રીજો કહે - ના, માત્ર પ્રશાખા છેદીએ. ચોથો કહે - ના, માત્ર ગુચ્છાને છેદીઓ. પાંચમો કહે છે - માત્ર ફલ તોડી લઈએ. છઠ્ઠો બોલ્યો - આટલાં બધાં ફળ પડેલ છે, તે જ લઈને ખાઈ લઈએ. આ દૃષ્ટાંતનો ઉપનય બતાવે છે – (૧) જે વૃક્ષને મૂળથી છેદવાનું કહે છે, તે કૃષ્ણલેશ્ય જાણવો. (૨) મોટી શાખાને છેદવાનું કહેનારો નીલલેશ્યી જાણવો, (3) પ્રશાખા છેદવાનું કહેનારો કાપોત લેશ્યી જાણવો. (૪) ગુચ્છાવાળો તૈજસલેશ્ય, (૫) ફળવાળો પાલેશ્યી અને (૬) પડેલા ફળો લેવાનું કહેનાર શુકલતેશ્યી જાણવો. અથવા બીજું દટાંત આપે છે – ચોરો ગામ ભાંગવાને નીકળ્યા. તેમાં એક ચોર બોલ્યો- જે સામે આવે તે દ્વિપદ કે ચતુપદને મારી નાંખો. બીજો ચોર બોલ્યો - મનુષ્યો જ હણવા. બીજો બોલ્યો - માત્ર પરપોને હણો. ચોરો બોલ્યો - ના, માત્ર આયુધવાળા પુરુષોને જ હણવા. પાંચમો કહે કે - ના, યુદ્ધ કરવા આવે તેવાને જ હણવા. છઠ્ઠો આ પ્રમાણે બોલ્યો કે - ધનને પણ હરવું અને માણસોને પણ માસ્વા, એ બંને ન કરો, માત્ર ધનનું હરણ કર્યું. આ દાંતનો ઉપસંહાર આ પ્રમાણે છે – (૧) બધાંને મારવાના વિચારવાળો કૃષ્ણલેશ્યા પરિણામી છે. આવા ક્રમ વડે ચાવત્ છેલ્લો (૬) શુક્લલેશ્યી છે. પહેલાંની ત્રણ લેશ્યા અહીં અપસસ્ત છે, પછીની ત્રણ લેશ્યા પ્રશસ્ત છે. આ અપશસ્તમાં વર્તતા અને પ્રશસ્તમાં ન વર્તતા જે અતિયાર આ લેગ્યામાં થયા હોય, તેનું હું પ્રતિક્રમણ કરું છું. પ્રતિકૂળ વત્ છું, એમ જે કહ્યું - તેનો અર્થ એ કે ફરી સેવીશ નહીં. o હું પ્રતિકસું છું - સાત ભયસ્થાનો વડે કરણભૂતથી મેં જે દૈવસિક અતિચાર કર્યા હોય તેને. તેમાં ‘ભય' તે મોહનીય સમુત્ય આત્મપરિણામ છે, તેના સ્થાન-આશ્રયરૂપ તે ભયસ્થાનો - ઈસ્લોક આદિ. તેથી સંગ્રહણીકાર કહે છે – ઈહલોક, પશ્લોક ઈત્યાદિ. તે આ - (૧) ઈહલોક ભય, (૨) પરલોક ભય. તેમાં મનુષ્યાદિ સજાતીયથી એવા બીજા મનુષ્યોથી ભય તે ઈહલોક ભય, વિજાતીય તિર્યંચાદિથી જે ભય તે પરલોક ભય. (3) આદાન ભય - ધન, તે માટે સદિથી જે ભય તે આદાન ભય. (૪) અકસ્માત ભય - બાહ્ય નિમિતોની અપેક્ષા વિના ઘર આદિમાં જ રહીને રાત્રિ આદિમાં ભય. (૫) આજીવિકા ભય - નિધન, કઈ રીતે મિક્ષ આદિમાં માને હું ધારણ કરીશ ? (૬) મરણ ભય - મરણથી ભય. (૩) અગ્લાધાભય - યશનો ભય. આમ કરવાથી ઘણો જ અપયશ થશે. તે ભયમાં ન પ્રવર્તવું. o આઠ મદ સ્થાનો વડે કરણભૂત જે મેં દૈવસિક અતિચાર કર્યા. એ પ્રમાણે બાકીના સૂત્રોમાં પણ જોડવું. આ આઠ મદસ્થાનો કયા છે? સંગ્રહણીકાર બતાવે છે કે – જાતિ, કુળ, બળ, રૂ૫, તપ, ઐશ્વર્ય, શ્રત અને લાભમદ. (૧) જાતિમદ - કોઈ નરેન્દ્ર આદિ દીક્ષા લઈને જાતિમદ કરે છે. એ પ્રમાણે કુળ, બળ, રૂપાદિ પણ યોજવા. ૦ નવ બ્રહાયર્ય ગુપ્તિ વડે થતાં અતિચારોને હું પ્રતિકકું છું. તે નવ બ્રહમચર્યગુપ્તિ આ પ્રમાણે – વસતિ, કથા, નિપધા, ઈન્દ્રિય, કુયંતર, પૂર્વદીડિત, પ્રણિત, અતિ માત્રામાં આહાર અને વિભૂષા. બ્રાહ્મચારીએ તે ગુપ્તિના અનુપાલનરતે સ્ત્રી-પશુ-નપુંસક સંસક્ત વસતિનું આસેવન ન કરવું જોઈએ. સ્ત્રીને એકલીને ધર્મકથા ન કરવી, સ્ત્રીની નિપધા ન વાપરવી, તેણી ઉઠે તે આસને ન બેસવું, સ્ત્રીઓની ઈન્દ્રિયોનું અવલોકન ન કરવું, સ્ત્રી ને ભીંતની પાછળ મૈથુન સંસક્ત હોય તો તેનો વણિત ધ્વનિ ન સાંભળવો, પૂર્વકીડિત હોય તે સ્મરણ ન કરવું, પ્રણીતરસ ભોજન ન કરવું, અતિ માત્રામાં આહાર ન કરવો. વિભૂષા ન કરવી. ૦ દશ વિધ શ્રમણ ધર્મ :- શ્રમણ એ પૂર્વે નિરૂપિત શબ્દ છે, ધર્મ-ક્ષાંતિ આદિ
SR No.009076
Book TitleAgam 40 Avashyaka Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages512
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 40, & agam_aavashyak
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy