SearchBrowseAboutContactDonate
Page Preview
Page 367
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્ય૪/ર૩, પ્રા.નિ.૧૩ ૧૬ વીર્યસ્ત આલાવા તેને આપવામાં આવે, આ ગ્રહણ શિક્ષા. આસેવન શિક્ષામાં ચરણ-કરણ ન ગ્રહણ કરાવે. પરંતુ વિચા-ગોચર ગ્રહણ કરાવે. સગિના સ્થવિરની પાસે અને તરુણોથી દૂર રાખે એમ કહે કે- જો હું ભણાવું ત્યારે સ્થવિરો પ્રયત્નથી શીખે છે. વૈરાગ્ય કથા, વિષયોની નિંદા, ઉઠવા-બેસવામાં ગુપ્ત અને ખલન થાય તો ઘણાં જ સરોષની જેમ તરણો તર્જના કરે. સરોષથી તર્જના કરતાં સારું વિપરિણમન - ધર્મકથા ભણાવે અથવા તેને ધર્મનું આખ્યાન કરે કે - તારી અણુવ્રત દીક્ષા નથી, માટે બીજા લોકને ન હણ. સંજ્ઞીદ્વાર - એમ કહેવા છતાં જો ન માને તો સંજ્ઞીઓ કે ખરકર્મિકો બીવડાવે. અહીં આવો સંવિગ્ન ક્યાંથી આવ્યો ? રાજાની આજ્ઞાથી આને દીક્ષા આપી છે અથવા અજાણતાં જ પ્રતિષેધ કરેલ છે. સંજ્ઞી એટલે શ્રાવક કે ખરકમિક કે યથાભદ્રક. પૂર્વજ્ઞાપિત તેને ડરાવે છે કે – આ તમારી મધ્યે આવો નપુંસક ક્યાંથી ? તું જલ્દી ભાગી જા, ક્યાંક તને આ બધાં મારી નાંખશે. - સાધુઓ પણ તે નપુંસકને કહે છે – અરે ઓ ! આ અનાર્યો તને મારી નાંખશે, તો જલ્દી તું ભાગી જા. જો ભાગી જાય તો સારું છે, પણ જો કદાચ તે રાજકુળમાં જઈને ફરિયાદ કરે કે - આ લોકો મને દીક્ષા આપીને કાઢી મૂકે છે [દબડાવે છે) તો રાજ-વ્યવહાર કરવો જોઈએ. જો તે અજ્ઞાત હોય અને જો રાજકુલ વડે ન જણાય કે આમના વડે જ આ દીક્ષિત કરાયેલ છે, બીજા કોઈ પણ ન જાણતા હોય ત્યારે કહે - આ શ્રમણ નથી, તમે જ તેનો ચોલપટ્ટક આદિ વેશ જુઓ. શું અમારો આવે વેશ છે? હવે જો આ બધું કરવા છતાં તેઓ ન માને તો, કહેવું કે – આ સ્વયં વેશ ધારણ કરેલો છે. ત્યાર તે નપુંસક કહેશે કે – હું આમની પાસે જ ભણેલો છું. ત્યારે પૂછવું કે શું ભણેલો છે ? ત્યારે છલિત કથાદિ કહેશે. એ બધો અર્થ અહીં નિર્યુક્તિકાર સ્વયં કહે છે – • પા.નિ.-૧૪ થી ૧૬ : (૧૪) હું આમના દ્વારા જ ભણેલો છું, તેને અટકાવીને પૂછવું કે – શું ભણેલ છો ? પછી છલિત કથા આદિ કહે છે. ત્યારે કહેવું કે કયા આ યતિઓ અને ક્યાં આ છલિતાદિ ? (૧૫) પૂર્વાપર સંયુક્ત વૈરાગ્યકર સ્વતંત્ર અવિરુદ્ધ. સૂત્ર પુસણી અર્ધમાગધી ભાષામાં નિયત થયેલા છે. (૧) જે સુબગુણો કહા, તે પૂર્વે વિપરીત ગ્રહણ કરાયેલા છે. નિતીના કારણોમાં તેના ત્યાગમાં યતના કરવી. ૧૮૦ આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૩ • વિવેચન-૧૪ થી ૧૬ :ગણે ગાયા સૂગ સિદ્ધ જ છે. હવે કદાચિત જો તે ઘણાં સ્વજનવાળો કે રાજનો પ્રિય હોય અને તેનો ત્યાગ કરવો શક્ય ન હોય તો આ યતના કરવી – • પા.નિ.-૧૩ : કાપાલિક, સરસ્ક, તદ્વર્ણિક વેશ-રૂપેથી વસે. વેડુંબગ દીક્ષિત થયા પછી વિધિપૂર્વક તેનો પરિત્યાગ કરવો. • વિવેચન-૧૭ : કાપાલિક-gયાભાગી, તે કાપાલિકના વેશ-રપથી તેની સાથે હોય છે. સરસ્ક વેશ-રૂપથી અર્થાત્ ભૂતવેશરૂપી. તર્ધ્વર્ણિક-લાલ વસ્ત્રના વેશરૂપથી. વેડંબર પ્રવજિત - નરેન્દ્ર આદિ વિશિષ્ટ કુળથી ઉદ્ભવેલ હોય તેને વેડંબગ કહે છે. તેમાં પ્રવજિત થયેલ હોય તો ઉક્ત વિધિથી તેને વોસિરાવવો - ત્યાગ કરવો. ગાથાનો ભાવાર્થ આ પ્રમાણે છે - પા.નિ.૧૮,૧૯ :રાજને પ્રિય અને ઘણાં સ્વજન પટાવાળો હોય, તરુણ વૃષભ સમ તેને પરતીર્થિકોની ભેદ કથાઓ કહેવી ઈત્યાદિ. ભિક્ષા આદિ લક્ષણથી તારી સાથે આવીને નાસી જશે અથવા તેને છોડીને તરુણ સાધુઓએ ચાલી જવું. • વિવેચન-૧૮,૧૯ :બંને ગાથા સ્વાભાવિક સિદ્ધ જ છે. આ નપુંસક વિવેક - ભાગવિધિ કહી. હવે જડની વક્તવ્યતા. • પા.નિ.૨૦ : જડ ત્રણ પ્રકારે હોય છે - ભાષાડ, શરીરજ, કરણજs. ભાષાજક પ્રણ ભેદે હોય છે - જલ, મમ્મણ, એકમૂક. • વિવેચન-૨૦ : તેમાં જલમૂક આ પ્રમાણે - જેમ જળમાં બૂડતો “બૂડ-બૂડ” એમ બોલે છે, તેની કોઈપણ પરીક્ષા કરી શકતું નથી, આવા પ્રકારનો જે શબ્દ છે, તેને જલમૂક’ કહેવાય છે. એડકમૂક - જેમ એડક-ઘેંટો બબડે છે તેમ બોલે.. મમ્મણમૂક - મખ્ખન કરતા જેની વાચા ખલના પામે છે, તેને “મમ્મણમૂક’ કહેવામાં આવે છે. કદાચ જો આવાને મેઘાવી સમજીને દીક્ષા અપાય તો આવા જલમૂક, એડકમૂક અને મમ્મણમૂકને દીક્ષા આપવી કાતી નથી. ક્યા કારણે ? કારણાંતરથી તેમાં બીજા પણ આ દોષો લાગે. • પા.નિ.૨૧ થી ૨૪ - [૧] દર્શન, જ્ઞાન, ચારિત્ર, તપ, સમિતિ અને કરણયોગમાં ઉપદેશ કરાયેલ
SR No.009076
Book TitleAgam 40 Avashyaka Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages512
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 40, & agam_aavashyak
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy